________________
(૧૦૮) રૂપ, પીડા રહિત, નિરોગી, આ જગતમાં આદર કરવાલાયક આત્મતત્વ એજ પરમતત્વ છે. બાકીના તમામ દેખાતા બાહ્ય સ્વરૂપે એક પ્રકારના ઉપદ્ર-રેગે છે. પુદ્ગલિક વસ્તુમાં જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે વસ્તુ બાહ્ય છેજડસ્વરૂપ છે. પરિણામે દુઃખ-પીડા, તથા વ્યાધિ દેનાર છે. અને આખરે છોડવી પડે તેમ છે. પરંતુ આ આત્મતત્વ છે તેજ અંગિકાર કરવા લાયક સત્યવસ્તુ છે. આત્મતત્વને છેડી બાકી તમામ વસ્તુઓ અવસ્તુ છે–ઉપદ્રવ છે. ૧૫૫ રે
एवं विवेकिनो धीराः प्रत्याहारपरास्तथा ॥ धर्मबाधापरित्याग-यत्नवन्तश्च तत्त्वतः ॥१५६॥
અર્થ. વિવેકીન જડ ચૈત્યન્યના સ્વરૂપને સમજનારા ધીરા-ચપળતા રહિત ઇંદ્રિના વિષયોને કાબુમાં લેનારા તથા ધર્મને બાધ આવે એવી પ્રવૃત્તિને ત્યાગ કરવામાં પ્રયત્ન વાળા જે છે તેઓજ આ વાસ્તવિક પરમતત્વના સ્વરૂપનો વિચાર કરનારા અગર પ્રાપ્ત કરનારા છે એમ જાણવું.૧૫દા
વિવેચન. ઉપર કહેલા એવા પરમતત્વના સ્વરૂપને પ્રાપ્ત કરવાને લાયક કે છે તે જણાવે છે કે, જેને જડ અને ચૈતન્યનું જ્ઞાન થયું છે, શરીર જડ છે, ગમે તેટલું તેનું પિષણ કરો પણ આખરે મુકીને જવાનું છે, અંદરમાંથી જે જાય છે તેજ ચેતન્ય સ્વરૂપ આત્મા છે. શરીર ભિન્ન છે, અહિંયાં પડી રહે છે પણ આત્મા તો આ શરીરને છેડી ભવાંતરમાં બીજુ શરીર અંગિકાર કરે છે માટે તે ભિન્ન છે. આ વિકજ્ઞાન કહેવાય. ધીરા–ચપળતા રહિત અંગિકાર કરેલ વસ્તુને પાર પાડવાવાળા, પત્યાહારપરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org