________________
દીમાષ્ટિ : આગમ-દી, તત્ત્વાભાસરૂપ સ્થલ બેધ
(૨૭૧) કે લિષ્ટ કર્મષનું જે દર્શન થાય છે, તે તાત્વિક-પારમાર્થિક હોતું નથી, પરંતુ તત્વનાપરમાર્થના આભાસરૂપ, તત્ત્વાભાસરૂપ, પરમાર્થભાસરૂપ હોય છે, તદાભાસરૂપ હોય છે.
આગમરૂપ દીવો મેહધકાર ભર્યા આ લેકમાં સર્વ પદાર્થનું યથાર્થ દર્શન કરાવે છે, અને આત્મસ્વરૂપને અપાય-હાનિ પહોંચાડનાર એવા કિલષ્ટ કર્મરૂપ અપાયનું સમ્યગ્ર
| સ્વરૂપ દેખાડી તે કર્મદેષને કેમ દૂર કરવો તેને સાચો રસ્તો બતાવે છે. આગમ-દીપક જેમકે-આ આત્મા સ્વરૂપથી શુદ્ધ, બુદ્ધ, ચિત ઘન સ્વયંતિ ને
સુખધામ છે. પણ અજીવરૂપ જડ કર્મના દોષથી તેનું તે શુદ્ધ સ્વરૂપ અવરાયું-ઢંકાઈ ગયું છે. તેના સહજામસ્વરૂપને અપાય-હાનિ પહોંચેલ છે, અને આ પુણ્ય-પાપરૂપ કર્મ અપાયથી તે નરકાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. અત્રત-વિષય-કષાય આદિથી તે કર્મનો આશ્રવ થાય છે ને પછી બંધ થાય છે. દશવિધ ધર્મ આદિ સંવરથી નવાં કર્મો આવતા અટકી જાય છે, ને તપથી જૂના કર્મોની નિર્જરા થાય છે–ખરી જાય છે. અને આમ સર્વ કર્મોનો ક્ષય થયે, આત્માના શુદ્ધ સ્વભાવના પ્રગટપણુરૂપ મોક્ષ થાય છે.
“કમ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત,
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. જે જે કારણું બંધના, તેહ બંધને પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગથ. શુદ્ધ બુદ્ધ ચેતન્યાન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તે પામ.”
–શ્રીમદ્ રાજચંદ્રજીત શ્રી આત્મસિદ્ધિ ઈત્યાદિ પ્રકારે સદાગમરૂપ દીપક તત્વનું સમ્યફ સ્વરૂપ પ્રકાશે છે, કર્મ–આત્માને સંબંધ દર્શાવી તે કમ–અપાય દૂર કરવાનો શુદ્ધ માર્ગ સ્પષ્ટપણે દેખાડે છે. તથાપિ આ જીવની તેવા સૂમ બંધની ઊણપને લીધે તેને યથાર્થ તત્વદર્શન થતું નથી. આગમરૂપ દીપકના પ્રકાશથી જે કે આ જીવને કમરૂપ અપાય દોષનું સ્થલ સ્વરૂપ ભાસ્યમાન થાય છે, તો પણ બંધની દષ્ટિમંદતાને લીધે તેને તેનું તાત્વિક સ્વરૂપ–પરમાર્થ સ્વરૂપ હજુ સમજાતું નથી, બરાબર લક્ષમાં આવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org