________________
१०६
धर्मबिंदुप्रकरणे अत्रैवार्थे उपचयमाहकृतकत्वेऽप्यतीतकालवउपपत्तिरिति ॥ १३ ॥
कृतकत्वेऽपि स्वहेतुनिर्निष्पादितत्त्वेऽपि बंधस्यातीतकालस्येवोपपत्तिर्घटना अनादिमत्त्वस्य वक्तव्या, किमुक्तं नवति, प्रतिक्षणं क्रियमाणोऽपि बंधः प्रवाहापेक्षयाऽतीतकालवदनादिमानेव । ५३ ।
अथ यतोऽशादनयोर्दृष्टांतदार्टीतिकजावोऽभूत्तं साहादेव दर्शयन्नाहवर्तमानताकल्पं कृतकत्वमिति ॥ ४ ॥ यादृशी अतीतकालसमयानां वर्तमानता सांप्रतरूपता तादृशं बंधस्य कृतતે વિષે વધારે કહે છે–
મૂલાર્થ–કર્મને બંધ કરાએલ છે, તે છતાં પણ અતીતકાલની પેઠે તેની ઘટના કરવી. ૧૩
ટીકાર્થ–બંધ પિતાના હેતુઓથી નિષ્પન્ન છે, તે છતાં પણ તે બંધની ઘટના અતીત–ભૂતકાલની જેમ કરવી, એટલે બંધનું અનાદિપણું કહેવું. અહીં કહેવાનું તાત્પર્ય એવું છે કે, કમને બંધ પ્રત્યેક ક્ષણે કરવામાં આવે છે, તે પણ પ્રવાહની અપેક્ષાએ સંતતિભાવે કરીને તે અતીતકાલની જેમ અનાદિજ છે. પ૩
જે અંશથી ભૂત અને વર્તમાનકાલને દષ્ટાંત અને દાર્શેતિક ભાવઅર્થાત્ ભૂતકાલનું દષ્ટાંત કરવું, અને તેને વર્તમાનકાલમાં ઘટાડવું, તેને પ્રત્યક્ષ બતાવવાનું કહે છે–
મૂલાર્થ–વર્તમાનપણું જેવું કરેલાપણું છે. ૫૪
ટીકાર્ચ–અતીતકાલના સમયનું જેવું વર્તમાનપણું છે તેવું બંધનું કરેલાપણું છે. અર્થાતુ કરવાપણું છે. કારણકે ક્રિયાકાલ–કરવાને કાલ અને નિષ્ઠાકાલ–ભૂતકાલ–સમાપ્તિને કાલ–એ બંને કાલનું નિશ્ચયનયના
૧ સાત પ્રકારના નયમાં નિશ્ચય અને વ્યવહાર એ બે નય મુખ્ય ગણેલા છે. કેટલાક પદાર્થ તત્કાલ થયા હોય અને કેટલાક થતા હોય તે બંનેને “થાય છે” એમ કહેવું. તે વ્યવહારનયની અપેક્ષાએ જાણવું અને જે કરવા માંડેલું હોય, તેને “ક” એમ કહેવું એ નિશ્ચયનયની અપે. ક્ષાએ જાણવું. અહીં કરવા માંડ્યા એવો જે કર્મને બંધ તેને કર્યો છે એમ કહ્યું તે નિશ્ચયનયની અપેક્ષાએ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org