________________
(૧૫૬)
યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રમાં ઉપાદાનની વાત કહી છે તે વાત ખરી, પણ તે કાંઈ નિમિત્તનો નિષેધ કરવા માટે કે એનું ઓછું મૂલ્યાંકન કરવા માટે કહી નથી, પણ જીવને પુરુષાર્થ જાગૃતિ અર્થે સાપેક્ષપણે કહી છે, એટલે કે શુદ્ધ નિમિત્તના પ્રબળ અવલંબનપૂર્વક આત્મપુરુષાર્થ જાગ્રત રાખવા માટે કહી છે. તે એટલે સુધી કે શ્રુતજ્ઞાનનું-આજ્ઞાનું અથવા જિન ભગવાનનું અવલંબન બારમાં ગુણઠાણાના છેલ્લા સમય પર્યત કહ્યું છે, તે પણ શુદ્ધ નિમિત્તનું સેવન કેટલું પ્રશસ્ત ને ઉપકારી છે એ સૂચવે છે. માટે યુક્ત પક્ષ એ છે કે શુદ્ધ નિમિત્તના આશ્રયથી ઉપાદાનની શુદ્ધિ પ્રગટ કરતા રહી જીવે આગળ વધવું જોઈએ, આત્મવિકાસ સાધવો જોઈએ. અને એ જ જિન ભગવાનને સનાતન રાજમાર્ગ છે. આ અંગે શ્રી વિશેષાવશ્યકમાં પ્રજ્ઞાનિધિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ તથા શ્રી અરનાથ-મહિલનાથમુનિસુવ્રત જિન સ્તવનેમાં પરમ અધ્યાત્મરસપરિણત મહાત્મા દેવચંદ્રજી મહામુનિએ સૂમ મીમાંસા કરી સાંગોપાંગ નિર્ણય બતાવ્યો છે, તે મુમુક્ષને અત્યંત મનનીય છે. અત્રે વિસ્તારભયથી તેને પ્રાસંગિક નિર્દેશ માત્ર કર્યો છે – કર્તા કારણ કે કારજ સિદ્ધિ લહેરી,
કારણ ચાર અનુપ કાર્યાથી તેહ શહેરી..પ્રણમાં શ્રી અરનાથ”—શ્રી દેવચંદ્રજી કર્તા કારણના યોગે કાર્યસિદ્ધિ પામે છે, માટે કાર્યને અથી હોય તે ચાર અનુપમ કારણે ગ્રહ છે. તેમાં મુખ્ય બે કારણ છે–ઉપાદાન અને નિમિત્ત. વસતુનો નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. તે ઉપાદાન પોતે ઉપાદાનકારણપણે ન પ્રગટે ત્યાં સુધી કાર્યસિદ્ધિરૂ૫ વરતુસ્વરૂપ પ્રગટતું નથી, અને ઉપાદાનકારણ પણ નિમિત્તકારણ વિના પ્રગટતું નથી. અર્થાત કર્તાના પ્રાગે નિમિત્તકારણના અવલંબન-ઉપકારથી ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે છે અને તેથી જ કાર્યસિદ્ધિ થાય છે. વળી ઉપાદાનપણું ન થતું હોય તો નિમિત્તનું નિમિત્તકારણ પણું પણ રહેતું નથી, અર્થાત નિમિત્ત નિમિત્તકારણ કહેવાતું નથી. જ્યારે તથારૂપ ઉપાદાનકારણ પ્રગટતું જતું હોય, ત્યારે જ તે ખરેખરૂં નિમિત્તકારણ કહેવાય છે, નહિં તો નહિ. આમ કર્તા પોતે કાર્યરુચિ થઈ કાર્ય કરવા પ્રવર્ત–પુરુષાર્થ કરે અને શુદ્ધ પુષ્ટ નિમિત્ત કારણનો વિધિપૂર્વક આશ્રય કરતો રહી, ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવતો જાય તો કાર્યસિદ્ધિ થાય; નિમિત્ત અને ઉપાદાનના સહકાર-સહગથી જ કાર્ય નીપજે.
નિજ સત્તાગત ઘમ તે ઉપાદાન ગણેરી.” “ઉપાદાન ઉપાદાન પરિણતિ નિજ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિયે રે, ગ્રાહક વિધિ આધીન....લગડી મુનિસુવત.”
–શ્રી દેવચંદ્રજી દાખલા તરીકે ઘડો બનાવવામાં માટી છે તે ઉપાદાન છે, પણ દંડ-ચક્ર વગેરે નિમિત્ત ન મળે તો તે એની મેળે ઉપાદાનકારણ પણે પરિણમે નહિં, અને માટીમાંથી ઘડે કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org