________________
७६
धर्मबिंदुप्रकरणे दर्शनाचारोऽपि निःशंकित-निकांक्षित-निर्विचिकित्स-अमूढष्टिउपेठेहा-स्थिरीकरण-वात्सल्य-तीर्थप्रभावना भेदादष्टधैव । तत्र निःशंकित इति । शंकनं शंकितं निर्गतं शंकितं यतोऽसौ निःशंकितः। देशसर्वशंकारहित इत्यर्थः । तत्र देशशंका, समाने जीवत्वे कथमेको भव्यः अपरस्तु अभव्यः इति शंकते । सर्वशंका तु प्राकृतनिबद्धत्वात्सकलमेवेदं परिकल्पितं भविष्यतीति । न पुनरालोचयति । यथा भावा हेतुग्राह्या अहेतुग्राह्याश्च । तत्र हेतुग्राह्या जीवास्तित्वादयः । अहेतुग्राह्या भव्यत्वादयः अस्मदाद्यपेक्षया प्रकृष्टज्ञानगोचरत्वाद्धेतूनामिति । प्राकृतनिबंधोऽपि बालादिसाधारण इति । ૩ ૨.
યભેદ કહેવાય છે જેમકે “
પાઈ હિંસા તિમસ્ત ઇત્યાદિમાં વ્યંજન અને અર્થના ભેદનો દોષ છે. એ બંને ભેદ જેમાં ન હોય તે તદુભય જ્ઞાનાચાર કહેવાય છે. ૮
વ્યંજનને ભેદ થવાથી અર્થભેદ થાય છે, અર્થભેદથી દિયાભેદ થાય અને ક્રિયાભેદ થવાથી મોક્ષનો અભાવ થાય. જયારે મોક્ષને અભાવ થે તો પછી ગ્રહણ કરેલી દીક્ષા નિરર્થક છે. - બીજે દર્શનાચાર-૧ નિઃશંકિત, ૨ નિકાંક્ષિત, ૩ નિર્વિચિકિત્સ, ૪ અમૂઢદૃષ્ટિ, ૫ ઉપવૃહા, ૬ રિસ્થરીકરણ, ૭ વાત્સલ્ય, ૮ તીર્થપ્રભાવના એ આઠ પ્રકાર છે. તેમાં પ્રથમ નિઃશંકિત એટલે જેમાં શંકા ગઈ છે તે અર્થાત્ દેશશંકા અને સર્વશંકાથી રહિત તે નિઃશંકિત કહેવાય છે. જીવપણું સમાન છતાં એક ભવ્ય અને બીજો અભવ્ય એમ કેમ થાય ?” આવી શંકા કરવી તે દેશશંકા કહેવાય છે, અને “સઘલા સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં નિબદ્ધ-રચાયેલા છે તેથી એ બધું કઢિપત હશે એવી શંકા કરવી તે સર્વશંકા કહેવાય છે. આ સ્થાને આવો વિચાર કરવો જોઈએ કે કેટલાએક પદાર્થો હેતુવડે ગ્રાહ્ય છે અને કેટલાએક અહેતુવડે ગ્રાહ્ય છે. તેમાં જે જીવાસ્તિત્વ વગેરે પદાર્થો છે તે હેતુવડે ગ્રાહ્ય છે અને ભવ્યત્વ વગેરે પદાર્થો અને હેતુવડે ગ્રાહ્ય છે, કારણકે ભવ્યત્વ વગેરે જાણવાના હેતુઓ ઉત્કૃષ્ટ જ્ઞાનના વિષયમાં આવે છે એટલે આપણે જેવા છઘરથ પુરૂષોની અપેક્ષાએ ઉત્કૃષ્ટ જ્ઞાનવાલા કેવલી પ્રમુખના વચનથી જાણવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org