SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૬ ). થાગદgસસ્થય મેઘસહિત મેધે રહિત, રાત્રિ દિવસમાં તેમનું ગ્રહ સહિત ગ્રહ રહિત ને, બાલ આદિની જેમ અહીં જાણવા ગ્ય છે, ઓધદષ્ટિ તે તેમ; મિથ્યાદષ્ટિ આશ્રી, ઇતર આશ્રયી એમ, ૧૪. અર્થ–મેઘવાળા કે મેવ વિનાના રાત કે દિવસમાં, ગ્રહસહિત કે શહરહિત, એવા બાલક કે અબાલકના જેવી અહીં ઓઘદષ્ટિ જાણવી, અને તે વળી મિથ્યાષ્ટિ આશ્રયી કે અમિથ્યાષ્ટિ આશ્રયી પણ હોય. વિવેચન “સઘન અઘન દિન રયણમાં, બાલ વિકલ ને અનેરા રે; અરથ જુએ જેમ જૂજૂઆ, તિમ ઓઘ નજરના ફેરા રેવર.” - શ્રી કે. દ. સ ઝાય ૨-૨ એક તે સમેઘ-મેઘવાળી મેઘલી રાત્રીમાં દષ્ટિ, તે કંઇક માત્ર ગ્રહણ કરનારી હોય છે; બીજી તે અમેઘ-મેધ વિનાની રાત્રિમાં જરા વધારે અધિક ગ્રહણ કરનારી હોય છે; આદિ શબ્દથી દિવસનું ગ્રહણ છે. એટલે એક સમેવ–મેઘલા દિવસમાં, તથા બીજી અમેઘ-મેઘ વગરના દિવસમાં. અને આ એમાં વિશેષ છે-તફાવત છે. આ દષ્ટિ વળી સંગ્રહ-રહગ્રસ્ત (ભૂત વગેરે ભરાયેલા ) દાની હેય, અને આદિ શબ્દથી અગ્રહતી એટલે ગ્રહગ્રસ્ત નથી એવા દઝાની હોય. આ બેનો પણ તફાવત હોય છે - ચિત્ર વિશ્વમ આદિના ભેદને લીધે. - આ વળી બાલક દષ્ટાની હેય, અને આદિ શબ્દથી અબાલકની પણ હેય. આ બન્નેને પણ વિવેકવિકલતા આદિ ભેદને લીધે ભેદ હોય છે. આ વળી મિથ્યાદષ્ટિની એટલે કાચ (પલ–મોતીઓ-નેત્રરોગ ) વગેરેથી જેની દૃષ્ટિ ઉપહતઅવરાયેલી-કંકાયેલી છે એવાની હોય; અને તેનાથી-કાચ વગેરેથી જેની દષ્ટિ ઉપહત-અવરાયેલી નથી એવા અમિયાદષ્ટિની હોય. જેમ આ દષ્ટિભેદ – એક જ દશ્યમાં પણ,- ચિત્ર (જૂદા જૂદા પ્રકારના) ઉપાધિભેદને લીધે હોય છે; તેમ પારલૌકિક પ્રમેયમાં-પરલેક સંબંધી જ્ઞાનવિષયમાં પણ, ક્ષયોપશમની વિચિત્રતાને લીધે, ચિત્ર એટલે જુદા જુદા પ્રકારને પ્રતિપત્તિભેદ હોય છે. (માન્યતભેદ–ગ્રહણભેદ હોય છે). આ કારણે આ દર્શનભેદ એટલે જૂદા જૂદા દર્શનને ભેદ છે, એમ યોગાચાર્યો કહે છે. ખરેખરા આ દર્શનભેદ તે સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથ યોગીઓને હેત જ નથી, કારણ કે તેઓને યથાવિષય–પોતપેતાના વિષય પ્રમાણે નયના ભેદોને અવધ-સાચી સમજણ હોય છે. એની પ્રવૃત્તિ પણ પસાથે હોય છે. તેમને શ્રદ્ધ ધન હવાપાણ કરીને, તેઓને આગ્રહ વિનવૃત્ત-અત્યંત દૂર થઈ ગયેલ હોય છે તેથી કરીને, તેઓનું મૈત્રી આદિને પરતંત્રપણું હોય છે તેથી કરીને, અને ચારિચરિક સંછ. વની ચકચારણ નીતિથી (ચાર સંજીવની ચાર ન્યાય પ્રમાણે) તેમના આશયનું ગંભીર ઉદારપણું હોય છે તેથી કરીને. અરું ઘર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy