________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન છે પ્રતિપાતી-અપ્રતિપાતી દષ્ટિ
( ૯ ) प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्तत्प्रतिपातेन नेतराः ॥ १९ ।।
પ્રથમ ચાર પ્રતિપાતિ છે, બીજી ચાર ન તેમ;
અપાયયુત પ્રતિપાતથી, આ પણ-અન્ય ન એમ. ૧૯ અર્થ –પહેલી ચાર દષ્ટિએ પ્રતિપાતયુક્ત (પડી જાય એવી) છે, પાછલી ચાર દષ્ટિઓ તેમ નથી, અને તેના પ્રતિપાત કરીને આ પહેલી ચાર દષ્ટિ અપાયવાળી પણ હોય છે –બીજી તેમ નથી.
વિવેચન આ જે આઠ દૃષ્ટિ કહી, તેમાંની મિત્રા આદિ પહેલી ચાર પ્રતિપાતી પણ
હેય છે, આવીને પાછી પડી જાય એવી “પણ” હોય એટલે કે પડી પહેલી ચાર પ્રતિ જાય જ એમ નહિ, પણ પડે પણ ખરી, એવી હોય છે. અને સ્થિરા પાતી પણ હોય વગેરે જે પાછલી ચાર દષ્ટિ છે, તે તો અપ્રતિપાતી જ છે, આવ્યા પછી
પડે જ નહિં, ભ્રષ્ટ થાય જ નહિં, સ્થિર જ રહે એવી હોય છે. અને જે પહેલી વાર કહી, તેમાં જે કદાચ પ્રતિપાત થાય-ભ્રંશ થાય, એટલે કે તે દષ્ટિ આવીને જે પાછી ચાલી જાય, તે અપાય એટલે નરકાદિ દુઃખરૂપ બાધા-હાનિ
વૃત્તિ:-પ્રતિપાતયુત્તા–પ્રતિપાત યુક્ત, બ્રશયુક્ત (પાછી પડી જાય એવી), શાદાશ્ચરોઆદ્ય ચાર, મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિઓ. આ પણ તથા પ્રકારના કર્મચિયને લીધે, પ્રતિપાતયુક્ત પણું હોય છે, પરંતુ પ્રતિપાતયુક્ત જ હોય એમ નથી. તેથી-તેના ઉત્તર ભાવથી-૩૪ તથા ઉત્તર એટલે પાછળની ચાર દષ્ટિ તેમ નથી. એટલે સ્થિર આદિ ચાર તે પ્રકારે પ્રતિપાતયુક્ત નથી (પડતી નથી). કારણ કે આમ છે, તેથી કરીને-સાપાયા -અપાયયુક્ત પણ છે, -દુર્ગતિના હેતુ પણાએ કરીને, gતા –તે આ જ (પહેલી ચાર દષ્ટિ) છે. કેવી રીતે ? તો કે-અતિવતન-પ્રતિપાતથી, ભ્રંશવડે કરીને; નેતા -ઈતર તેમ નથી, એટલે સ્થિર આદિ બીજી દૃષ્ટિએ અપાવયુક્ત નથી.
શંકા શ્રેણિક આદિને આને અપ્રતિપાત છતાં, અપાય કેમ થયો?
સમાધાન–આ દૃષ્ટિના અભાવમાં (પૂર્વ) ઉપજેલા કર્મના સામર્થ્યથી. એટલા માટે જ પ્રતિપાતવો કરીને સંભવમાત્રને અપેક્ષીને “ સાપાય પણ એમ કહ્યું. તથાપિ પ્રવૃત્તિના વિષયપણા ઘણું કરીને આમ હોય છે, એટલા માટે સૂત્રને એમ ઉપન્યાસ–ગોઠવણ છે.
અથવા સદ્દષ્ટિને અઘાત હતાં અપાય પણ અન પાય જ છે, કારણ કે પાકવડે કરીને વજતંદુલની જેમ તેના આશયને કાયદુઃખને સદભાવમાં પશુ, ક્રિયાની ઉ૫પત્તિ હોતી નથી. એટલા માટે એમ ઉપન્યાસ (રજૂઆત) છે. યુગાચાર્યો જ અત્ર પ્રમાણ છે. (પાકથી વજdદુલ ન પાકે, તેમ તેના ચિત્તને-આશયને દુઃખ ઉપજતું નથી.) એટલે પ્રતિપાતવડે કરીને બીજી ચાર દૃષ્ટિ અપાયયુક્ત નથી એમ સ્થિત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org