________________
(૨૫૮)
યોગદરિસમુચ્ચય અને જીવાત્મામાં તેવા પ્રકારે પરમાત્માનું સત્વ-શકિત છે, તેની ઉપપત્તિ માટે ત્રણ પ્રકારના આત્મા ગવાયમાં પ્રસિદ્ધ છે:બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા.
તેમાં (૧) કાયામાં જેને આત્મબુદ્ધિ છે અને તેથી “હું થુલ, કુશ” ત્રિવિધ આત્મા ઈત્યાદિ પ્રકારે જે પ્રતીત થાય છે, તે કાય અથવા બહિરાત્મા છે.
(૨) કાયાદિકમાં જેને આત્મબુદ્ધિ નથી પણ આત્મામાં જ આત્મબુદ્ધિ છે, એટલે કાયાદિકમાં જે સાક્ષીરૂપ રહી તેને અધિષ્ઠાતા થઈને રહે છે, તે અધિષ્ઠાયક અથવા અંતરાત્મા છે. (૩) જ્ઞાનાનંદે જે પૂર્ણ પાવન અને સર્વ ઉપાધિથી રહિત છે, અને જે અતીન્દ્રિય ગુણરત્નના આકર છે, તે પરમાત્મા છે. આ ત્રણ પ્રકારના આત્મામાં બહિરામાં ધ્યાનને અનધિકારી હાઈ ધધાતા થઈ શકતો નથી, અંતરાત્મા અધિકારી હાઈ યાતા હોય છે, અને પરમાત્મા તો ધ્યાનમાં લાવવા એવા ધ્યેય છે. આમ ધ્યાનનો ઉપયોગ હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો બહિરાત્મભાવ ત્યજી, અંતરાત્મરૂપ થઈ, સ્થિર ભાવે પરમાત્માનું જે આત્મારૂપ ભાવવું, તે જ સમાપત્તિનો વિધિ છે, આત્મ અર્પણનો દાવ છે, “આતમ અર પણ દાવ.” જેમ અવિકાર એવા નિર્મલ પણમાં પુરુષના સ્વરૂપનું અર્પણ થાય છે, તેમ નિર્વિકાર એવા નિર્મલ અંતરાત્મામાં પરમપુરુષ પરમાત્માના સ્વરૂપનું અર્પણ થાય છે, અથોત તે પરમાત્મસ્વરૂપ તેમાં પ્રગટ અનુભવરૂપે દેખાય છે. આ જ સમાપત્તિ છે.
“કાયાદિકે હે આતમ બુદ્ધ પ્રદ્યો, બહિરાતમ અઘરૂપ... સુગ્યાની; કાયાદિકે હા સાખીધર થઈ રહ્યો, અંતર આતમરૂપસુગ્યાની. જ્ઞાનાનંદે હા પૂરણ પાવન, વર્જિત સકલ ઉપાધિ સુગ્યાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગ, ઈમ પરમાતમ સાધ-સુગ્યાની. બહિરાતમ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ....સુગ્યાની; પરમાતમનું હા આતમ ભાવવું, આતમ અરપણ દાવ-સુગ્યાની. સુમતિ ચરણકજ આતમ અર પણ, દર પણ જિમ અવિકાર-સુગ્યાની ”–શ્રી આનંદધનજી
આ સર્વ પરથી ફલિત થાય છે કે બહિરાત્મા-અંતરાત્મામાં શક્તિથી પરમાત્માપણું છે, તેથી યથાયોગ્ય કારણોને તેની વ્યક્તિનો-આવિર્ભાવનો સંભવ છે. એટલે કે બહિ. રાત્મભાવ ત્યજી દઈ, નિર્મલ ને સ્થિર થયેલ અંતરાત્મા જે પરમેશ્વર-પરમાત્માનું એકાગ્ર ધ્યાન કરે, તો તેના અવલંબને ધ્યાતા ને બેયનો અભેદ થાય, અર્થાત ધ્યાન
x “बाह्यात्मा चान्तरात्मा च परमात्मेति च त्रयः।।
कायाधिष्ठायकध्येयाः प्रसिद्धा योगवाङ्मये ॥"-40 ३० " बहिरत्नः परश्चेति त्रिधात्मा सर्वदेहिषु ।
વાત્તત્ર ઘરમં મળgયાર્િ છે ”—- સમાધિશતક.."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org