SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વગ ( ૨૧ ) તાપથી જેમ સોનાની ચેકસાઈ કરવામાં આવે છે, તેમ શાસ્ત્રતત્વરૂપ સુવર્ણની ચોકકસ પરીક્ષા વિચક્ષણ પુરુ કરે છે. અને આ શાસ્ત્રી તે તીવ્ર બોધવાળો પ્રબળ ક્ષપશમી-પ્રતિભાસંપન્ન પુરુષ હાઈ, આવી પરીક્ષા કરવાને અત્યંત ગ્ય હોય છે. તે આ પ્રકારે - કષછેદ-તાપ પરીક્ષા. સોનાને જેમ પ્રથમ તો ઉપર ઉપરથી કસોટી પત્થર પર કસી જુએ છે, તેમ કે એક શાસ્ત્રના વિધિ-નિષેધ એક અધિકારવાળા (એક મોક્ષતત્વને ગોચર) છે કે નહિં, તેની તે પરીક્ષા કરે છે -આ કષ પરીક્ષા છે. કદાચ સોનું ઉપર ઉપરથી તે બરાબર હોય, પણ અંદરમાં દગો કે સેળભેળ હોય, ઉપરમાં સેનાનો ઢોળ હોય ને અંદર પીત્તળ હોય, તે શું ખબર પડે? એટલા માટે એનો છેદ (cross-section) કરવામાં આવે છે, કાપ મૂકવામાં આવે છે, અને એમ કરતાં પોલ હોય તે પકડાઈ જાય છે. તેમ આ પરીક્ષાપ્રધાની પુરુષ એકસાઈ કરે છે કેએમાં જે વિધિ-નિષેધ બતાવ્યા છે, તેને યોગ-ક્ષેમ કરે એવી ક્રિયા એની અંદર કહી છે કે કેમ? આ છેદપરીક્ષા છે. કદાચ સોનું ઉપરની બન્ને કસોટીમાંથી પાર ઉતરે, તે પણ તેની પરીક્ષા હજુ પૂર્ણ થતી નથી, કારણ કે ભેળસેળ કરનારા એટલા બધા ચાલાક હોય છે કે સોનાની સાથે અણુએ અણુએ બીજી ધાતુ (Alloy) ભેળવી દે છે. આની પરીક્ષા તે સોનાને તપાવવાથી થાય; અગ્નિતાપથી સોનું ગાળવામાં આવે, તો તેની મેલાશન–અશુદ્ધિની ખબર પડે. તેમ પરીક્ષક ચેકસી પણ સર્વ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિવડે કરીને, શાહની તાવણી કરે છે. શાસ્ત્રને તાવી જુએ છે, અને તેમાં તાત્પર્યની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિં તે તપાસે છે. આ તાપપરીક્ષા છે. આમ કષ-છેદ-નાપવડે શાસ્ત્રરૂપ સેનાની પરીક્ષા આ વિચક્ષણ પુરુષ કરે છે, અને તે પણ કોઈ પણ મત-દર્શનના આગ્રહ વિના, અત્યંત મધ્યસ્થતાથી, કેવળ તવંગવેષકપણે જ કરે છે. પ્રમાણિક ન્યાયાધીશની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, તે કઈ પણ પ્રકારના પક્ષપાત વિના, સ્વચ્છ* અંત:કરણથી તે પરીક્ષા કરે છે. આવી પરીક્ષા કરતાં * “ઘરાક્ષસે જારતા જથા જ્ઞના રાશિ વાસુદ્ધિ પરીસંતાં તથા સુધાર ” ઈત્યાદિ. (વિશેષ માટે જુઓ) – શ્રી અધ્યાત્મઉપનિષદ * “ साक्षाद् वस्तुविचारेषु निकषग्रावसन्निभाः। રિમારિત પુજાનું હોવાનું પણ રાજીના રેતા » –ી શાનાર્ણવ. " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । મિત્ વારં જ તરણ કાર્ય રિઝ ”-પરમન્યાયમૂર્તિ શ્રી હરિભદ્રસૂરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy