SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) ગદદિસમુચ્ચય તે જ્યારે તીક્ષણ ભાવ વજીથી ભેદાઈ જાય છે, ત્યારે આ સમગણિ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે-જેમ રોગીને ઓષધવડે કરીને રેગ દૂર થતાં ઉપજે છે તેમ.” (ગબિન્દુ). દેશવિરતિ, સમ્યગદર્શન જેનું મૂલ છે એવી ભાવ દેશવિરતિ, ભાવ સર્વવિરતિ આદિ પણ આ વેદસંવેદ્ય પદનું લક્ષણ છે, કારણ કે વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થયા પછી જીવ સ્વયમેવ સ્વાભાવિક રીતે જ પરંપરિકૃતિથી-પરભાવથી ભાવ દેશવિરતિ એકસરતો જાય છે, અને સ્વભાવપરિણતિ ભણી ઢળતો જાય છે–સંચરસ્તો આદિ જાય છે. સમાધિરસ ભર્યા શુદ્ધ નિજ સહજ આત્મસ્વરૂપનું અથવા જિનસ્વરૂપનું દર્શન થયા પછી, અનાદિકાળથી વિસરાઈ ગયેલા આત્મસ્વરૂપનું ભાન આવ્યા પછી, જીવ અવશ્યમેવ સકલ વિભાવ ઉપાધિથી ભાવથી પાછો હઠે છે, ઓસરે છે, પ્રતિક્રમે છે; અને શુદ્ધ આત્મસત્તાની સાધના પ્રત્યે પ્રવર્તે છે. અને આમ અનાદિની મોહાદિની ઘમિ (ઘમાવો-જમણે) ઉતરી જતાં ને અમલ અખંડ અલિપ્ત એ આત્મસ્વભાવ સાંભરી આવતાં, તત્વરમગુરૂપ શુચિ–પવિત્ર-શુકલ–શુદ્ધ ધ્યાનને જીવ આદરે જ છે, અને સમતારસના ધામરૂપ જિનમુદ્રાનેસમ્યગદૃષ્ટિની શુદ્ધ આત્મસ્વરૂપને વરે છે, પ્રાપ્ત કરે છે. જિનદર્શન આદિ શુદ્ધ ઉત્તમ ચરણધારા નિમિત્તની પ્રાપ્તિ થકી, વસ્તુના સાધમ્યથી આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતાં, તે પ્રત્યે બહુમાનયુક્ત રુચિ ઉપજે છે, એટલે પછી તે રુચિને અનુયાયી-અનુસરતું વીર્ય–આત્મસામ પ્રવર્તે છે, અને તે “ ચારધારા આત્મચારિત્રની અખંડ પરંપરા સાધે છે. આમાં દેશવિરતિ-સર્વવિરતિ આદિને ભાવથી સમાવેશ થઈ જાય છે. મહાન તત્વદા શ્રીમાન્ દેવચંદ્રજીએ સાક્ષાત જિનદર્શનનો અનુભવ થતાં પરમ ભાવાવેશથી લલકાર્યું છે કે – “દીઠો સુવિધિ નિણંદ સમાધિસે ભર્યોહે લાલ ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો”, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો , , સત્તા સાધન માર્ગ ભણે એ સંચર્યો , , દીઠો. મહાદિની ઘમિ અનાદિની ઉતરે ,, ,, અમલ અખંડ અલિસ સ્વભાવ જ સાંભરે....... , , તત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે” , , તે સમતારસ ધામ સ્વામી મુદ્રા વરે,, , દીઠો. x जह मूलाओ खंधो साहापरिवारबहुगुणो होइ। ત૬ નિલમૂઢો નિરો મોઘમરા - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત શ્રી અષ્ટપ્રાભૃત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy