SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૨ ) યોગષ્ટિસમુચ્ચય દીન-દુ:ખી વગેરે ગમે તે હોય, ગમે તે મતસંપ્રદાયના હાય, ગમે તે જાતિના હાય, તા પણ અભેદભાવે સાચી અનુકપાથી સેવા કરવા ચેાગ્ય છે. આ અનુકંપા દાનનેા જિનેશ્વર ભગવાને કદી પણ નિષેધ નથી કર્યા. દીન, દુ:ખી, રેગી આદિની સેવા-શુશ્રુષાથે દાનશાલા, ઔષધાલય, ઇસ્પિતાલ વગેરેના પ્રખધ કરવા, તે ઘણા જીવાને ઉપકારી થઇ પડી, અનુ કંપાના હેતુ છે, શુભ આશયનું કારણુ છે. પુષ્ટ આલંબનને આશ્રી આવી દાનાદિ સેવાથી પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તે કલ્યાણનું કારણુ થઇ પડે છે. 6 આ દાનાદિ કાર્યોંમાં પણ ઉચિતપણું જાળવવાની બહુ બહુ જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વગેરે ખરાબર જોઇ વિચારીને જેમ ઘટે તેમ કરવા ચૈાગ્ય છે. દાન આપવુ તે પશુ-લે રાંકા! લેતા જા!' એવા તુચ્છ ભાવથી, અથવા ‘ઉપર દાનાદિમાં હાથ રાખવાના ભાવથી આપવું,-એ ઉચિત નથી, પણ અનુચિત છે. ચથાઊંચતપણુ ચેાગ્ય પાત્રને યોગ્ય દાન ચેાગ્ય રીતે આદરથી આપવું, તે પાત્રને પેાતાનુ દીન—લાચારપણું ન લાગે—ત વેદાય, એશીઆળાપણું ન લાગે, એમ ‘જમણા હાથ આપે ને ડાબે હાથ ન જાણે' એવી રીતે આપવું, તે ચિતપણું છે. ઇસ્પિતાલ-ઔષધાલય વગેરેમાં પણ દીન-દુ:ખી દરદીએ! પ્રત્યે અનાદર બતાવવામાં આવે, આ તે મીઆ છે” એમ જાણી તેની ખરાબર કાળજી ન લેવામાં આવે, એ ઔચિત્ય નથી. પણ ગરીબ દરદીએ પ્રત્યે તે ખાસ હમદર્દી ખતાવી, તેની એર વિશેષ કાળજી લેવી, નિ:સ્વાર્થ સેવા ખજાવવી, એ જ ખરૂ ઉચિતપણું છે. આવું ઉચિતપણું જાળવવું એ દાતા સગૃહસ્થની ફરજ છે, અને તે જળવાશે તેા જ સાચા સેવાધર્મ બજાવી શકશે. તેમાં પણુ યેાગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-ભાવમાં ચેાગ્યકાળે કરેલી ઘેાડી દાનાદિ સેવા પણુ, જેટલી લાભકારી થાય છે, જેટલી ઉગી નીકળે છે, તેટલી અકાળે કરેલી ઘણી સેવા પણ થતી નથી. વરસાદમાં એક દાણાની પણ અનેકગણી વૃદ્ધિ થાય છે, વરસાદ વગર કરોડો દાણા નકામા જાય છે. માટે સેવાધર્મમાં પણ ચેાગ્ય અવસર જાળવવેા, એ ઉચિત છે. આ બધા સ્થૂળ ઢષ્ટાંત છે. આમ સત્ર યથાયેાગ્યપણે જેમ ઘટે તેમ સેવાધર્મ આદરવા, યાતિ જનતાની સેવા કરવી, એ પણ ચરમાવર્ત્તતુ ચિહ્ન છે. “ દીન કહ્યા વિણુ દાનથી, દાતાની વાધે મામ; જલ દીએ ચાતક ખીજવી રે, મેઘ હુએ તિષ્ણે શ્યામ....ચંદ્રપ્રભ.”—શ્રી યશોવિજયજી આમ અત્રે ત્રણ મુખ્ય લક્ષણ કહ્યા,-દુ:ખીઆની દયા, ગુણી પ્રત્યે અદ્વેષ, સની અભેપડ્યે ઉચિત સેવા. આ લક્ષણ જેનામાં વર્તે છે, તે ચરમ આવત્ત માં વર્તે છે, તેને " कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्नपि । વૃત્તી વૃદ્ધિઃ વળત્તિ જળસ્રોટિğથાયયા ॥ ’-શ્રી યોવિજયજીકૃત દ્વા॰ દ્વા धर्माङ्गख्यापनार्थ च दानस्यापि महामतिः । 66 અવસ્થોચિત્યયોગેન સર્વયૅવાનુ ચર્ચા | ''—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy