________________
प्रथमः अध्यायः।
१ ब्राह्मो विवाहो यत्र वरायालंकृता कन्या प्रदीयते ' त्वं भवास्य
महाभागस्य सधर्मचारिणीति'। २ विनियोगेन विभवस्य कन्याप्रदानात्प्राजापत्यः । ३ गोमिथुनपुरस्सरं कन्याप्रदानादापः। ४ स दैवो विवाहो यत्र यज्ञार्थमृत्विजः कन्याप्रदानमेव दक्षिणा ।
एते धा विवाहाश्चत्वारोऽपि गृहस्थोचितदेवपूजनादिव्यवहाराणा
मेतदंतरंगकारणत्वान्मातुः पितुर्वधूनां च प्रामाण्यात् । ५ परस्परानुरागेण मिथः समवायागांधर्वः। ६ पणबंधेन कन्याप्रदानमासुरः । ७ प्रसह्य कन्यादानाद्राक्षसः। સાક્ષીએ કરેલું પાણિગ્રહણ તે વિવાહ કહેવાય છે. તે બ્રાહ્મ વગેરે ભેદથી આઠ પ્રકારને થાય છે. તે નીચે પ્રમાણે ૧ જેમાં અલંકૃત કરેલી કન્યા વરને આપવામાં આવે અને “તું આ મ
હાભાગે પુરૂષની સમાન ધર્મમાં ચાલનારી થા” એમ કન્યાને કહેવામાં
આવે તે બ્રાહ્મ વિવાહ કહેવાય છે. ૨ જેમાં કન્યાને પિતા વિનિયોગથી દ્રવ્ય આપી કન્યાદાન કરે તે પ્રાજાપત્ય
વિવાહ કહેવાય છે. ૩ જેમાં ગાયનું જેટલું આપીને કન્યા આપવામાં આવે તે આર્ષ વિવાહ
કહેવાય છે. ૪ જેમાં યજ્ઞને માટે વરેલા બ્રાહ્મણને દક્ષિણને બદલે કન્યા આપવામાં આવે તે દેવ વિવાહ કહેવાય છે.
ઉપરના ચાર પ્રકારના વિવાહ ગૃહસ્થને ગ્ય એવા દેવપૂજન વગેરે વ્યવહારના મુખ્ય કારણ હોવાથી તેમજ માતા, પિતા અને બં
ધુજન તેવા વિવાહને પ્રમાણરૂપ ગણે છે તેથી તે ધર્મ વિવાહ કહેવાય છે. ૫ જેમાં પરસ્પર સ્ત્રી પુરૂષના અનુરાગથી સંબંધ જોડાય તે ગાંધર્વ વિવાહ
કહેવાય છે. ૬ કોઈ જાતનું પણ કરીને કન્યા અપાય તે આસુર વિવાહ કહેવાય છે. ૭ જેમાં બલાત્કારે કન્યા લેવાય તે રાક્ષસ વિવાહ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org