________________
(૨૩) વામાં આવે છે, આ લક્ષણ દ્રવ્યથી સમજવું. ભાવથી કમભૂમિમાં ઉત્પન્ન થયેલા ભવ્ય જીવોને આ વાખ્યામાં સમાવેશ થઈ શકે છે. જેના વારસામાં ધર્મ કરવાની ભાવના દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે બહુમાન, પૂજા, સત્કાર, સન્માન કરનારા છે, આ બધા કુલગીઓમાં આવી જાય છે. ગીએના ગેત્રમાં. જન્મેલા પુન્ય પ્રકૃતિવાળા હજી અહિંસાદિ યમોમાં દાખલ થયા નથી તે કુલગીઓ કરતાં ઉતરતા ગેત્રગીઓ સમજવા. પણ જેઓ ધર્મના અનુરાગીનથી એવા કુલગીઓ અહિં લેવા નહિ. ૨૦૮
કુલગીઓનું વિશેષ લક્ષણ કહે છે. सर्वत्राद्वेषिणश्चैते गुरुदेव द्विजप्रियाः॥ दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ॥२०९॥
અર્થ. સર્વ જગ્યાએ ઠેષ વગરના, દેવ, ગુરૂ અને બ્રાહ્મણ બ્રહ્મચર્યને પાળનારા આ જેને પ્રિય છે, સ્વાભાવિક દયાળુ અને વિનયવંત, તેમજ ગ્રંથિને ભેદ કરવાવડે બોધવાળા તથા ઇંદ્રિયને દમન કરનારા કુલગિઓ હોય છે. મારા
વિવેચન. જે તમામ જી ઉપર દ્વેષભાવ ન કરે પણ મૈત્રીભાવના ચિંતવે, દેવ ગુરૂ અને બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનાર એવા બ્રાહ્મણે ઉપર હુદયથી શુદ્ધ લાગણી રાખનારા તેમજ કિલષ્ટ પાપના અભાવથી સ્વભાવીક તમામ પ્રાણ ઉપર દયાની લાગણી ધારણ કરનારા દેવ ગુરૂને વિનય કરનારા, સુંદર અનુબંધને લઈ પુન્યની વૃદ્ધિ કરનારા શુદ્ધ અંતઃકરણની લાગણીને લઈ તથા ગ્રંથિના ભેદને લઈ જડચૈતન્યના વિવેકજ્ઞાનવાળા, તેમજ ચારિત્રની ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org