SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાષ્ટિ : સંતચરણ આશ્રય વિના વંચક (૧૩) આટલું બધું એ બિચારાએ અનંતવાર કર્યું હશે! પણ તેના હાથમાં હજુ કાંઈ આવ્યું નહિ! તેના હાથ તો ખાલી ને ખાલી ! મેક્ષ તો હતો એટલે જ દૂર પડ્યો છે ! કારણ કે એક મૂળભૂત કારણ જે કરવાનું સૌથી પ્રથમ અગત્યનું હતું, તદપિકચ્છ હાથ તેને તેને વેગ ન બને; સાચા સદગુરુનો તેને ચેાગ ન મળે, હજુ ન પ” એટલી એક ખામી રહી ગઈ ! એટલે એના એ બધાં સાધન સ્વરૂપે સાચા છતાં, તેને તો બંધનરૂપ બની એળે ગયા, શૂન્યમાં પરિણમ્યા ! હજાર કે લાખો વિજળીની બત્તી ગઠવી હોય, પણ એક “મેઈન સ્વીચ” (મુખ્ય ચાવી) ચાલુ ન હોય, તે બત્તી પ્રગટે નહિં, અંધારું જ રહે તેમ અનંત સાધન કરે, પણ સદગુરુને યાગ ન હોય, તે જ્ઞાન-દીવો પ્રગટે નહિં, અંધારું જ રહે. આ અંગે–જાણે સાક્ષાત જેગીંદ્ર ગર્જના કરતા હોય, એવો પ્રગટ ભાસ આપતા પરમ વેધક વચનો શ્રીમદ રાજચંદ્રજીએ પ્રકાશ્યા છે – “યમ નિયમ સંયમ આ૫ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લિયે; વનવાસ લિ મુખ મોન રિ, દઢ આસન પ લગાય દિયા. મન-પીન નિરોધ સ્વધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ભયો; જપભેદ જપે તપ યહિ તપે, ઉરસેંહિ ઉદાસિ લડી સબપે. સબ શાસ્ત્રના કે નય ધારિ હિયે, મતમંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યાં ન બિચારત હે મનસેં, કછુ ઓર રહા ઉન સાધનસેં; બિન સદગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બસે. તનસેં, મનસેં, ધનસું, સબસે, ગુરુદેવકિ આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમઘનો.” શ્રીમદ્ રાજચંદ્રજી આમ સંતચરણના આશ્રય વિના સમસ્ત સાધન-ક્રિયાદિ પરમાર્થે નિષ્ફળ ગયા છે, વંચક બન્યા છે, ઠગનારા બન્યા છે. ભાવગી એવા સાચા સત્પુરુષને-ભાવસાધુને આશ્રય કરવામાં આવે, તે જ સવરૂપને લક્ષ થવાથી અવંચક યોગ, સંતચરણ અવંચક ક્રિયા ને અવંચક ફલ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા આશ્રય વિના શાસ્ત્રકારે “સાધુને આશ્રીને’--સંતનો આશ્રય કરીને. એ શરદ વંચક પર ખાસ ભાર મૂકે છે. કારણ કે આ અવંચક ત્રિપુટીની પ્રાપ્તિ થયા પૂર્વેના જીવને જે જે વેગ થયા છે, જીવે છે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફળ મળ્યા છે, તે બધાય ઉપર બતાવ્યા પ્રમાણે વંચક-છેતરનારા થયા છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy