________________
યોગદરિસમુસ્થિય “વીર્ય ક્ષાયિક બલે ચપળતા ગની, રાધી ચેતન કર્યો શુચિ અલેશી,
ભાવ શેલેશીમે પરમ અક્રિય થઈ, ક્ષય કરી ચાર તનુ કમશેષી.”—શ્રી દેવચંદ્રજી મન-વચન-કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદગલ સંબંધ ;
એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો અપૂર્વ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપજે..અપૂર્વ”
–શ્રીમદ રાજચંદ્રજી આમ આ સંન્યાસ યંગ શેલેશી અવસ્થામાં પ્રાપ્ત થાય છે.
– યથાપ્રવૃત્તકરણ આદિ – ભાને યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણેય કરણ પ્રાપ્ત થાય છે, અને બીજાઓને એટલે કે અભને પહેલું યથાપ્રવૃત્તકરણ જ હોય છે, બીજા કરણ તેને કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિ. અત્રે કરણ એટલે પરિણામ. (ગાથા ૧).
જેમ ગિરિ-નદીનો પત્થર ઘસાતાં પીસાતાં, કૂટાતાં, પીટાતાં, ઘર્ષણ-ઘર્ણન ન્યાયે ગેળ લી થાય છેતેમ અનાદિ સંસારમાં રખડતા આથડતા જીવને કવચિત કવચિત
કેમ કરીને ભાવમલની ક્ષીણતા થતાં તથાભવ્યતાનો પરિપાક થયે યથાપ્રવૃત્તકરણ એવો કોઈ વિશિષ્ટ આત્મપરિણામ થઈ આવે છે, એવી કઈ કર્મ
સ્થિતિ રસની મંદતા ઉપજે છે, કે તે ગ્રંથિની નિકટ આવી પડે છે. આગુસે ચલી આતી હે” એ રીતે અનાદિ કાળપ્રવાહમાં પ્રવર્તતાં પ્રવર્તતાં જીવને જે કવચિત કિંચિત્ ભાવચમકારા જેવું સામાન્યપણે (Ordinarily) પ્રવર્તે છે એવું પૂર્વાનુપૂર્વકરણ તે યથાપ્રવૃત્તકરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ તે જીવ અનંતવાર કરે છે, ને અનંતવાર ગ્રંથિની નિકટ આવે છે. પણ તે માત્ર સામાન્ય-સાધારણ પ્રયત્નરૂપ હોઈ આત્મવીર્યની મંદતાને લીધે તે ગ્રંથિભેદ કર્યા વિના પાછો વળી જાય છે. આ કરણ ભવ્ય-અભવ્ય બને પ્રાપ્ત થાય છે, પણ બીજા બે કરણ એકલા ભવ્યને જ પ્રાપ્ત થાય છે, અભવ્યને નહિ, એટલે જ તે મોક્ષમાર્ગમાં પ્રવેશી શકતા નથી.
અને ભવ્ય પણ જ્યાં લગી અપૂર્વ (Unprecedented) આત્મપરિણામરૂપ ભાવને પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ કુરાવી, અનન્ય પ્રયત્નથી-અસાધારણ (Extra ordinary
effort) પ્રયાસથી, પોતાના સર્વ સામર્થ્યથી (With all his might) અપૂર્વ પુરુષાર્થ શૂરવીરપણે “યહોમ કરીને, ગ્રંથિરૂપ દુધ દુર્ગને ભેદ કરવા સર્વ
ત્માથી પ્રવર્તતે નથી, ત્યાંલગી તે પણ તે કાર્યમાં સફળ થતો નથી. કારણ કે ગ્રંથિભેદરૂપ દુર્ધટ કાર્ય માટે અસામાન્ય-અસાધારણ પ્રયત્નની જરૂર છે. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org