________________
બહાદદિ : સદ્ગુરુમુખે-સતશાસ્ત્ર મુખે શ્રવણ
(૨૧) આત્માદિ અસ્તિત્વના, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યંગ નહિં, ત્યાં આધાર સુપાત્ર. અથવા સદગુરુએ કદા, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાજ.” –શ્રી આત્મસિદ્ધિ
“કેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લેવો એ ઠીક, કે અસા. ધારણ પુરુષ પાસેથી એના ગ્રંથ દ્વારા જે પરોક્ષ ઉપદેશ મળે એ ઠીક? આ પ્રશ્નને એક જ ઉત્તર ઘટે છે. અસાધારણ પુરુષો પોતાના અનુપમ આત્માને ગ્રંથમાં કેવી સારી રીતે સંક્રાંત કરી શકે છે, એ વાત જે ધ્યાનમાં લેવામાં આવે તે સહજ સમજાય એમ છે કે આ બીજો માર્ગ જ ઉત્તમ છે.”—–છે. આનંદશંકર ધ્રુવ.
એટલા માટે આ દષ્ટિવાળો મુમુક્ષુ યેગી પુરુષ તત્વશ્રવણની તીવ્ર ઉત્કંઠા ઉત્પન્ન થતાં, શ્રી સદગુરુને યોગ મેળવવા પ્રયાસ કરી તેમના શ્રીમુખે તત્વ સાંભળવા ઈચ્છે છે.
અને તેમને યોગ જે બની શકે એમ ન હોય તે સશાસ્ત્ર મુખે શું સાભળવાની શ્રવણ કરવા ઈચ્છે છે. તે કઈ પણ પ્રકારે પોતાના હૃદયમાં મંથાઈ રહેલા ઇચ્છા? તત્વપ્રશ્નોનું સમાધાન પામવા ઈચ્છે છે. તે કવચિત્ શાંતિનું સ્વરૂપ
સાંભળવા ઈચ્છે છે, તો કવચિત્ આત્મતત્તવ કેવું હશે તે શ્રવણ કરવા ઉત્કંઠિત બને છે. આ જીવે પૂર્વે એવી તે શી વિરાધના કરી હશે કે જેથી તેના મેહાદિ દેષ હજુ ટળતા નથી, એવી શંકાનું સમાધાન પામવા તે કવચિત ઈચ્છે છે, તો કવચિત ભગવાનને હાજરાહજૂર કલ્પી, સાક્ષાત્ ખડા કરી, આટલા બધા કારણ પામ્યા છતાં આ જીવ હજુ કેમ તરી જતો નથી, તેનું કારણ આપ કહો, એમ જાણે સાક્ષાત ભગવાનને પૂછી, તે સાંભળવા માટે એકતાન થઈ રહે છે. જેમકે –
શાંતિ જિન! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે શાંતિ સ્વરૂપ કિમ જાણિયે? કયમ અહો! મન પરખાય રે?....શાંતિ આતમતત્વ કયું જાણ્યું જગત ગુરુ! એહ વિચાર મુજ કહિયે, આતમતત્વ જાણ્યા વિણ નિર્મલ,ચિત્ત સમાધિ ના લહિયેમુનિસુવ્રત.”-શ્રી આનંદધનજી પૂછું પૂર્વ વિરાધના, શી કીધી ઈણ જીવ લાલ રે, અવિરતિ મોહ ટળે નહીં, દીઠે આગમ દીવ લાલ રે.” કારણ જે હો સાધે તત્વને, નવિ સમયે ઉપાદાન રે....
જિદજી શ્રી જિનરાજ પ્રકાશ મુજ પ્રતે, તેહને કણ નિદાન...જિકુંદજી.”—શ્રી દેવચંદ્રજી આ જ અર્થ કહે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org