________________
(૧૩૮)
ગદરિસસ્થય દાનનું ધીંગાણું સ્કુટ કરવાને ભગવાને પોતે પણ પ્રવ્રજ્યા પૂર્વે સંવત્સર દાન દીધું હતું. અરે ! દીક્ષા લીધા પછી પણ તે પરમકૃપાળુ મહાવીર દેવે અનુકંપાવિશેષથી બ્રાહ્મણને દેવદૂષ્ય વસ્ત્ર આપી દીધું હતું! *
૩. વિધિથી સિદ્ધાન્ત લેખનાદિ સિદ્ધાન્ત, સદાગમ, સશાસ્ત્રરૂપ વિષયને આશ્રોને લેખન આદિ કરવા, કરાવવા તે પણ ઉત્તમ ગબીજ છે; પણ કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે અસત્શાસ્ત્રને આશ્રીને લખવુંલખાવવું વગેરે તે ગબીજ નથી, એટલા માટે “સિદ્ધાન્તને આશ્રી” એમ કહ્યું. “અસતુશાસ્ત્ર તે મનને ચાહ પમાડી એકદમ મોહસાગરમાં ફેંકી દે છે, તે ક્ષણભર કાનને મીઠું લાગે છે, પણ પછી તે અવિદ્યાનું ઝેર ફેલાવી જીવને મૂચિત કરે છે, એવા અસત્શાસ્ત્રનું આત્માથીને શું પ્રજન જગતુપૂજ્ય એવું સશાસ્ત્ર વિદ્યમાન સતે કયા સુબુદ્ધિ પુરુષ કુશાસ્ત્રોથી પોતાના આત્માની વિડંબના કરે?” એમ શુભ ચંદ્રાચાર્યજીએ શ્રી જ્ઞાનાર્ણવમાં કહ્યું છે. એટલા માટે અત્રે તે અસશાસ્ત્રનો નિષેધ કર્યો. આત્માથી તો સતુશાસ્ત્રના જ લેખનાદિવડે તેના ભક્તિ-બહુમાન કરે.
આ સિદ્ધાતના લેખનાદિ પણ વિધિથી હોવા જોઈએ. વિધિથી એટલે ન્યાયપાર્જિત-ન્યાયથી સાચી પ્રમાણિક નીતિથી કમાયેલા ધનને જ આવા સતકાર્યમાં સદુપયોગ
થવો જોઈએ. લોકોને લૂટીને, ચૂંસીને, છેતરીને, કાળા બજાર કરીને, વિધિથી અનેક પ્રકારના ફૂટવટાવ-અપ્રમાણિકતા આચરીને કમાયેલા ધનને આવા એટલે? સતકાર્યમાં સ્થાન જ નથી. કેઈ એમ જાણતો હોય કે હું અનેક પ્રકારે
છળપ્રપંચ કરી હમણું તો પૈસો ભેગો કરું, અને પછી આવા ધર્મકાર્યમાં વાપરીશ, તે તે ભ્રાંતિમાં જ સમે છે, મૂર્ખના વર્ગમાં જ (Fool's paradise) વસે છેકારણ કે ન્યાયપાજિત ધન એ તે સન્માર્ગને અનુસરનાર માગનુસારનું પ્રાથમિકમાં પ્રાથમિક લક્ષણ છે, પ્રથમ પગથિયું છે, પ્રથમ ભૂમિકા છે, કક્કોને પહેલે અક્ષર છે. એ જ અત્રે વિધિ કહ્યો છે. અને તે ધનને પણ વિવેકપૂર્વક સતપ્રોગ-ઉત્તમ સદુપગ થવો જોઈએ. જે જે પ્રકારે તે સિદ્ધાંત-શાસ્ત્રનું બહુમાન, ભક્તિ, ગોરવ, માહાસ્ય વધે, જે જે પ્રકારે આત્મામાં તેમજ જગતમાં તેની પ્રભાવના થાય, તે તે પ્રકારે તે તે સદગ્રંથને અનુરૂપ-છાજે એવા બાહ્ય-અત્યંતર સોંગસુંદર સાધનો, લેખનાદિમાં જવાનો વિવેક વાપરવો જોઈએ;-એ વિધિ છે. આ અંગે શ્રી મનસુખભાઈએ બહુ મનનીય શબ્દો કહ્યા છે – x “धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव व्रतं ग्रहन् ददौ संवत्सरं वसु ॥”
-શ્રી દ્વારા પ્રા "ज्ञापकं चात्र भगवानिष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददद्धीमाननुकंपाविशेषतः ॥"
–શ્રી હરિભદ્રસૂરિજીકૃત અષ્ટક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org