________________
(૧૬) -જાણવાને છતિ ચક્ષુએ અંધ બનેલા છે, અને વર્તમાન સુખને જોનારા એવા જીવો ભવિષ્યમાં ખેદ પામે છે. આ ૭૮
- વિવેચન. પાણી પીવાની ઈચ્છાએ મૃગ મૃગતૃષ્ણિકા -ઝાંઝવા તરફ દોડે છે, પણ આખરે તેઓ નિરાશ બને છે, કારણ કે જ્યાં પાણી ન હતું ત્યાં ભ્રાંતિથી પાણી મનાયું હતું, આની માફક અવેદ્યસંવેદ્યપદવાળા-મિથ્યા જ્ઞાનવાળા બુદ્ધિના વિપર્યાસપણાને લઈ અહિતકારી પગલીક પ્રવૃ. ત્તિઓને હિતકારી માને છે. અને હિતકારી આત્મકલ્યાણ માટેની પ્રવૃત્તિને અહિતકારી માને છે. કારણ કે વિવેકરૂપી ચક્ષુ તેઓ ગુમાવી બેઠેલા છે, આને લઈ તેઓ છતિ ચક્ષુએ અંધ ગણાય છે. વળી વર્તમાન સુખને જ માનનારા “આ ભવ મીઠા પરભવ કોણે દીઠા આવી માનતાવાળા હોવાથી પાંચે ઇંદ્રિયના પુદ્ગલીક સુખરૂપી પાણી તરફ પ્રવૃત્તિ કરે છે. પણ પરિણામે સુખરૂપી પાણી નહિ મલવાથી પક્ષઘાત ભગંદરાદિ રેગે તેમાંથી ઉલટા મળવાથી મૃગની માફક પશ્ચાતાપ કરે છે. ૫૭૮
આજ વાત જણાવે છે. जन्ममृत्युजराव्याधि रोगाशोकायुपद्रुतम् ।। वीक्षमाणा अपि भवं नोद्विजन्तेऽतिमोहतः । ७९॥
અર્થ. જન્મ, મરણ, જરા. વ્યાધિ-કોઠાદિ રોગ અજીર્ણ અતિસાર વિગેરે, શેક ઈષ્ટ પુરૂષને વિયોગ, આદિ શબ્દથી ભૂતની પીડા વિગેરે. આ વિગેરે અનેક દુખથી પીડાતા અનેક જીવોને સંસારમાં જોવે છે. છતાં આજીવ મેહને લઈ ઉદ્વેગને પામતે નથી–વૈરાગ્યને પામતો નથી. ઉલ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org