________________
(૨૪૧)
અતિચારરહિત થાય છે. શુદ્ધ અંતરઆત્મામાં ઉત્કૃષ્ટસિદ્ધસાધક યોગથી અચિંત્ય વીલાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે તેને ચેાથે સિદ્ધિયમ કહેવામાં આવે છે. આ આ સિદ્ધિયમમાં એટલી બધી ઉત્કૃષ્ટ યમની પ્રાપ્તિ થાય છે કે તેની સાથેજ વેર ત્યાગ થઈ જાય છે. આ પ્રમાણે ચાર યમની વ્યાખ્યા જાણવી. હવે સુશ્રુષાદિ ગુણે બતાવે છે. સુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઈહા, અપહ, અને તત્ત્વજ્ઞાનમાં આગ્રહ આ મુજબ આઠ ગુણે યુક્ત હોય છે. આ પ્રમાણે પ્રવૃત્તચકગીનું સ્વરૂપ બતાવીને હવે યેગાવંચક ત્રણનું સ્વરૂપ બતાવે છે. ર૧
आद्यावंचकयोगाप्त्या तदन्यद्वयलाभिनः ॥ एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥२१॥
અર્થ. ત્રણ પ્રકારના અવંચકમાંથી પ્રથમ ચગાવંચકને પ્રાપ્ત થયેલા હોય છે અને બીજા બે કિયાવંચક તથા ફેલાવંચકને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પ્રવૃત્તચક યેગીઓ છે. તે આ અધિકૃત યોગના અધિકારીઓ છે. એમ એગના જાણકારે જણાવે છે. પર૧૧
વિવેચન. ત્રણ પ્રકારના અવંચકે કહેલા છે. અહિં તેનું સ્વરૂપ બતાવે છે. જેના દર્શન માત્રની પવિત્રતા થાય એવા પુન્યવાન મહાત્માઓની સાથે ગ–સંબંધ થઇ તેને ગાવંચક કહે છે. ઘણા ખરા પ્રાણીઓને તે આવા મહાત્માઓને સંબંધજ થવો અશકય છે. અને ગુણવાન સાથે મેળાપ થાય તો પણ તેઓને તેવા ગુણવાન તરીકે
16.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org