________________
(૧૭) બધે આગળ વધે છે કે ધ્યાન બળથી ઘણાખરા કર્મો તેના ક્ષય થઈ જાય છે. અને અપૂર્વજ્ઞાન પ્રગટ થાય છે. અને આ અપૂર્વ જ્ઞાનના સામર્થ્યથી નિરંતર શિમ શાંતિપ્રધાન એવું સુખ ઉત્પન્ન થાય છે. જ્યારે આત્મામાં પરમશાંતિ ઉત્પન્ન થાય છે અને તેમાં જ મગ્ન બની જાય છે ત્યારે આ પુદ્ગલિક સુખ તેની આગળ એક અંશ માત્ર પણ દેખાતા નથી નકામા દુઃખરૂપજ ભાસે છે. તેમાં સુખ તો છેજ નહિ. પણ બ્રાંતિથી જે સુખ મનાયું છે તે પણ સત્ય સુખ પ્રગટ થતાં આપોઆપ વિલય પામી જાય છે અને ખાત્રી થાય છે કે આ દુઃખ છે પણ સુખ નથી. ૧૬લા
સત્ય સુખનું લક્ષણ બતાવે છે. सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् ।। एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥१७०॥
અર્થ. પૂર્વના મહાપુરૂષે સંક્ષેપથી સુખ અને દુઃખનું લક્ષણ-સ્વરૂપ બતાવે છે કે પરવશપણું છે તે તમામ દુ:ખ છે અને આત્મવિશપણું છે તે તમામ સુખ છે. ૧૭૦
વિવેચન. જગતના તમામ જીવો સુખની શોધમાં ફરે છે પણ વાસ્તવિક ખરું સુખ કયાં છે તે વાત શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે, જે જે પુગલિક વસ્તુ પરાધિન છે તેની પૃહા કરવી તેજ મહાદુઃખ છે. તેને મેળવવા અનેક પ્રકારના સાચા ખોટા પ્રપંચે કરવા પડે. દેશ છોડી પરદેશ જવું પડે આ બધું દુઃખ જ છે. પરંતુ પરપુદ્ગલિક વસ્તુમાંથી પૃહાને ખેંચી લઈ નિસ્પૃહી બનવું એજ ખરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org