________________
७७४
પ્રયત્ન કર્યો એથી કાઈકને હાથી સૂપડા જેવા લાગ્યા, કાઇકને થાંભલા જેવા, કાઇકને દોરડા જેવા લાગ્યા ઇત્યાદિ, પરંતુ મહાવતે તેઓને હાથ વડે સ્પર્શ કરાવીને હાથીના આખા આકારના ખ્યાલ આપ્યા. હાથીના ખ`ડદર્શનને બદલે એનુ' અખડદન કરાવનાર મહાવ્રત તે સ્યાદ્વાદના અથવા અનેકાંતવાદના સ્થાને છે.
અનેકાંતવાદ એટલે વિચારમાં પણ અહિ'સા, કારણુ કે અનેકાંતવાદ એટલે વિધિ પક્ષનાં મ'તવ્યેાની આદરપૂર્ણાંક વિચારણા કરવી અને પેાતાના પક્ષનાં મતબ્યાની પણ પ્રામાણિકપણે માધ્યસ્થભાવે, સત્યની જિજ્ઞાસાથી આલેાચના કરવી અને મિથ્યાભિમાનના ત્યાગ કરી, પેાતાની ભૂલ હાય તે સુધારવી તથા ઉદારતા અને વિવેકબુદ્ધિથી ઉત્તમ તત્ત્વાના સમન્વય કરવા. એટલા માટે ભગવાન મહાવીરે અનેકાંતવાદને ચારિત્રવિકાસના સાધન તરીકે પણ અપનાવ્યેા.
અનેકાંતવાદને જીવનમાં ઉતારવાથી રાગદ્વેષ ઘટે છે, વિસવાદ દૂર થાય છે, ક્લેશ આછો થાય છે, સમભાવ જન્મે છે, મિત્રતા વિકસે છે અને સંવાદ તથા શાંતિ સ્થપાય છે. આથી જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં સમાધાન, શાંતિ અને સંવાદ સ્થાપવા માટે અનેકાંતવાદ ઉત્તમ ફાળા આપી શકે એમ છે,
નમસ્કાર મહામત્ર
નમસ્કાર મહામંત્ર સમસ્ત જૈનોના પ્રાથનારૂપ મુખ્ય મંત્ર છે. એને માટે ‘નવકારમંત્ર' શબ્દ રૂઢ થયેલા છે. ધર્મ સંસ્કારી દરેક જૈન કુટુંબમાં નાના બાળકને ધના સૌથી પહેલા પાઠ નવકારમત્રને શીખવવામાં આવે છે. નવકારમંત્ર નીચે પ્રમાણે છેઃ
નમા અરિહંતાણું
નમા સિદ્ધાણુ...
નમા આયરિયાણં
નમે। ઉવજ્ઝાયાણ નમા લેાએ સવ્વસાહૂ એસા પંચ નમુક્કારા સવ્વ પાવ પણાસણા મ'ગલાણુ' ચ સન્થેસિ પહેમ હુવઇ મંગલ,
Jain Education International
વિશ્વની અસ્મિતા
નવકારમંત્રનાં નવ પદ છે. તેમાં પ્રથમ પાંચ પદમાં આધ્યાત્મિક જીવનમાં મેક્ષપદ સુધી પહોંચી ગયેલા અથવા પહાંચવા માટે પ્રવૃત્ત થયેલા પાંચ પ્રકારના મહાન આત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પાંચ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ પાંચને પ`ચ પરમેષ્ઠિ કહેવામાં આવે છે. છેલ્લાં ચાર પદમાં નવકારમંત્રનેા મહિમા બતાવવામાં આવ્યા છે કે આ પાંચ નમસ્કાર સર્વ પાપાના નાશ કરનાર છે અને સવ મગલામાં પ્રથમ માંગલ છે.
રાગ અને દ્વેષ રૂપી અરિને જે હણે છે અને છેવટે જે મુક્તિ પામે છે એવા સર્વજ્ઞ, સદશી અને સકાલના તથા સ ક્ષેત્રના જિનેશ્વર ભગવ'ત તે અરિહ'ત. જે મહાન આત્માએ ક 'ધનામાંથી સર્વથા મુક્ત થઈને માક્ષપદને પામ્યા છે તે સિદ્ધ ભગવત, દેહધારી જીવનમુક્ત આત્મા તે અરિહંત અને દેહમુક્ત આત્મા તે સિદ્ધાત્મા. જેએ પેાતે પાંચ મહાવ્રતાનું, આચારનું, સયમપૂર્વક પાલન કરે છે અને ખીજાએ પાસે આચારનું પાલન કરાવે છે તે આચાય, જે મુનિવરાશને શ્રુતજ્ઞાન. નું અધ્યયન કરાવે છે તે ઉપાઘ્યાય. જેએ ગૃહસ્થાવસ્થાના ત્યાગ કરી, પાંચ મહાત્રતા ધારણ કરી સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે તે સાધુ.
જનામાં કાઈ પણ શુભ કાર્યના આરભ વખતે, દુઃખ કે સકટ આવી પડે ત્યારે, સૂતાં કે ઊઠતાં, માણસની અંતિમ ઘડીએ એમ જુદે જુદે વખતે હમેશાં નવકાર મંત્રના જાપ કરવામાં આવે છે. આ મંત્રના એકાગ્રતાથી નિયમિત જાપ કરનાર માક્ષપદના અધિકારી બને છે.
જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંત અને વિષયાના અહીં સક્ષેપમાં પરિચય કરાવવામાં આવ્યે છે. જૈન ધર્મના ગ્રંથામાં આ અને બીજા ઘણા બધા વિષચેાની ગહન, સૂક્ષ્મ, શાસ્ત્રીય, તર્કબદ્ધ અને ઝીણવટભરી વિચારણા કરવામાં આવી છે. સાહિત્યના ક્ષેત્રે પણ જૈન વિદ્વાને અને સાધુકવિએ એ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી ભાંષામાં પુષ્કળ મહત્ત્વનું કા કર્યું" છે. અચારના ચુસ્ત અને કડક પાલન દ્વારા જન સાધુસાધ્વીઓએ ભગવાન મહાવીરના સમયથી ચાલી આવતી શ્રમણુપર‘પરાને અખંડિત જાળવી રાખી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org