________________
શાયેગ
( ર૩ )
આમ પ્રભુની આજ્ઞાને જ પ્રધાન માની, તેને શિરસાવધ ગણી માથે ચઢાવવી, એ જ ગ્ય છે, એમ આ આજ્ઞાપ્રધાની પુરુષ માને છે. અને આ આજ્ઞાપ્રધાન શ્રદ્ધા પણ કાંઈ જેવી તેવી વસ્તુ નથી, તે “સર્વ સંપકરી –સર્વ અર્થને સિદ્ધ કરનારી છે. તેમાં સ્વછંદને નાશ થાય છે, પરમ પુરુષનું પ્રબલ અવલંબન પ્રાપ્ત થાય છે, ઈત્યાદિ અનેક લાભ હોય છે. તેમ જ તેમાં કાંઈ પરીક્ષાને અભાવ હોય છે એમ નથી, ગૌણપણે તે પણ યથાશક્તિ તેમાં હોય છે. જો કે પરીક્ષાપ્રધાનીની શ્રદ્ધા બળવત્તર હોય છે, પણ તેવી તથારૂપ પરીક્ષાનું સામર્થ્ય કાંઈ બધાયનું હોતું નથી. વિરલા સમર્થ ક્ષપશમવંત પુરુષે જ તે કરી શકે છે, અને તેઓ પણ આજ્ઞાનું અવલંબન છેડી દેતા નથી, ગોણપણે તે માન્ય રાખી તે પ્રગસિદ્ધ કરવા મથે છે એટલું જ.
આ ગમે તે પ્રકારે પણ શાસ્ત્રીને સમ્યક તત્ત્વપ્રતીતિવાળી (સંપ્રત્યયાત્મક) શ્રદ્ધા અવશ્ય હોય છે જ. અને આ હેવી પરમ આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી તેવી શ્રદ્ધા ચોંટે નહિં, સાચી આસ્થા ઉપજે નહિં, આમામાં ન ભૂંસાય એવી “છાપ પડે નહિં, ત્યાં સુધી બધુંય જાણવું–કરવું “છાર પર લિંપણુ” જેવું થઈ પડે છે.
“દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહા કિમ રહે? કિમ રહે? શુદ્ધ શ્રદ્ધા ન આણે. શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણે તેમ જાણે. ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમાં જિનતાણુ ચરણ સેવા.”
–શ્રી આનંદઘનજી અને આ શ્રદ્ધા પ્રાપ્ત થવી પરમ દુર્લભ છે. શ્રી ઉત્તરાધ્યયન સત્રમાં કહ્યું છે કે“શ્રદ્ધા પરમ દુર્લભ છે. મનુષ્યપણું, કૃતિ, શ્રદ્ધા અને સંયમમાં વીર્ય—એ ચાર વાનાં પ્રાણીઓને ઉત્તરોત્તર પરમ દુર્લભ છે.
સદ્દા પૂમડુદા !” "चत्तारि परमंगाणि दुल्लहाणिह जंतुणो ।
માણુ યુદ્દ દ્ધા સંચમં ક વીક્ષ્યિ ” –- શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આમાં શાસ્ત્રી પુરુષને શ્રુતિ અને શ્રદ્ધા તે પ્રાપ્ત થઈ ચૂક્યા છે, એ અત્રે “તીવ્ર થતબેધવાળો” અને “શ્રાદ્ધ ” એ બે વિશેષણથી બતાવી દીધું હવે સંયમમાં તેનું વીર્ય– આત્મસામ કેવું ફુરે છે, તે બતાવવા માટે કહ્યું કે– યથાશકિત અપ્રમાદી–અને એ શ્રદ્ધાળુ હોવાથી જ આ શાસ્ત્રી અપ્રમાદી
હોય છે. અસ્થિમજજાપર્યત હાડેહાડ વ્યાપી ગયેલી સાચી લજલેપ અપ્રમાદ શ્રદ્ધા હોય, તો પછી તે પ્રમાણે અદમ્ય ઉત્સાહથી, પણ ઉમંગથી,
અપ્રમાદથી એ તથારૂપ ક્રિયામાં પ્રવર્તે, એમાં શું નવાઈ? કારણ કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org