SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ બલાદઃ ઉપકરણમાં અપ્રતિબંધ-સાધન તે બંધન ! (રર) અને આ દ્રષ્ટિમાં જ અમ્યુચ્ચય કહે છે– परिष्कारगतः प्रायो विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ॥ ५६ ॥ ઉપકરણ વિષયમાં વળી, પ્રાયે નેગ્ય વિધાત; પાપતણું પરિહારથી, મહેદ અવિધાત. પ૬. અર્થ –ઉપકરણ વિષયમાં વિઘાત પણ પ્રાયે અત્રે હોતે નથી અને સાવદ્ય પરિહારથી એટલે કે પાપકર્મના પરિત્યાગથકી મહોદયવાળે અવિઘાત હોય છે. વિવેચન અહીં બીજે જે ગુણસમૂહ હોય છે, તે અત્રે સમુચ્ચયરૂપે (Generalisation) કહ્યો છે -(૧) અહીં ઉપકરણ સંબંધી પ્રાયે વિઘાત-ઈચ્છા પ્રતિબંધ ઉપજતું નથી, (૨) અને પાપકર્મના પરિહારથી મહદયવાળે અવિઘાત-અપ્રતિબંધ હોય છે. તે આ પ્રકારે - આ દ્રષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીને ઉપકરણ બાબતમાં પ્રાયે કોઈ પણ જાતને વિઘાત-ઈચ્છા પ્રતિબંધ ઉપજતો નથી. ઉપકરણ એટલે ધર્મસિદ્ધિમાં ઉપકાર કરે એવા ઉપસાધન. તેવા ઉપકરણ સંબંધી ઈચછાના પ્રતિબંધે કરી–આગ્રહ કરી ઉપકરણમાં આ મહાનુભાવ વિઘાત પામતો નથી, વિધ્ર પામી અટકી જતો નથી. અપ્રતિબંધ કારણ કે ઉપકરણ એ તે સાધન માત્ર છે, સાધ્ય નથી, એમ તે જાણે છે. એટલે તે સાધનમાં જ સર્વસ્વ માની બેસી રહેતો નથી, સાધનના જ કુંડાળામાં રમ્યા કરતા નથી, પણ તે દ્વારા જે આત્મસિદ્ધિરૂપ સાધ્યની સિદ્ધિ કરવાની છે, તે ભણી જ પોતાને સતત લક્ષ રાખે છે, સદાય સાધ્યરુચિ રહી તે સાધન કરે છે. એટલે ઉપકરણ સંબંધી મિથ્યા આગ્રહ, ટંટા, સાધન ધર્મના ઝઘડા એને આપોઆપ નિવસ્તી જાય છે. સાધનમાં-ઉપકરણમાં તે મૂચ્છ પામતો નથી, કારણ કે શુદ્ધ સાધ્યરુચિપણે સાધન-સેવવાં એ તેણે જિનવચન પ્રસંગથી જાણ્યું છે. “પંચ મહાવ્રત ધાન્ય તણ, કર્ષણ વધ્યા રે, સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે....શ્રી નમિ.” સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રખ્યો નિજ લક્ષ રે.”—શ્રી દેવચંદ્રજી નૃત્તિ-રિવાત –પરિષ્કાર સંબંધી, ઉપકરણ સંબંધી, એમ અર્થ છે, કાપો-માયે, ઘણું કરીને, બાહુયેથી, વિધાતા -વિદ્યાત પણુ, ઇચ્છા પ્રતિબંધ પણ, ન વિદ્યતે–નથી હોત, કરચાંઆ દષ્ટિ હેતે સતે, વિધાતશ્ચ-અને અવિધાત હોય છે. કેવા પ્રકારને હેય છે? તે માટે કહ્યું કેસાવદ્યાર્-સાવઘના પરિહારથકી, પ્રતિષિદ્ધના પરિહારથી-ત્યાગથી, મહોરચા-મહદયવાળે, અભ્યય-નિઃશ્રેયસને હેતુ એ, એમ અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy