________________
' સંદર્ભગ્રંથ ભાગ-૨
૭૯૯
ક
વિદ્યાઅભ્યાસ સાત ગુજરાતી, ૩ અંગ્રેજી. સિદ્ધક્ષેત્રની છાયામાં સન્મિત્ર મુની કપૂરવિજયજી મહારાજને સતસમાગમ અને આત્મજ્ઞાન-ધ્યાન તરફની રુચિનું બીજ વવાયું, રમતગમતને બદલે વાંચન મનનચિંતન તરફ પ્રવાહ શરૂ થયો. નિવૃત્તિમાં આ રીતે ધર્મપ્રવૃત્તિ શરૂ થઈ. સને ૧૯૨૫થી ૧૯૨૮ સુધી ધંધાની ધૂંસરીએ પલટાવામાં અનેક નેકરીઓ કરી અને એક દૂધવાળા ગવલીની પેઢીમાં મહેતાજી તરીકે ઠરીઠામ થયો. ત્યાં એક ભેંસને કતલખાને જતી જાણી અંતરમાં વેદના થઈ અને તેના બચાવ માટે લાગણી પૂર્વક પ્રયાસ કર્યો અને ભેંસને અભયદાન મળવાથી અંતરમાં અનેરો આનંદ છવાયો. મુંબઈની શ્રી જીવદયા મંડળીને પગથિયે તા ૧૩-૬-૧૯૨૮ના ચડ્યો. ૧૯૪૨ સુધીમાં સેકડો ભેંસ ગાયે આદિ નાં અભયદાનનું નિમિત્ત બન્યો. સને ૧૯૩૦થી આ વિષયના લેખે-કાવ્યો લખવાની શરૂઆત થઈ. મુંબઈ સમાચાર, સાંજવર્તમાન સ્થા સામયિકો જીવદયા, ગોગ્રાસ આદિમાં પ્રકાશિત થવા લાગ્યા. એક તરફ નોકરી બીજી તરફ ગૃહસંસાર. ૧૦ ફૂટની રૂમમાં નિવાસ અને લેખો કાવ્યો રાતના ઉજાગરા કરી નિવૃત્તિમાં પ્રવૃત્તિ ચાલુ રાખી. આમાં અનેક અનુભવો થયા તે “અભયદાનના અનુભવોની બુક પ્રગટ થઈ. “પરમાર્થ' માસિકમાં પણ પ્રગટ થયેલ છે. સને ૧૯૪૦માં જીવદયા મંડળીમાં જીવદયા માસિકના પબ્લીસિટી મેનેજર તરીકે જોડાયે. આ પ્રવૃત્તિમાં પરિવર્તન આવ્યું. જીવદયાનાં વારીસિંચનથી નવપલ્લવિત થયેલ બગીચામાં અધ્યાત્મગનાં બીજને વિકસિત કરવા તીવ્ર જિજ્ઞાસા પ્રગટી અને “શ્રીમની જીવનયાત્રા” પ્રાપ્ત થતાં પ્રેરણામૂર્તિને અક્ષરદેહી સમાગમ થતાં પરિવર્તન આવ્યું.
આત્મ મંથન” પ્રગટયું. ગદ્યપદ્યનાં ઝરણું વહેવા લાગ્યાં. સને ૧૯૪૨ના વિશ્વયુદ્ધની આગ હિંદના કિનારે પહોંચતાં અમે બને પુછેગામ આવ્યાં ને ભાવનગર પાંજરાપોળમાં મેનેજર તરીકે “મૂંગી દુનિયા ની સેવા પ્રાપ્ત થઈ. સાથે ત્યાં પ્રકાશિત થતા જન’ આમાનંદ પ્રકાશ. જેનધર્મ પ્રકાશ આ આત્મમંથનનાં ગદ્યપદ્ય લખાણને પ્રકાશિત કરવાને વેગ થયો. પાંજરાપોળની પ્રવૃત્તિ સાથે મૂગી દુનિયાની સેવા અને આદર્શ પાંજરાપોળ બનાવવાની ભાવનાને મૂર્ત કરી. મુંબઈના અનુભવને પ્રેકિટકલ કર્યો. ભાવનગર રાજ્યના ગીર ગોસંવર્ધન મંડળમાં માનદ મંત્રી તરીકે બે વરસ સેવા આપી. નેકરી પગાર તે જીવન નિર્વાહ પૂરતું જ લેવું. અમો બે જણા જ હતાં. અમારે કાંઈ જ જાળ વળગી નહાતી એટલે આ બધી પ્રવૃત્તિ નિવૃત્તિને સદ્ ઉપયોગ થઈ શકતે હતે.
સને ૧૯૫૪માં તાલ દવજ તીર્થ તળાજા માં મુનીમ તરીકેની સેવા સ્વીકારી ત્યાં “ઈટયજ્ઞ” શરૂ કરી આખા તીર્થને ઉદ્ધાર કરવાની મહાન પ્રવૃત્તિ શરૂ થઈ. ચંદનની સુવાસ દેવગુરુ ધર્મનું સાંનિધ્ય અને તેમાં વેગ આધ્યાત્મની સાધના તે ચાલુ જ હતી. ‘અમર સાધના” બુક પ્રકાશિત થઈ ધ્યાન સ્વાધ્યાય, વાંચન, લેખન કાર્ય વગેરે પ્રવૃત્તિ તે સાથે અવિરત ચાલુ રહી સને ૧૯૭૯ સુધી આ તીર્થમાં બધાં જ કાર્યો પૂર્ણ થયાં અને મારી ઉંમર ૭૧ મું વર્ષ શરૂ થયું. ૫૮માં વર્ષોથી. હાઈ. બી. પી સ્યુગર, છાતીનું દબાણ વગેર શરૂ થઈ ગયા હતા. છતાં પ્રવૃત્તિ અવિરત ચાલુ જ હતી. સં. ૨૦૩૫ની વૈશાખ સુદિ ૧૩ની ભવ્ય પ્રતિષ્ઠા પછી મારી તથા અ.સૌ. સૌભાગ્યની તબિયત નરમ થઈ ગઈ. કોણ કોને સંભાળે-સાચવે? કર્ણાટકમાં મારું સમસ્ત કુટુંબ રહે. અમે અમારા જીવન ધ્યેયને સાચવવા ત્યાં રહેતા હતા. મારા લઘુબંધુ દલીચંદભાઈ જે ખૂબ લાગણીવંત અને પ્રેમાળ કુટુંબી તેઓ આવી અમે બંનેને બીજાપુર લઈ આવ્યા. તદ્દન નિવૃત્તિમાં કારણ કે ચાલવાની તકલીફ, છાતીનાં દબાણ. સુરવિલામાં શાંતિથી જીવીએ છીએ. નિવૃત્તિમાં પ્રવૃત્તિરૂપે બાળ બગીચે ૧૪ વર્ષો થી ૩ માસ સુધીમાં બાળકોની ફૂલવાડી. પત્રો પુત્રવધુએ સૌ દાદામોટીબાને સાચવે છે. અમે બાળકો સાથે હીલેળ કરતા અજ્ઞાતવાસ ક્ષેત્ર-સન્યાસમાં અમારી અમરસાધના ચાલુ રાખીને શેષ જીવન આનંદ ને સંતોષપૂર્વક વ્યતીત કરીએ છીએ » શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org