SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિ : બીજુ ગાંગ-નિયમ, શૌચની વ્યાખ્યા (૧૭૯) અંતરશુદ્ધિ કરવી, આત્મમલિનતા દૂર કરવી, તે જ ખરું શોચ છે. કેટલાક લોકે જલથી જ શૌચ માને છે, તે યુક્ત નથી. તેથી તે કદાચ શરીરને મેલ સાફ શૌચ=અંતઃશુદ્ધિ થાય, અને તે પણ ખરેખરી રીતે બનવા યોગ્ય નથી, કારણ કે શરીર પોતે જ અશુચિની ખાણ છે, અશુચિ ઉકરડો છે. તે હજારો વર્ષ સુધી સાગર જેટલાં જલથી પણ સ્નાન કરતાં શુદ્ધ ન થાય ! એમ તો માછલાં પણ બિચારા ચોવીસે કલાક પાણીમાં પડ્યા રહે છે ! તેમ ગમે તેટલા તીર્થ સ્નાન કર્યું પણ શોચ થતું નથી. આ બાહ્ય શૌચ અહીં પ્રસ્તુત નથી, પણ અંતરંગ શૌચ જ વિવક્ષિત છે. ભાવશુદ્ધિરૂપ આધ્યાત્મિકx શૌચને છોડી, જે જલ આ શોચ છે, તે ભલે મૂઢ જનને વિમય પમાડે, પણ બુધ જનને નહિં. કારણ કે “અહો! મૂઢ જી એક વાર નાહ્યા, બીજી વાર નાહ્યા, ત્રીજી વાર નાહ્યા, એમ ફરી ફરી શુદ્ધ જળવડે નહાય છે, અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન-સુખડથી ચર્ચ છે; અને હવે અમે પવિત્ર છીએ એમ ગણી એના પર પ્રીતિ–મોહ ઘરે છે; પણ વાસ્તવિક રીતે એમ નથી. એ શરીર કદી શુદ્ધ નથી થતું. ઉકરડે કદી શુદ્ધ થાય ખરે? ન જ થાય.” –શ્રી મનસુખભાઈ કી. કૃત શાંતસુધારસ વિવેચન બુધજનો તે આવા બાહા શૌચને તેની કવચિત્ યોગ્યતા કરતાં ઝાઝું મહત્વ આપતા નથી. તેઓની દષ્ટિ તો મુખ્ય પણે અંતરંગ શુદ્ધિ ભણું જ હોય છે. તેઓ તો ધ્યાનરૂપ જલવડે, કર્મ મલની શુદ્ધિ કરવારૂપ ભાવનાન કરે છે. ધર્મરૂપ દ્રહની અંદર બ્રહ્મચર્યરૂપ નિર્મલ શાંતિતીર્થમાં તેઓ નાન કરી વિમલ વિશુદ્ધ થાય છે, દોષનો ત્યાગ કરી શીતલ થાય છે.” " ध्यानांभसा तु जीवस्य सदा यच्छुद्धिकारणम् । મ ર્મ સમાશ્રિત્યે માવરના તદુષ્ય ”શ્રી હરિભદ્રસૂરિકૃતિ અષ્ટક ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહવો ભાવીએ.” “પપરિણતિ રજ ધેય કે, નિર્મલ સિદ્ધિ વરંત.”—-શ્રી દેવચંદ્રજી x “शौचमाध्यात्मिकं त्यक्त्वा भावशुद्धयात्मकं शुभम् । ઢાવિયૌવં વડું મૂઢવિહ્માનં હિ તન્ –વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી * " स्नायं स्नायं पुनरपि पुनः स्नांति पुण्याभिरद्भिः, वारंवारं बत मलतनुं चंदनैश्चर्चयंते । मूढात्मानो वयमपमला प्रीतिभित्थाश्रयंते । नो शुद्धयंते कथमवकरः शक्यते शोधुमेवम् ॥" –શ્રી વિનયવિજયજી મહારાજકુત શાંતસુધારસ + “ઘ દૃrg મે સંતતિ, જળસ્કે સત્તાવો ! હૃત્તિ છાત્રો વિમો વિરૂદ્ર, ગુલીતિમૂa vsafમ નં –શ્રી ઉતરાધ્યયન સૂત્ર “મામા ની સંમતપૂળ, સચારા રીતરા રોષ તામિલં સુર viggવ! ન જાજિળ શુદ્ધચનિ ગ્રાન્તરામ – શ્રી મહાભારત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy