________________
મિલાદષ્ટિઃ વિધિથી સત્પષની સેવા
(૧૩૧)
શકાય છે. એવી સેવાનો સુઅવસર મળ એ પરમ અહોભાગ્યની વાત વૈયાવચ્ચ પણ છે. વ્યાવૃત્ત ભાવ એ વૈયાવૃત્યનું લક્ષણ છે. વ્યાવૃત્તભાવ એટલે જેમાંથી ગબીજ અહંત્વ–મમત્વ આદિ ભાવો વ્યાવૃત્ત-નિવૃત્ત થયા છે, પાછા હઠી ગયા
છે તે. વૈયાવચ્ચ-સેવાધર્મ એવો હોવો જોઈએ કે તેમાં અહંકાર, મમકાર, આશંસા (ફલ–આશા) વગેરે દુષ્ટ ભાવ દૂર થઈ ગયા હોય અથવા તે “તેઓને
વ્યાધિ વગેરે આવી પડ્યું, તેને પિતાની શક્તિ પ્રમાણે સમ્યફ પ્રતીકાર કરે, નિવારણ કરવું, તેનું નામ વૈયાવૃત્ય-વૈયાવચ્ચ છે.” આવું વૈયાવચ્ચ સદગુરુ-સંતસાધુ આદિ પ્રત્યે આહાર-ઔષધદાન વગેરેવડે શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કરવા યોગ્ય છે. આ વિધિમાં ખાસ કરીને નીચેના મુદ્દા વિવેકપૂર્વક લક્ષમાં રાખવા છે –
(૧) એક તે પુરુષ વિશેષ–જે પુરુષ પ્રત્યે વૈયાવચ્ચ કરવાનું છે, તેની વય, શરીર પ્રકૃતિ, અવસ્થા-દશા વગેરે ધ્યાનમાં રાખવા જોઈએ. (૨) બીજું તેને ઉપકાર કેવા પ્રકારે થઈ શકે? કેમ કર્યું હોય તો આ સપુરુષ આત્મસાધનામાં નિરાબાધપણે પ્રવત
શકે? ઈત્યાદિ અપેક્ષા પણ લક્ષમાં લેવી જોઈએ. (૩) તે પ્રકારે પરમ વિધિ પ્રમાણે નિરપેક્ષ, દેહાદિમાં પણ સર્વથા નિઃસ્પૃહ-નિરીહ મુનિ આદિ પ્રત્યે એટલે શું? ઉપકાર કરતાં વાસ્તવિક રીતે હું આ મહારા પિતાના આત્માને જ
ઉપકાર કરું છું, હું આ વડે કરીને મહારા આત્માને જ આ સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરું છું હું ધન્ય છું કે આજે મને આવા પરમ સુપાત્ર મહાત્મા સતપુરુષની સેવા કરવાનો પરમ સુઅવસર સાંપડ્યો,-ઇત્યાદિ પ્રકારે પોતાના જ આત્માનો ઉપકાર ચિંતવવો જોઈએ. (૪) આ જે વૈયાવચ્ચ–સેવા હું કરું છું, તે ભગવાનની આજ્ઞાનું પાલન કરું , એમ ભાવવું જોઈએ. (૫) આ વૈયાવચ્ચ સર્વથા નિરાશંસપણે કઈ પણ જાતની આ લોક-પરલોકની કામના સિવાય, ફલની અભિસંધિ વિના, ફલ તાયા વગર, કરવું જોઈએ. હું સેવા કરીશ તે આ મુનિ આદિ મને કંઈ લધિ-સિદ્ધિ બતાવી આપશે, મને કોઈ તિમંત્ર-તંત્ર વગેરે ચમત્કાર દેખાડશે, મને એવો કોઈ રૂડે આશીવાદ આપશે કે-“જા બચ્ચા ! હારું કલ્યાણ થશે,’--કે જેથી કરીને હું ધન-પુત્ર આદિ ઐહિક સિદ્ધિ પામીશ, અથવા પરલોકમાં મને આથી કરીને આવું આવું ફળ પ્રાપ્ત થશે -ઈત્યાદિ પ્રકારે આ ભવ–પરભવ સંબંધી આશંસા, દુષ્ટ ખોટી આશા વૈયાવચ્ચમાં– સેવાધર્મમાં ન હેવી ઘટે. અને એટલા માટે જ અહીં કહ્યું કે આમાં ખાસ કરીને શુદ્ધ આશય હોવો જોઇએ, શુદ્ધ ચિત્તવૃત્તિ જ હેવી જોઈએ.
આ સદગુરુના સેવા-ભકિત અંગે સંત જ્ઞાનેશ્વરજી કહે છે કે-“એ ગુરુસેવા તે સર્વ ભાગ્યની જન્મભૂમિ જ છે. કારણ કે શેકવડે ચસાયેલા જીવને એ બ્રહ્મસ્વરૂપ * " व्याध्याद्युपनिपातेऽपि तेषां सम्यग विधीयते । स्वशक्त्या यत्प्रतीकारो वैयावृत्त्यं तदुच्यते ॥”
– શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તરવાર્થસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org