________________
(૨૨૩) અર્થ. સઃ નારા ક્ષણ સ્થિતિધર્મવાળો જે માનશે. તો તે ભાવરૂપજ બને. વિદ્યમાનતા વસ્તુની હોય છે, નાશ-અવસ્તુની વિદ્યમાનતા હેતી નથી. બીજા ત્રીજાદિ ક્ષણમાં પણ તે નાશની સ્થિતિ રહે છે તે જ ક્ષણ સ્થિતિ ધર્મતા ચાલુ પદાર્થને ઘટી શકે છે અને આ પ્રમાણે થયે તે ઉકત બીનાનું ઉલ્લંઘન થતું નથી. ૧૯૪
વિવેચન. વાદિ બોધ દશનકાર કહે છે કે દરેક પદાર્થ એક ક્ષણ સુધી રહે છે. તે પ્રમાણે નાશ પણ એક ક્ષણ ધર્મવાળો છે, અહિં ઉત્તર આપતાં શાસ્ત્રકાર કહે છે કે એક ક્ષણ સ્થિતિ ધર્મવાળે નાશ માનશે તો તે ભાવજ થ, ધર્મ હોવાથી તે ધમ બન્ય. અને જે ધમી હોય તેજ અમુક ક્ષણ ટકી શકે છે બાકી નાશ અભાવરૂપ હોય છે તે અમુક ટાઈમ ટકતો નથી. પણ કાયમ માટે તેને અભાવજ હોય છે. જેમ સસલાના શીંગડાં, આકાશનું પુપ, વંધ્યાનો પુત્ર, આ બધા અભાવો ત્રિકાલાવચ્છિન્ન હોય છે પણ ક્ષણ સ્થિતિ ધર્માવચ્છિન્ન હોતા નથી, છતાં પણ બીજા ત્રીજા આદિ ક્ષણમાં નાશની વિદ્યમાનતા માનશે તો જ આ ચાલુ પદાર્થને ક્ષણ સ્થિતિ ધર્મતા ઘટી શકશે. અને આ પ્રમાણે માનશે તો જ ક્ષણ સ્થિતિ ધર્મતા તો કહી ગયા તેનું ઉલ્લંઘન થશે નહિ. સારાંશ એ છે કે પદાર્થ ક્ષણિક માનવો છે. અને બીજા ક્ષણે પદાર્થનો અભાવ માની પાછે તેને ઉત્પાદ માનવો છે. અભાવની ઉત્પત્તિ કદી થઈ શકતી નથી, છતાં પણ બીજે ક્ષણે પદાર્થ એવોજ જોવામાં પ્રત્યક્ષ પ્રમાણથી આવતો હોવાથી તે બૌદ્ધદર્શનકારને બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org