SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ વિશ્વની અસ્મિતા. લખંડના ગડર, લખંડનાં પતરાં, લખંડના ખીલા વાપર્યા હતા. કયાંઈ પણ એક લાકડાને ટુકડો તેમાં વાપર્યો નથી. આજે તેઓ હયાત નથી. તેમના વારસદારે ત્રણે દીકરાના ઘેર દીકરા છે. આ ચિત્તભ્રમ એલિયા શ્રાવકને મેં મારી નજરે જોયા છે. જાણ્યા છે. અનુભવ્યા છે. તેઓને છેલ્લે છેલ્લે શ્રી ઘંટાકર્ણવીર ઉપર અખૂટ શ્રદ્ધા હતી, આવા તે ઘણું પ્રસંગે મેં સાંભળ્યા છે. તે પ્રસંગે સાંભક્યા પછી મને એમ લાગે છે કે કલિકાળમાં શ્રી ઘંટાકર્ણવીર ભક્તોને હાજરા હજુર છે. સહાય કરે છે. સંકટ નિવારે છે. નિર્ધનને ધનવાન કરે છે. દુઃખિયાઓનાં દુઃખ હરે છે. ભૂત-પ્રેત – આધિ વ્યાધિ ઉપાધિને હરે છે. જેવી જેની ભક્તિ શ્રદ્ધા તે પ્રમાણે તેમણે ધણુઓને ન્યાલ કરી નાખ્યા છે. તેમને આશરો લેનાર શુદ્ધ હૃદયે તેમની ભક્તિ કરનાર શુન્યમાંથી સર્જનતા રચી શકે છે. તેમને સુખડી (ગળપાપડી) બહુ જ પ્રિય છે. તે નિવેદ્ય ધરાવતાં તેઓ ચિત્તપ્રસન્ન રહે છે. તેમની બાધા-માન્યતા અવશ્ય ફળે છે. તેઓના માટે જે કંઈ અપવામાં આવે છે, તેનાથી અનેક ઘણું પ્રાપ્ત થાય છે. તેઓ ભીડભંજન છે. તેમને ભંડાર દ્રવ્યથી ભરવાથી આપણને અનેક ગણું પ્રાપ્ત કરાવે છે. સોના ચાંદીના દાગીના – મુગટ, કાન, જીભ, પગ, હાથ, હાર, ધનુષ્ય - તીર- છત્ર માન્યતાઓમાં પારે ધરાઈ જાય છે. તે જ તેમની સહાયતા પુરવાર કરે છે. ગાંધી જગજીવન ગેવિંદજી ગાંધી દંપતી t પાલીતાણા પાસે સમઢીયાળાના વતની. નાની ઉમરમાં માતા-પિતા ગુજરી ગયાં. એકલવાયા જીવનથી ભારે માટો આંચકો અનુભવ્યો. ઘર છોડીને ખાલી ગજવે હદયમાં હામ ભીડી ચાલી નીકળ્યા. મુંબઈમાં પગ મૂક્યો. કોઈ બાંધી ઓળખાણ નહી. માત્ર હિંમત અને શ્રદ્ધાએ કપરા દહાડા પસાર કરી દોરાબટનનો ધંધો શરૂ કર્યો. સખી. પરિશ્રમ અને મહેનતથી કુટુંબનું ભરણપોષણ કર્યું. અનેક તડકા છાંયા પછી પણ ધાર્મિક મૂલ્યોને કદી ન ભૂલ્યા. જીવનના છેલ્લા શ્વાસ સુધી ચૌવિહાર ચાલુ રાખ્યા, કબૂતરની જુવાર અને અન્ય મદદ કરવાનું સમાજસેવાનું વૃત ક્યારેય ચૂક્યા નહીં. પછી તો ઈશ્વરે યારી આપી, ધંધામાં બરકત વધતી ગઈ. તેમના પરિવારમાં તેમનાં પત્ની જેકરબેન તથા તેમના પાંચ સુપુત્રો શ્રી ભેગીભાઈ, શ્રી ઉત્તમચંદભાઈ, શ્રી પોપટલાલભાઈ, શ્રી પ્રવીણચંદ્રભાઈ, શ્રી કે સુરેશચંદ્રભાઈ સર્વ પરિવાર પચીશ માણસનું કુટુંબ ખૂબ જ સુખી છે. સાથે રહે છે, આખું કુટુંબ ધમપ્રેમી, સમાજ પ્રેમી અને ગુપ્ત દાનમાં માનનારું છે. તેમના ધંધાકીય ત્રણ એકમો જે. જી. ગાંધી (દેરાબટનનું) ગાંધી બ્રધર્સ ( ક્રોકરી ગ્લાસવેર) અને મોડર્ન ટેકસ્ટાઈલ એજીનીયરીંગ વર્કસ (મિલ મશીનરીનું કારખાનું) મોટા પુત્ર શ્રી 3 ભેગીલાલભાઈની દોરવણી નીચે આખોયે પરિવાર ખૂબજ સંપ સહકારથી રહે છે. 31: Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy