________________
( ૩ ). શાંત પ્રવૃત્તિ હોવાથી ધર્માનુષ્ઠાનમાં અતિચાર પણ લગાડતો નથી. શુદ્ધ ઉપગપૂર્વક પ્રમાદ રહિતપણે વસ્તુ લેવા મુકવામાં શુદ્ધ પ્રવૃત્તિ પ્રધાન ગંભીર અને ઉદાર આશયવાનું અનુષ્ઠાન કરે છે. ૭ પ્રભા દૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવો બેધ હોય છે. નિરંતર આત્મધ્યાનમાં લિન રહે છે. પ્રાકરિ આ દૃષ્ટીમાં સંક૯૫ વિકલ૫-આડાઅવળા વિચારો હતા નથી, પ્રથમ સારસુખ આત્મસ્વરૂપમાં પરમશાંતિ સુખને અનુભવ કરે છે. સમાધિના શાસ્ત્રાથી અન્ય શાસ્ત્ર હવે નકામા જણાય છે. સમાધિમાં લિન રહેવું એજ ધર્માનુષ્ઠાન છે, તેઓની સમીપમાં સ્વભાવિક વેરવાળા જીના વૈરે નાશ પામે છે, જે ઉપર મહા અનુગ્રહને કરનારા હોય છે. શિષ્ય ઉપર ઉચિતતાને સાચવનારા હોય છે. જે ક્રિયા કરે છે તે અવંધ્ય ફલ વાલી હોય છે. ૮ પર દષ્ટિમાં ચંદ્રમાની ચંદ્રિકા ના જે સૂક્ષ્મ બોધ હોય છે. નિરંતર આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ ધ્યાનમાં લિન રહે છે, તથા વિકલ્પ રહિત હોય છે. આને લઈ પરમ સુખનો અનુભવ કરે છે. વૃક્ષ ઉપર ચડેલાને ફરી ચડવા જરૂર રહેતી નથી, તે પ્રમાણે આ દૃષ્ટિમાં વર્તતા જીવને પ્રતિકમણાદિ અનુષ્ઠાનો ની જરૂર રહેતી નથી. પરંતુ ભવ્યતાને અનુસારે પરોપકાર તથા પહેલાની માફક અવંધ્ય ક્રિયા હોય છે, આ પ્રમાણે સામાન્ય રીતે સદ્દષ્ટિ આઠ પ્રકારે બતાવી. અહીં વાદિ શંકા કરે છે કે ગ્રંથિને ભેદે ત્યારે સદ્ દષ્ટિ–સમ્યક દૃષ્ટિ કહી શકાય. પણ ગ્રંથિને ભેદતો મિત્રાદિ દૃષ્ટિમાં તે નથી. દીપ્રાદષ્ટિના ઉત્તર કાલમાં સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org