________________
શાસ્ત્રયોગ
( ૧૦ ) આ આ શાસયોગ કોને હોય છે? કેવા પાત્રને હોય છે? શ્રાદ્ધ-શ્રદ્ધાવંત એવા યથાશક્તિ અપ્રમાદીને તે હોય છે. આમ શાસ્ત્રોગી પુરુષ (૧) તીવ્ર શાસ્ત્રબોધવાળા, (૨) શ્રાદ્ધ-શ્રદ્ધાળુ, (૩) યથાશક્તિ અપ્રમાદી હોય. તે આ પ્રકારે– તીવશાસ્ત્રબોધવાળો–આ શાસ્ત્રોગીને સિદ્ધાંતનો તીવ્ર બેધ–તીણ બેધ હોય
છે. કુશાગ્ર બુદ્ધિના પ્રતાપે શાસ્ત્રનું સૂફમમાં સૂક્ષમ રહસ્યભૂત ગૂઢ જ્ઞાન તીવ્ર બોધ તેને હોય છે, ઊંડામાં ઊંડા આશયવાળી તેની સમજણ હોય છે. શાસ્ત્ર
એટલે શાસ્તા પુરુષનું-આત પ્રમાણભૂત પુરુષનું વચન. જીવને કાયકાર્ય વગેરે સંબંધી જે શાસન-આજ્ઞા કરે, અને તે નિર્દોષ શાસનવડે કરીને જે જીવનું ત્રાણ એટલે સંસારભયથી રક્ષણ કરે, તે “શાસ્ત્ર' છે, એમ તેને વ્યુત્પત્તિ અર્થ છે. અને આવું શાસ્ત્ર તે નિર્દોષ એવા વીતરાગ સર્વરનું જ વચન હેઈ શકે–બીજા કેઈનું નહિં.
" शासनात्त्राणशक्तेश्च बुद्धैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य तच नान्यस्य कस्यचित् ॥"
-શ્રી યશોવિજયજમણીત અધ્યાત્મપનિષદુ. આ શાસ્ત્રસમુદ્રનો પાર પામવો ઘણે દુષ્કર છે. મોટા મોટા મતિમ તે પણ તેમાં
થાકી જાય, અથવા ગોથું ખાઈ જઈ દિહને પ્રાપ્ત થાય, એવી તે શાસ્ત્રસમુદ્ર જિન પ્રવચનની દુર્ગમ્યતા” છે. શ્રી સદગુરુના કૃપાપ્રસાદથી, અવ
લંબનથી, ગુરુગમથી જ તે દુર્ગમ આગમ પણ સુગમ થઈ પડે છે. “જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન અવલંબન શ્રી સદગુરુ, સુગમ અને સુખખાણ.” –શ્રીમદ્ રાજચંદ્રજી महामतिभिनिःशेषसिद्धान्तपथपारगैः । क्रियते यत्र दिग्मोहस्तत्र कोऽन्यः प्रसर्पति ॥"
–ી શુભચંદ્રાચાર્યજીકત શ્રી જ્ઞાનાવ. એવા દુર્ગમ આગમ-સાગરને પણ શ્રી સદગુરુકૃપાપ્રસાદથી આ શાસ્ત્રોગી ઉદ્ભવી ગયેલ હોય છે, તેનું રહસ્યભૂત જ્ઞાન પામી ગયેલ હોય છે. અને સર્વશ્રતનું રહસ્ય પણ કેવલ એક શુદ્ધ આત્માને જાણો–ઓળખ–પામે એ જ છે. “દ્વાદશાંગીઝ શ્રી જિનેશ્વરે કહી છે તેમાં પણ એક આત્મા જ આદેય-ગ્રહણ કરવા ગ્ય છે, અને બાકી બીજું બધુંય હેય-ત્યાગવા ગ્ય છે. એ જ પરમ સારભૂત મુખ્ય વાત કહી છે. આવું ભાવશ્રુતજ્ઞાન
x “उकं जिनदिशभेदमनं, श्रुतं ततोऽप्यन्यदनेकभेदकम् । तस्मिन्नुपादेयतया चिदात्मा, शेषं तु हेयत्वधियाभ्यधायि ॥”
–શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org