SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સામયોગ (૩૩) દેહરહિત મુક્ત અવસ્થા પામી, સિદ્ધિપદને પ્રાપ્ત થતે દીઠો કે સાંભળ્યો નથી. અને જે શાસ્ત્રદ્વારા અગીપણાનું પ્રત્યક્ષ જ્ઞાન થતું હોત, તે તે પ્રત્યક્ષપણે તેને સિદ્ધિપદની પ્રાપ્તિ થવી જોઈતી હતી. પણ તેમ તે બનતું દેખાતું નથી. અને આમ છે એટલા માટે જ, સામર્થ્યગ જે છે તે અવાય છે, કદાો જાય એવો નથી, શાસ્ત્રવાણીને અગોચર છે. કારણ કે શાસ્ત્રનો વિષય પરોક્ષ છે, અને સામર્થ્ય ગને વિષય પ્રત્યક્ષ એટલે કે આત્માનુભવગોચર છે, સાક્ષાત્કારરૂપ અવાચ્ય છે. એટલે જ આ સામર્થયેગ તેના ગીને સ્વસંવેદનસિદ્ધ, આત્માનુ ભવગમ્ય કહ્યો છે. આ “ગ” એટલે ક્ષપકશ્રેણિગત ચગીને ધર્મ વ્યાપાર જ છે, અર્થાત્ ક્ષપકણ જેણે આરંભેલી છે એવા સમર્થ યેગીને આત્મસ્વભાવ રૂપ ધર્મમાં વર્તનારૂપ જે ધર્મવ્યાપાર છે, તેનું નામ જ સામર્થ્ય છે. એમાં આત્માનુભવનું-સ્વસંવેદનજ્ઞાનનું પ્રધાનપણું હોય છે, એટલે જ એને સામર્થયેગ કહેલ છે. “પ્રગટે અનુભવ રસ આસ્વાદ.” વાસી અનુભવ નંદનવનના, ભેગી આનંદઘનના.” શ્રી દેવચંદ્રજી આ આ સામર્થ્યાગ “પ્રાતિજ્ઞાનથી સંગત-સંયુક્ત હોય છે, અને તે સર્વજ્ઞપણ આદિના સાધનરૂપ-કારણરૂપ થાય છે. તે આ પ્રમાણે – પ્રાતિજ જ્ઞાન એટલે પ્રતિભાથી ઉપજતું જ્ઞાન, પ્રતિભાસંપન્ન જ્ઞાન. પ્રતિભા એટલે અસાધારણ પ્રકાશ, ઝળક, ચમકારે. જેમાં અસાધારણ આત્માનુભવનો પ્રકાશ ઝળકે છે ચમકે છે તે પ્રાતિજ્ઞાન. જેમાં ચૈતન્યશક્તિને અસાધારણ–અતિશયપ્રાતિજ જ્ઞાન વંત ચમત્કાર, અપૂર્વ અનુભવ પ્રકાશ, પ્રતિભાસે છે, પ્રગટ જણાય છે-- અનુભવાય છે, તેનું નામ “પ્રાતિજ જ્ઞાન” છે. આવું પ્રતિભ જ્ઞાન અત્રે સામગમાં હોય છે. એને માર્ગાનુસારી પ્રકૃe “હ” (અનન્ય તત્વચિંતન) નામનું જ્ઞાન પણ કહે છે, કારણ કે માગનુસારી એટલે સાક્ષાત્ મોક્ષમાર્ગે ચાલ્યા જતા “દષ્ટા” યેગીનું અત્રે શુદ્ધ માર્ગને અનુસરતું અનન્ય તત્વચિંતન હોય છે. જેમકે – “જડ ને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ જડ તે સંબંધ માત્ર, અથવા તે સેય પણ પર દ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિર્ચથને પંથ ભવ અંતને ઉપાય છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy