________________
આઠ યોગદષ્ટિ/ સામાન્ય કથન : સારસમુચ્ચય
( ૯ ) દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે, રયણશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે....
વિર૦”
- શ્રી યોગસક્ઝાય, ૨-૫ PARAY2244-( Summary) પ્રારંભમાં જે ઇચ્છાગ આદિ ત્રણ યોગ કા, તેમાં અંતર્ભાવ-સમાવેશ પામતી સામાન્યથી આ આઠ દષ્ટિ છે. મિત્રા, તારા, બલા, દીપ્રા; સ્થિરા, કાંતા, પ્રભા, પરા, તેમાં ઉત્તરોત્તર વધતો જતો બેધ,–તૃણ અગ્નિ, ગેમિયન, કાષ્ઠઅગ્નિ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે – અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠમાં પહેલી ચાર સુધી મિથ્યાત્વ હોય છે, પાંચમી સ્થિર હષ્ટિથી સમ્યકત્વને પ્રારંભ થાય છે.
મિત્રા આદિ ચારમાં મિથ્યાત્વ હોવા છતાં તેને સઇદષ્ટિમાં ગણ, તેનું કારણ એ છે કે તે સમ્યકત્વના કારણરૂપ થાય છે, એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવ્યા છે, જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી વગેરે અવસ્થાઓ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાં-સિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાઓ-આત્મદશાઓ અવશ્ય ઉપયોગી હોય છે. મિત્રા આદિ દષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુર્યની–મીઠાશની પ્રાપ્તિ થાય છે.
આ આઠ દષ્ટિમાં, યમ–નિયમ વગેરે ભેગના આઠ અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હોય છે; ખેદ-ઉદ્વેગ વગેરે આઠ પ્રકારના ચિત્ત-આશય દોષનો ત્યાગ થતાં, અનુ ક્રમે આ આઠ દૃષ્ટિ સાંપડે છે, અને અષ-જિજ્ઞાસા વગેરે આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ દષ્ટિમાં આવિર્ભાવ પામે છે–પ્રગટે છે.
અત્રે “દષ્ટિ' શબ્દનો અર્થ સશાસ્ત્ર શ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એવો બોધ છે; અને તેના ફળરૂપે અસતુપ્રવૃત્તિ અટકે છે, ને સંતુપ્રવૃત્તિપદ પ્રગટે છે.
આ દષ્ટિ આઠ કહી, તે તે કર્મના આવરણ ટાળવાની અપેક્ષાએ, સ્થલ દષ્ટિબિન્દુથી કહી છે. બાકી સૂક્ષમ રીતે જોઈએ તે યોગના સ્થાન અસંખ્ય છે.
આ આઠ દૃષ્ટિમાંથી મિત્રો આદિ જે પહેલી ચાર છે, તેને પ્રતિપાત-શ થાય પણ ખરે આવીને ચાલી પણ જાય, અને જો તેમ થાય તો નરકાદિ અપાય પણ ઉપજે. આમ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી–પાછી પડનારી કે અપ્રતિપાતીપાછી ન પડનારી હોય. એમ વિકલ્પરૂપ ભજના છે. પણ છેલ્લી ચાર સ્થિરા આદિ દષ્ટિ તે અપ્રતિપાતી જ હોય આવ્યા પછી પાછી પડે જ નહિં એવી હેય, અને તેથી તેમાં નરકાદિ અપાય પણ હેય નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org