SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) ગદષ્ટિસમુચ્ચય પણ મૂઢ આગ્રહી જીવો જેમ, ધર્મના ઉપકરણ જે આત્મસાધન માત્ર નિમિત્ત જ છે, તેને લક્ષ્ય ચૂકી જઈ, તે તે સાધનના મિથ્યા આગ્રહમાં, તુછ મતભેદમાં, નાના નાના ઝઘડાઓમાં, નાના નાના વાડાઓમાં રાચી રહી,–તેમાં જ ઇતિકર્તવ્યતા મૂચ્છથી માને છે; તેમ આ મહાનુભાવ વિશાલદષ્ટિવાળા ગીપુરુષ માનતો અપકરણ નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-જ્ઞાની પુરુષોએ બાહા-અત્યં તર જે કાંઈ ઉપકરણ કહ્યા છે, દ્રવ્ય-ભાવ જે કાંઈ સાધન બતાવ્યા છે, તે કેવળ જીવન ઉપકાર થવા માટે કહ્યા છે, અપકાર થવા માટે નહિં. પણ તેમાં પણ જે જીવ મમત્વભાવ રાખે, ઈચ્છારૂપ પ્રતિબંધ કરે, મૂચ્છ ધરાવે, તો તે ઉપકરણે ઉલટા અપકરણરૂપ થઈ પડે છે! અધિકરણે થઈ પડે છે ! સાધન તે બંધન બને છે ! જેમકે મંદિર, ઉપાશ્રય આદિ ઘણું જીવોને ભક્તિ-સ્વાધ્યાય આદિની સુગમતા-અનુકૂળતા ખાતર કરવામાં આવ્યા છે, પણ તેમાં પણ જે ચડસાચડસી, હોંસાતસી કરવામાં આવે, મારા-તારાપણું કરવામાં આવે, નીરાગી નિ:સંગી વીતરાગ પ્રભુ અંગે સાધન તે પણ પરિગ્રહરૂપ મમત્વ બુદ્ધિ ધારવામાં આવે, કોટે ચઢવા જેવા મોટા બંધન ! ઝઘડા કરી રાગદ્વેષની વૃદ્ધિ કરવામાં આવે, તો ઈષ્ટ ઉદ્દેશ માર્યો જાય છે; સાધન તે બંધન થઈ પડે છે ! અને ઉપાશ્રય પણ અમુક વખત માટે, ગૃહસ્થની અનુજ્ઞાથી, પક્ષીની જેમ અપ્રતિબંધપણે વિચરતા ફરતારામ મુનિના કામ. ચલાઉ વપરાશ માટે છે. પણ તેમાં પણ આ ફલાણાને અપાસરે ને આ બીજાને અપાસરો એમ જે મમત્વરૂપ ક્ષેત્રપ્રતિબંધ કરવામાં આવે, તે તે ઉપાશ્રય પણ અપાશ્રયરૂપ થઈ પડે! ગ૭-ગણુ આદિ પણ મૂળ તે વ્યવસ્થા (Organisation ) અને સહકાર (Co-ordination ) ખાતર કરવામાં આવ્યા છે, પણ તે પણ જે મમત્વનું સ્થાન થઈ પડે, કદાગ્રહનું નિવાસધામ બને, કલેશ-ઝઘડાનું રણગણુ બની જાય, કે વાડારૂપ સંકુચિતતાનું પ્રદર્શન બને, તે તે પણ બંધનરૂપ થઈ પડે છે! આત્માને વિઘાતરૂપ થઈ પડે છે ! ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ! ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિઆ કલિકાલ રાજે...ધાર.”_શ્રી આનંદઘનજી શાસ્ત્ર તો કેવળ આત્માથે પઠન-પાઠન માટે ને સાર્વજનિક ઉપગ માટે કહ્યા છે. તેને બદલે કોઈ પોતાનો માલીકી હક્ક કરી કંજૂસની જેમ તેને સંગ્રહ-સંચય કરે, ને તેમાં પિતાનું મમત્વ સ્થાપે તો અપકરણરૂપ થઈ પડે છે. અથવા હું કે પંડિત છું, હું કેવું સરસ વ્યાખ્યાન કરી શકું છું, હું કેવો વક્તા છું, એમ અભિમાન ધરી શાસ્ત્રને માનાથે ઉપયોગ કરવામાં આવે, તો તે જીવને પ્રતિબંધરૂપ થઈ પડે છે. અથવા શાસ્ત્રને આગ્રહરૂપ ખંડન-મંડનાથે કે બેટા વાદવિવાદ માટે ઉપયોગ કરવામાં આવે તો તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy