SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૬) યોગદષ્ટિસમુચ્ચય “મહાદિની ઘમિ અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે છે લાલ તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે છે લાલ, તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ... દીઠો સુવિધિ જિણુંદ સમાધિરસ ભર્યો લાલ.—મુનિવર્ય શ્રી દેવચંદ્રજી “દર્શન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ જિન. મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગે.વિમલ જિન”—ગીરાજ આનંદઘનજી આવું નિર્મલ આત્મદર્શન અત્ર થાય છે. (૫) અને પછી તે ગબીજવાળું ચિત્ત ભવરૂપ ભાવ કારાગૃહને પલાયનની કાલઘંટા બને છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયું, એટલે પછી ભવરૂપ કારાગૃહને-બંદીખાનાને દૂર કરનારી નાશની કાલઘંટા વાગી એમ સમજવું, સંસારનું આવી બન્યું એમ જાણવું. કારણ કે: તરસ ન આવે તે મરણ જીવન તણે, સીઝે જે દરિશન કાજ; દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ.” “તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મંગલ તૂર જીવ સરોવર અતિશય વધશે, આનંદઘન રસપૂર.”—શ્રી આનંદઘનજી : “આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે દયાલરાય!”—શ્રીદેવચંદ્રજી આવા સંશદ્ધ યોગબીજ ચિત્તને અત્રે ચરમાવત્તમાં પ્રારંભ થાય છે. કારણ કે તેવા પ્રકારની કાળલબ્ધિ વગેરેને પરિપાક થયો હોય છે, તેથી તેના તે સ્વભાવપણાએ કરીને આ સંથદ્ધ ચિત્ત આદિ ફળ પાકવાની શરૂઆત જેવા છે. જેમ આમ્રફળ તેનો કાળપરિપાક થતાં પાકવા માંડે છે, તેમ મોક્ષરૂપ ફળ અહીં છેલ્લા પગલાવમાં પાકવાની શરૂઆત થાય છે. કાળલધિ લડી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી! જાણજો રે, આનંદઘન મત અંબ-પંથડે. ” –શ્રી આનંદધનજી આવી કાળલબ્ધિનો પાક અત્રે પ્રારંભાઈ ચૂકયો છે, એટલે આનંદઘનમતરૂપ આંબાને હવે મોક્ષરૂપ ફલ પાકવાની ઝાઝી વાર નથી. એ કાળલબિધનું ગમે તેમ હો, પણ ભક્તજન તો ભક્તિના આવેશમાં ગાય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy