________________
धर्मबिन्दुप्रकरणे દર ઉપર ચડી રમત કરી આજીવિકા કરનારા તેમજ શીકાર વગેરે નિંદિત કર્મ કરનારા વાધરી વગેરે કર્મ જુગિત કહેવાય છે, અને જે કાને બુચા,, બહેરા, લુલા, લંગડા, પાંગલા, કુબડા, કાણા અને ઠીંગણા પુરૂષે તે શરીર
ગિત કહેવાય છે. એ જાતિજુગિત, કર્મજુગિત અને શરીરજુગિતા ત્રણે પ્રકારના પુરૂષે દીક્ષા આપવાને અગ્ય છે. કારણ કે, તેવાઓને દીક્ષા આપવાથી કેમાં નિંદા થાય છે. ૧૫
૧૬ અવબદ્ધ–એટલે પૈસે લેવા અથવા વિદ્યા ભણવા નિમિત્તે દીક્ષા લેવા આવનારી અથવા “હું અમુક દિવસ સુધી તમારો છું” એ કઈ જાતને ઠરાવ કરી આત્માને પરાધીન કરનારે તે પુરૂષ દીક્ષા આપવાને ગ્ય નથી. કારણ કે, તેમાં કલહ વગેરે દેષ ઉત્પન્ન થવાનો સંભવ છે. ૧૬
૧૭ ભૂતક–એટલે રૂપીઆ આપીને અમુક મુદત સુધી કરી કરવાના ઠરાવથી રાખેલો પુરૂષ અર્થાત્ ભાડે લીધેલો. જ્યાં સુધી તેની અવધિને કાલ સમાપ્ત ન થાય, ત્યાં સુધી એ પુરૂષ દીક્ષા આપવાને ગ્ય નથી. ૧૭
૧૮ નિષ્ફટિકા એટલે માતા પિતા કે કોઈ વડિલે રજા આપી ન હોય તેવા પુરૂષને અપહરણ કરી દીક્ષા આપે તે નિષ્ફટિકા નામે દેશ કહેવાય છે.
તેવા વડિલની રજા વગરના પુરૂષને દીક્ષા આપવી નહીં કારણ કે, તેવા પુરૂષને દીક્ષા આપવાથી તે માતા પિતાને કર્મને બંધનું કારણ થાય છે અને દીક્ષા આપનાર અદત્તાદાન પ્રમુખ દેશનું ભાજન બને છે.
આ પ્રમાણે અઢાર પ્રકારના પુરૂષે દીક્ષા આપવાને અયોગ્ય છે.
गुम्विणी बालवच्चा य पवावे न कप्पइति ॥
સગર્ભા અને નાના છોકરાવાલી–એ બે પ્રકારની સ્ત્રી દીક્ષા આપવાને અગ્ય છે. કારણ કે, તેમાં પૂર્વની જેમ દેષ થવાને સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org