________________
મિથાદષ્ટિ : “કારણ જાગે છે કારજ નીપજે'
(૧૫) મોક્ષના અમેઘ સાધનરૂપ થઈ પડે છે. જેમ ચકોર કુદરતી રીતે જ ચંદ્રને ચાહે છે, જેમ ભમરો સ્વભાવથી જ માલતીનો ભેગી બને છે, તેમ ભવ્ય-ગ્ય સુપાત્ર જીવ પણ સહજ ગુણે કરીને ઉત્તમ નિમિત્તને સંગ પામે છે.
“વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશિને તેજ સંબંધે; અણુસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે....થાશું”—શ્રી યશોવિજયજી
ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી.”—શ્રીદેવચંદ્રજી અને આ ઉત્તમ નિમિત્તને વેગ પણ શા કારણથી થાય છે? તે પણ અહીં સ્પષ્ટ કર્યું છે. ત્રણ અવંચકના ઉદયથી આ નિમિત્ત મળી આવે છે. આ અવંચક એક પ્રકારને વિશેષ છે. તેનું સ્વરૂપ હવે પછી કહે છે. આ અવંચકરૂપ કારણને વેગ બને તે તેવા નિમિત્તનો યોગ બને છે.
નિમિત્ત અને ઉપાદાન “કારણ જેગે છે કારજ નીપજે, એમાં કોઈ ન વાદ પણ કારણ વિણ કારજ સાધિયે, એ નિજ મત ઉનમાદ, સંભવ”શ્રી આનંદઘનજી “કારણથું કારજ સધે છે, એહ અનાદિકી ચાલ.લલના દેવચંદ્ર પદ પાઈયે છે, કરત નિજ ભાવ સંભાલ...લલના”શ્રી દેવચંદ્રજી
કારણ વિના કાર્ય થાય જ નહિં, આ સનાતન નિયમ છે, પણ એ કારણ વિના કાર્ય સાધવાની જે વાત કરે છે, તે તો કેવળ પિતાના મતને ઉન્માદ જ છે. છતાં કેટલાક
કે અસમંજસ ભાવે ઉપાદાન અને નિમિત્તના યથાગ્ય વિભાગ-સંબંધની મર્યાદાનું ભાન નહિં હોવાથી, અથવા બાંધી લીધેલા ભ્રામક ખ્યાલને લીધે ઊંધુ વિપર્યસ્ત સમજતા હોવાથી, એકાંતિક પક્ષ ગ્રહીને, ઉપાદાનને નિમિત્ત જાણે એક બીજાના વિરોધી પ્રતિસ્પધી હાય, એમ અર્થવિહીન શુષ્કજ્ઞાનરૂપ વાતેથી પરમ ઉપકારી નિમિત્તને અ૫લાપ કરતા રહી, ‘ઉપાદાન ઉપાદાન’ એમ શબ્દ માત્ર કહેતા ફરે છે, તે શ્રી આનંદઘનજીને શબ્દોમાં “નિજ મત ઉમાદજ છે. કારણ કે એકલી ઉપાદાનને કે એકલા નિમિત્તને એકાંતિક પક્ષ-આગ્રહ કરવો તે કેવલ વિપર્યાસરૂપ-બ્રાંતિરૂપ પ્રગટ મિથ્યાત્વ જ છે. જે એવો એકાંતિક પક્ષ ગ્રહે છે, તે ઉપાદાન ને નિમિત્તને પરસપર સાપેક્ષ પૂર્ણ અવિરોધ સહકારરૂપ સંબંધ જાણતો જ નથી, અને એકાંતિક મિથ્યા અસત્ ઉસૂત્ર પ્રરૂપણા કરી જ્ઞાનીના સનાતન માર્ગનો લેપ કરે છે–તીર્થનો ઉછેર કરે છે. કારણ કે ઉપાદાનને ભૂલી એકલા નિમિત્તને પકડ્યાથી જેમ કાંઈ વળતું નથી, તેમ નિમિત્તને છોડી એકલા ઉપાદાનથી પણ કાંઈ વળતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org