________________
આઠ ગદષ્ટિનું સામાન્ય કથન: આઠ ગુણુ
અથવા બીજી રીતે અધ્યાત્મ પરિભાષામાં આ દોષ ઘટાવીએ તો-(૧) આત્મતત્વની સાધનામાં જીવની દઢતા ન રહે-ખેદ ઉપજે, (૨) તે સાધનામાં ઉગ-અણગમો આવે, (૩) એટલે ચિત્તવિક્ષેપ પામી પરવતુમાં-પરભાવમાં દોડ્યા કરે, ઉધામા નાખે, (૪) અને આમભાવમાંથી ઉઠી જાય (ઉત્થાન), (૫) એટલે પછી ભ્રાંતિ–વિપયોસ પામી ચારે કોર પરભાવમાં ભમ્યા કરે, (૬) ને એમ કરતાં તેમાં આનંદ પામે-રમણતા અનુભવે (અન્યમુદ્દ), (૭) એટલે રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ–સન્નિપાત (રોગ) લાગુ પડે, (૮) અને પરવસ્તુમાં–પરભાવમાં આસંગો–આસક્તિ ઉપજે. ઇત્યાદિ પ્રકારે આની યથામતિ ઘટના કરી શકાય છે. અને આ દોષ દૂર થવાનો ક્રમ પણ પરસ્પર સંકળાયેલ છે, તે આ પ્રમાણે –
(૧) ધર્મક્રિયામાં પ્રથમ તે મનની દઢતા રહે, ખેદ ન થાય, (૨) તે ઉગ-અણુગમો ન ઉપજે, વેડરૂપ ન લાગે; (૩) એટલે વિક્ષેપ ન ઉપજે, (૪) અને ચિત્ત તેમાંથી ઊઠી ન જાય, (૫) એટલે ચારે કેર ભમે નહિં, (૬) અને અન્ય સ્થળે આનંદને પ્રસંગ બને નહિં; (૭) એટલે પછી ક્રિયાને રોગ લાગુ પડે નહિં, (૮) અને અમુક સ્થળે આસક્તિઆસંગે પણ ઉપજે નહિં.
– આઠ ગુણનું સ્વરૂપ – ૧. અષ–ષ ન હ તે અદ્રષ. સત્ તત્વ પ્રત્યે શ્રેષ-મત્સરનો અભાવ એ પ્રથમ ગુણ છે, સન્માર્ગનું પ્રથમ પગથિયું છે, પ્રથમ ભૂમિકા છે.
સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ.
“ઢેષ અરોચક ભાવ. ” – અવધૂત શ્રી આનંદઘનજી આમ “સ” પ્રત્યે અરુચિભાવ-અણગમો તે છેષ, અને તેવી અરુચિનો-અણગમાનો અભાવ તે અદ્વેષ. આ નકારાત્મક (Negative) પણ ગુણ છે. તે ઉપજે તે પછી
૨. જિજ્ઞાસા–સત્ તત્વને જાણવાની અંતરંગ ઈછા, ઉત્કંઠા, તાલાવેલી, તમન્ના ઉપજે. એટલે પછી–
૩. શુશ્રષા–તત્વને સાંભળવાની ઉત્કટ ઇચછા પ્રગટે, એટલે પછી– ૪. શ્રવણ—સત્તાવને સાંભળવાનું બને. એટલે પછી
પ. બેધ-તરવને બધ-જ્ઞાન થાય, ઉપદેશ લાગે-ચેટ, પ્રતિબંધ પામે-બૂઝે. એટલે પછી–
૬. મીમાંસા--થયેલા તરધનું મીમાંસન-સૂમ વિચારણા-ચિંતન-ઊહાપોહ થાય. હેય, ઉપાદેય આદિને સૂક્ષમ વિવેક પ્રગટે. એટલે પછી–
૭. પ્રતિપત્તિ-આદેય તત્વનું અવગઢ ગ્રહણ-અંગીકરણ થાય, અંતરાત્માથી તત્વવિનિશ્ચયરૂપ માન્યપણું થાય, અનુભવન થાય. એટલે પછી–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org