________________
(૧૨૩)
મિત્રાદષ્ટિ : નિષ્કામ ભક્તિ નહિં, લેભનો લાભ થાય નહિં, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હોય, અને લેકની વાહવાહની કે લૌકિક રીતની બીલકુલ પરવા ન હોય,-એવી સંશુદ્ધ ભકિત જ આ યોગદષ્ટિવાળા ખરેખરા વૈરાગી જોગીજનો કરે છે. “શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભક્ત ચેખું ચિત્ત છે.”—(શ્રી યશોવિજયજી).
૩. નિષ્કામપણું સંશુદ્ધનું ત્રીજું લક્ષણ ફલ અભિસંધિ રહિતપણું છે. સંશુદ્ધ અનુષ્ઠાન ફલની કામના વિનાનું હોય. ભકિત વગેરે નિદાન રહિત, નિકામ હોય, તે જ સંશુદ્ધ લેખાય. ઉપરમાં સંજ્ઞાનિરોધ કહ્યો, તેમાં લેભસંજ્ઞાના અભાવે ફલકામનાનો અભાવ છે, તો પછી આ જૂદું ફલશ્રહણ કેમ કર્યું? તેને ઉત્તર એ છે કે-પહેલાં જ કહ્યું હતું, તે તે ભવસંબંધી ફલની અપેક્ષાએ કહ્યું હતું, અને આ જે કહ્યું તે પરભવ સંબંધી ફલની અપેક્ષાએ કહ્યું છે. એટલે કે-પરભવમાં મને આ ભક્તિ વગેરેના પ્રભાવે, સામાનિક દેવ વગેરેની ઋદ્ધિ સાંપડે”-ઈત્યાદિ પરભવ સંબંધી ફલની કામના, નિદાન, નિયાણું ન હોય, તે જ સંશુદ્ધ ભક્તિ આદિ કહેવાય; ફલની કામના-દાનત હોય, તો સંશુદ્ધ ન કહેવાય. કારણ કે તેવી કામના સારી નથી, તેથી તેનાથી પ્રાપ્ત થતું ફલ પણ સારૂં નથી, અને તે મોક્ષપ્રાપ્તિમાં આડા પ્રતિબંધરૂપ-અટકાયતરૂપ થઈ પડે છે. કોઈ પણ પ્રકારની કામના વિનાનુંફળની આશા વિનાનું, એવું જે નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન છે, તે જ મોક્ષનું સાધન છે.
પણ તેમાં જે સ્વપ્રતિબંધ હોય, એટલે કે પ્રભુભક્તિના કુશલ ચિત્ત આદિમાં જ પ્રતિબંધ કરાય, ત્યાં જ આસંગો-આસક્તિ રખાય, તો તે કુશલચિત્તાદિ પણ તે જ સ્થાને સ્થિતિ કરાવનાર થઈ પડે, ત્યાં જ અટકાવી દે, જીવની આત્મદશા વધવા ન દે. અત્રે શ્રી ગૌતમસ્વામીજીનું પ્રસિદ્ધ દષ્ટાંત છે. તેમને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત કુશલ ચિત્ત, બહુમાન, પ્રશસ્ત રાગ હતા. પણ તે રાગ જ ઉલટો તેમને મુકિત પ્રાપ્તિમાં અવરોધરૂપ-પ્રતિબંધરૂપ થઈ પડ્યો! જ્યાં લગી તેમને તે રાગ ગયે નહિં, ત્યાં લગી તેમને કેવળજ્ઞાન થયું નહિં. જે રાગ ગયો કે તરત કેવળજ્ઞાન થયું. આ ઉપરથી સાર એ સમજવાને છે કે–પ્રભુપ્રત્યે પણ પ્રશસ્ત રાગ માત્રથી અટકી જવાનું નથી, પણ નીરાગીને સેવી નીરાગિતા પ્રાપ્ત કરવાને સતત લક્ષ રાખી આગળ વધવાનું છે. “વીતરાગ શું છે જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવ ભય વારણે.”—(શ્રી દેવચંદ્રજી)
આમ આવું નિષ્કામ ભક્તિ આદિ અનુષ્ઠાન જ ગસિદ્ધિનું સાધક થાય છે. કારણ કે જે શાલિનું બીજ ન હોય તેમાંથી કોઈ કાળે શાલિનો અંકુર ફૂટે નહિ અને શાલિ–
x “प्रतिबन्धैकनिष्ठं तु स्वतः सुन्दरमप्यदः ।।
તરરારિથતિરાવ વીરે તમરાવત ”—શ્રી યશોવિજ્યજીકૃત દ્વારા દ્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org