________________
આઠ યોગદાનું સામાન્ય કથન
ઈત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિરા દષ્ટિના બોધનું સમાનધર્મપણું– સરખાપણું છે, તે અત્રે યથામતિ સંક્ષેપમાં વિવેચ્યું છે. તથાપિ કેળના પત્રની અંદર પત્ર હેય છે, તેમ જ્ઞાનીની વાતની અંદર વાત હોય છે, તેને વિસ્તાર કેમ કરી શકાય?
“જૈસે કેલકે પાતમેં, પાત પાતમેં પાત; તિસે જ્ઞાનીકી બાતમેં, બાત બાતમેં બાત.”
૬. કાંતા દષ્ટિ છઠ્ઠી દીઠી રે હવે કાંતા કહું, તિહાં તારાભ પ્રકાશ, ” શ્રી ગo સક્ઝાય
છઠ્ઠી કાંતા દષ્ટિમાં તારાની પ્રભા જેવો બોધ હોય છે. આ કાંતા” દ્રષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જે પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરનાં બીજા
સમસ્ત કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દષ્ટિવાળો • કાંતા જેવી સમ્યગૃષ્ટિ પુરુષ ભલે બીજું કામ કરતા હોય તે પણ તેનું ચિત્ત કાંતા સદા કૃતધર્મમાં જ લીન રહે છે. કર્મની પ્રેરણાથી ચિઠ્ઠીના ચાકરની
જેમ તેને પરાણે સંસાર સંબંધી કર્મ કરવું પડે, પણ તેમાં તેની અનાસક્તિ જ હોય છે. તેની પરમ આસક્તિ–ભક્તિ, પરમ પ્રેમ તે કેવળ શ્રતધર્મમાં જ એટલે “જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે જ હોય છે.
મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તેમ કૃતધર્મ મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે
ધન ધન શાસન શ્રી જિનવરતણું”—શ્રી ગઢ સઝાય આવી આ કાંતા દષ્ટિને તારાની પ્રજાની ઉપમા આપી છે, તે પણ અત્યંત સમુચિત છે, કારણ કે રત્નની પ્રભા કરતાં તારાનો પ્રકાશ અધિકતર હોય છે, તેમ સ્થિરા
દષ્ટિ કરતાં આ દષ્ટિનો બોધ વધારે પ્રકાશમાન-વધારે ગાઢ હોય છે. તારા પ્રભા તારા પ્રકાશ ગગનમાં ચમકારા કરતે રહી પ્રકૃતિથી-સ્વભાવથી સમી કાંતા સ્થિત જ હોય છે, ધ્રુવ હોય છે, સદાય અખંડપણે મજૂદ જ હોય છે,
તેમ આ દષ્ટિનો બોધ પણ સદાય ચિદાકાશમાં ચમકતા રહી, સહજ સ્વભાવે સ્થિત જ હોય છે, ધ્રુવ રહે છે, સદાય અખંડપણે હાજરાહજૂર જ હોય છે.
અને એટલા માટે જ અત્રે તથા પ્રકારનું ભાવ અનુષ્ઠાન–સક્રિયા આચરણ હોય છે. જ્ઞાનને અનુસરતી જે સતક્રિયા તેનું નામ “અનુષ્ઠાન છે. એટલે આ સમ્યગુજ્ઞાનીને જે આત્મ
જ્ઞાન થયું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ છાજે એવી આમાનુચરણરૂપ ભાવનિરતિચાર ક્રિયા કરવાનો-સચ્ચારિત્ર પાળવાનો આ પુરુષ સતત પ્રયત્નપૂર્વક પુરુષાર્થ સદનુષ્ઠાન સેવે છે. આ પુરુષના વંદન-ભકિત, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના
આદિ ભાવથી હેય છે. તેને આત્મા પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org