________________
(૧૧૨) આર્યભૂમિ લાયક ગણાય છે. અનાર્યદેશ આર્યભૂમિ કરતાં ઘણું મટે છે. પરંતુ ધર્મબીજની વાવણી કરવા માટે તે લાયક નથી. ધર્મ એવા શબ્દો તેઓને કાને કે સ્વપ્નામાં પણ પડતા નથી, માટે આર્યદેશ છે તેજ આત્મ કલ્યાણમાં મદદગાર છે, આજ ભૂમિમાં, ધર્મબીજનું ઉત્કૃષ્ટ કારણભૂત એવો મનુષ્ય દેહ પામીને, ભરતાદિ આર્યભૂમિમાં સતકર્મ–સારા સારા કર્મો કરવારૂપ ખેડ કરી તેમાં ધર્મબીજને દાખલ કરવાની ખાસ જરૂર છે. કે જેથી ભવિષ્યમાં મહાનલાભમળે, પણ અ૯પબુદ્ધિવાળા વર્તમાનસુખને જેનારા જી ધર્મબીજને વાવવા પ્રયત્ન કરતા નથી, અને આખરે ઉત્તમ એ મનુષ્ય જન્મ તે બીચારા હારી જાય છે. ૮૩
આ છ શું કરે છે તે કહે છે. बडिशामिषव तुच्छे कुसुखे दारुणोदये ।। सक्तास्त्य जन्तिसञ्चेष्टां धिगहो दारुणं तमः ॥८४॥
અર્થ. માછલાના ગળાના માંસની માફક તુચ્છ એવા ભે સુખમાં કે જેને વિપાક ઘણેજ ભયંકર છે. તેમાં આસક્ત બનેલા જીવો ધર્મના સાધનોને છોડી દે છે, આ કર્મને દોષ છે, ધિક્કાર પડે તેઓને કેટલી બધી અજ્ઞાનતા છે. ૮૪
વિવેચન. શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જુવો તો ખરા, જીવની કેટલી બધી અજ્ઞાનતા-મુખતા, જેનાથી લાભ થવાને છે એવી સચ્ચેષ્ટા-ધર્મના સાધને કે જેનાથી પિતાનો ઉદય થવાનો છે તેને છોડી દે છે, અને માછલાના ગળાના માંસની માફક તુચ્છ, ભવિષ્યમાં જેનેવિપાક ઘણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org