________________
(૮)
ગદષિસસુચ્ચય ગિગણ્ય-અને એવા તે અગી ભગવાન યોગીઓને-સમ્યગ જ્ઞાનદષ્ટિવાળા પુરુષોને જ ગમ્ય છે, પામી–જાણી શકાય એવા છે. ચેગી એટલે જેને સમ્યગ જ્ઞાનદ્રષ્ટિ
ઉઘડી છે એવા શ્રતજિન વગેરે સમજવા. પણ જે હજુ યેગી નથી ચેગિગણ્ય થયા એવા અગી મિથ્યાદષ્ટિને તે તે ગમ્ય છે જ નહિં; કારણ કે
એના સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઈચ્છા પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણમાં ઉપજે છે, બીજા સમયે ઉપજતી નથી, તે પછી એ જિનેશ્વરના સ્વરૂપને ઓળખવા-જાણવાની વાત તે કયાંય દૂર રહી. આમ સમ્યગૃહણિ ગીઓને જ તે ગમ્ય હોઈ, ગિગમ્ય” વિશેષણ કહ્યું.+
એવા ભગવાન “વીર” છે. આ અન્વર્થ નામ છે, એટલે કે “વીર” શબ્દના વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે તે બરાબર યથાર્થ પણે ઘટે છે. તે સાચેસાચા “વીર” છે,
કારણકે તે વીર ભગવંત પરમ આત્મવીર્યથી વિરાજમાન છે; તપવીર વડે તેમણે કર્મનું વિદારણ કર્યું છે, કષાય વગેરે અંતરંગ વેરીઓ
ઉપર વિજય મેળવ્યું છે, અને એવા પરમ પરાક્રમવંતના ઉત્તમ ગુણથી રીઝને કેવલલક્ષમી તે પુરુષોત્તમને સ્વયં વરી છે. આમ વિક્રમવંત-આત્મપરાક્રમવંતના સમસ્ત લક્ષણ હોવાથી, ભગવંતને “વીર” નામ બરાબર છાજે છે. કારણ કે
વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે. કામ વીર્ય વિશે જિમ ભેગી, તિમ થયો આતમભેગી રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગું, છત નગારું વાણું રે.”—શ્રી આનંદધનજી. “શુદ્ધતા એકતા તીણતા ભાવથી,
મોહ રિપુ જીતી જય પડહ વાય.”–શ્રી દેવચંદ્રજી. “ नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे ।
અર્હતે ચોદિનાથાથ મલ્હાવીરાય રાશિ –શ્રીહેમચંદ્રાચાર્યજીત શ્રીગશાસ્ત્ર.
+ વૃત્તિમાં પદે પદ વિવરીને તેને યથાનુક્રમે અન્વય સંબંધ બતાવવાની શ્રીમાન હરિભદ્રસૂરિની આ કથનશૈલી મનન કરવા જેવી છે, અને અભ્યાસી વિદ્યાર્થીને બહુ ઉપયોગી છે. શ્રી હરિભદ્રસૂરિજીએ એકે એક અક્ષર તોલી તેલીને-માપી માપીને યે છે, ઊંડા તત્વચિંતનપૂર્વક લખે છે, તેને કાને માત્રા પણ સપ્રયજન છે. એટલે આ કથનપદ્ધતિ લક્ષમાં રાખી ધીરજથી સ્વસ્થપણેશાંતપણે જેમ જેમ આ સત્શાસ્ત્રને આશય “ચાવી ચાવીને ' વાંચવા-વિચારવામાં આવશે, તેમ તેમ અધિક આનંદ થશે, એવી સામાન્ય સૂચના છે. અને આ વૃત્તિનો આશય પણ અત્રે પ્રત્યેક શ્લોકના વિવેચનના પ્રારંભે પ્રાયઃ પ્રથમ પારિગ્રાફમાં વણી દીધું છે અને પછી તે ઉપર છુટ વિવેચન કર્યું' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org