SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ બિમાર : દશ સંજ્ઞા નિરોધ (૧૧) બીજા બધાં કામ એક કમરે મૂકી દઈ-પડતા મૂકી, પ્રભુભક્તિને પરમ આદરવા ચોગ્ય માની, શુદ્ધ આશયથી પ્રભુભક્તિમાં લીન થવાની બુદ્ધિ રાખવી, તેનું નામ ઉપાદેય બુદ્ધિ છે. સાચા ભક્તના હૃદયમાં બીજાં બધાં કાર્ય કરતાં પ્રભુભક્તિનું સ્થાન ઊંચામાં ઊંચું હેઈ, આવી પરમ ઉપાદેય બુદ્ધિ પ્રગટે છે. “શુદ્ધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતે પામે, પરમ અમૃતરસ ધામજીશીતલ”-–શ્રી દેવચંદ્રજી ર. સંજ્ઞા નિરોધ સંશુદ્ધનું બીજું લક્ષણ એ છે કે તેમાં દશ પ્રકારની સંજ્ઞાનો નિરોધ-ઉદય અભાવ હોવો જોઈએ. દશ સંજ્ઞા આ છે–આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસ જ્ઞા, માયા સંજ્ઞા, લોભસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા. આમાંની કોઈ પણ સંજ્ઞાનો ઉદય ભક્તિ આદિ કાર્યમાં ન જ થાય, તો જ તે ભક્તિ આદિ સંશુદ્ધ ગણાય છે. તે સંજ્ઞા ટાળવાની ભાવના આ પ્રકારે – આહાર સંજ્ઞા–ભક્તિમાં એવી તલ્લીનતા, તન્મયતા થઈ જાય કે આહાર વગેરે પણ ભૂલાઈ જાય, ખાવા-પીવાનું પણ ભાન ન રહે, એવી પ્રભુભક્તિની ધૂન આ ભક્ત જોગીજનને લાગે છે. “પિયુ પિયુ કરી તેમને જપું રે, હું ચાતક તુમ મેહ.”—શ્રી યશવિજયજી ભયસંજ્ઞા-ભક્તિમાં તે ભયને જ ભય લાગી તે ભાગી જાય! દૂરથી જ પલાયન કરી જાય. તે પછી પરમ સમર્થ પરમાત્મા જેવાનું જેણે પરમ નિર્ભય ચરણ-શરણ બ્રહ્યું છે, એવા ભક્તરાજને ભય શાને? કારણ કે – “દુખ દોહગ દરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ; “ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગાજે નર એટ?....વિમલજિન સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મનવિશરામી વાલહે રે, આતમો આધારવિમલજિન” સખ્ત મહાભય ટાળતો રે, સપ્તમ જિનવર દેવ.”—શ્રી આનંદધનજી જસુ ભગતે નિરભય પદ લહીએ, તેહની સેવામાં સ્થિર રહીએ...દીઠ”–દેવચંદ્રજી “ મીતામયgવમનિતિમદિવાન ”– શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર. તારુ નાશકુવાતિ મયં મિથેવા”-- શ્રી ભક્તામર સ્તોત્ર મૈથુનસંજ્ઞા-તુછ કામવિકારનો તો ભક્તિ વેળાએ ઉદ્દભવ ઘટે જ નહિં. કારણ કે નિષ્કામ એવા પરમાત્માનું નામસ્મરણ પણ કામનો નાશ કરનારું છે, એટલે એ ગી પુરુષ તે કામનું સ્મરણ પણ કરે નહિં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy