SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) યાગદસમુચ્ચય “શ્રદ્ધા જ્ઞાને જે ગ્રહો રે, તેહી જ કાર્ય કરાય રે..દયાલરાય ! કાર્યરુચિ કત્તી થયે રે, કારક સવિ પલટાય રે..દયાલરાય ! આતમ ઘર આતમ રમે રે,નિજ ઘર મંગલ થાય રે...દયાલ શ્રી યુગમંધર વિનવું રે” – શ્રી દેવચંદ્રજી અને ઉપરમાં વ્યાખ્યા કરી હતી તે પ્રમાણે, જેનાવડે કરીને આત્મા સ્વરૂપસ્થિતિથી ભ્રષ્ટ-પ્રમત્ત થાય, તેનું નામ પ્રમાદ” છે. તે પ્રમાદ જેને નથી, જે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરે છે, તે અપ્રમત્ત અથવા અપ્રમાદી છે. આ અપ્રમત્ત પુરુષ મદ, વિષય, કષાય, વિકથા, રાગ-દ્વેષ વગેરે પ્રમાદ પ્રકારોથી પર હોય છે. કારણ કે પ્રમાદ ન સ્પશી શકે એવા ઊંચા, નિલેપ, ઉદાસીન, શુદ્ધ આત્મપદમાં તે બિરાજમાન હોય છે, અને એમાં જ તે નિત્ય રત, નિત્ય સંતુષ્ટ ને તૃપ્ત હોય છે, એમાં જ તેને પરમ સુખ પ્રાપ્ત થાય છે. આવા આત્મરામી પુરુષને પ્રમાદ ક્યાંથી હોય? સયલ સંસારી ઇઢિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહીયે નિષ્કામી શ્રી શ્રેયાંસ”–શ્રીઆનંદઘનજી આ આત્મારામ પુરુષ અત્યંત આત્મપયોગવંત હાઈ, સતત આત્મજાગૃતિમય હેઈ, પંચ મહાવ્રતના શુદ્ધ દ્રવ્ય-ભાવ પાલનમાં કંઈ પણ ખલના આવવા દેતા નથી, પંચ આચારમાં લેશ પણ અતિચાર લાગવા દેતો નથી, પંચ વિષયમાં રાગ-દ્વેષ રહિત વે છે, પંચ સમિતિ-ત્રિગુપ્તિ આદિ બરાબર સાચવે છે, ક્રોધાદિ ચાર કષાયને પરાજય કરે છે, સર્વ પ્રમાદ આચરણ દૂરથી વજે છે, અને સર્વત્ર સમભાવ ભાવત રહી યથાસૂત્ર સર્વ આચરણ કરે છે, “સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિધાર તરવારની” –શ્રી આનંદધનજી અને આ આદર્શ દ્રવ્ય-ભાવ નિર્ગથ અપ્રમત્ત યોગી, ચારિત્રમેહને નાશ કરવામાં કેવા શૂરવીરપણે પ્રવર્તે છે, તેનું તાદશ પરમ સુંદર શબ્દચિત્ર રજૂ કરતું અપૂર્વ કાવ્ય અત્રે ટાંકવાની લાલચ રોકી શકાતી નથી:– “સર્વ ભાવથી ઓદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં, દેહે પણ કિંચિત મૂચ્છી નવ જય જ....અપૂર્વ અપૂર્વ અવસર એવો કયારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે? દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પક્ષીણ ચારિત્રમેહ વિલેકિયે, વણે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન અપૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy