SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૪૩ ગામમાં સરદારપુર – સુંદરપુર વગેરે ગામોમાં લહેણું હતું તે દેવાદારી એકઠા થઈને તેમને દેવાની રકમની રજૂઆત તેમના ધર્મપત્ની આગળ કરી આવ્યા હતા. કારણું ચોપડાથી માંડીને તમામ સામગ્રીને નાશ થયો હતો. કરવામાં આવ્યો. જે ઘંટાકર્ણ મહાવીર મૂળમંત્ર છે. તે સાથે મંત્ર અંકિત કરેલો ઘંટ સ્થાપવામાં આવ્ય, ધ્વજદંડ ફરકાવવામાં આવ્યો. તેના ઉપર મહારાજશ્રીએ સ્વહસ્તે અભિમંત્રિત વાસક્ષેપ નાખી મંત્રઉરચારણા કરી પ્રતિમામાં અજોડ ચેતન રેડવું. વજદંડને ચઢાવ વંશપરંપરાને આદેશ વોરા માનચંદ મૂળચંદને આપવામાં આવ્યું. હાલ પણ તેમના વારસદારીના હસ્તે જ દરસાલે પ્રતિષ્ઠાન દિવસે (વરરાગાંઠે) દર વરસના માગશર સુદિ ૩ના દિવસે ધજા ચઢાવવામાં આવે છે. અહીં સંવત ૧૮૮૫ આસપાસને એક નકકર હકીકત ઘટના વાળો પ્રસંગ યાદ આવે છે. વિજાપુર તાલુકાના સરદારપુર ગામના રહીશ શેઠ શ્રી શા નેમચંદ બેચરદાસ તેમની સાસરી મહુડીમાં હોવાથી અવરજવર ક્યારેક થતી હતી. એક સમયે તેમના કાકાજીના દીકરા મહેતા કંકુચંદ નરશીદાસની સાથે મહુડી વિષ્ણુના જાના મંદિરે તથી સાબરમતી નદીના તટે ફરવા ગયેલા ત્યાંથી આવતાં રસ્તામાં શ્રી સાંકળશ્વર મહાદેવનાં દર્શન કરી મહુડીના દેરાસરે આવ્યા. ત્યાં પણું દેરાસરમાં પ્રભુદર્શન કરીને આ સાળા-બનેવી બંને દેરાસરમાંથી બહાર નીકળ્યા એટલે શ્રી કંકુચંદભાઈએ તેમના બનેવી શેઠ શ્રી નેમચંદ બેચરદાસ સરદારપુરવાળાને કહ્યું કે, આપણે શ્રી ઘંટાકર્ણ વીરની મૂર્તિનાં દર્શન કરી આવીએ ત્યારે ધન-દોલતથી આરૂઢ બનેલા શ્રી નેમચંદભાઈએ અતિ મગરૂરીથી ગર્વ કરીને કહ્યું કે, એ પથ્થર તે તમારા ઘર આગળ પડેલે મેં જોયો હતો. તેના ઉપર બેસી સે દાતણપાણી કરતા હતા. શું છે એ પથરની પ્રતિમનિા મારે કાંઈ દર્શન કરવા નથી. આટલું કહી તેઓ તેમના સાસરાના ઘેર ગયા ને ત્યાંથી જે સાધન લઈ આવ્યા હતા તે સાધન દ્વારા ત્રણ કલાકમાં તેમના ઘેર સરદારપુર પહોંચ્યા. ત્યાં રાત્રે અચાનક એકી સાથે તેમનાં બે ઘર હતા. તે સાથે પેઢી ચાલતી હતી. તે દુકાન હતી. તે બધું એકાએક આગ લાગી ભડકે બળવા લાગ્યું. આગ એકદમ જોરમાં હતી. છ સાત કલાકમાં તો બધું જ બળીને ભરમીભૂત થઈ ગયું. ચલણી નોટ પણ બળી ગઈ. કંઈપણ બચવા પામ્યું ન હતું. તેઓ બધા ઘરની બહાર નીકળી ગયા હતા. ગામલોકોએ ભેગા થઈ પાણી નાખી આગ હોલવી તો ખરી, પરંતુ કંઈ ધરવખરી પણ બચવા પામી ન હતી. તિજોરી હતી તેમાંની ને પણ બળી ગઈ હતી. પરંતુ તિજોરી ખસેડવા જતાં તેનું તળિયું -તૂટેલુ દેખાયું. તે નીચે સુખડી કે જે ઘંટાકર્ણ મહાવીરને પ્રસાદમાં ધરાવવામાં આવે છે તેનો થાળ દેખાય. સુખડી તાજી બનાવી હોય તેવી હતી. આશરે બે લાખનું નુકસાન થયું હતું. સુખડી જેવા પછી તેમને પોતાને ભાન થયું હતું કે શ્રી ઘંટાકર્ણવીરની અવન -ગણન ને શાબ્દિક અશાતનાથી આ કા૫ થયો હતો. તેઓ ત્યાંથી નિરાધાર બનવાને હિસાબે નાસી છૂટા હતા ને ચિત્તભ્રમ જેવું થયું હતું. નાગપુર જઈને પાન બીડીની દુકાન કરી છ માસ સુધી છૂપા રહ્યા હતા. અહીં ધરવાળા તે બધું શોધાશોધ કરી આશા ગુમાવી બેઠા હતા કે જરૂર આપધાત કર્યો હશે. તેઓનું બેત્રણ ગઈકાલને લક્ષાધિપતિ આજે ભિખારી હાલત બની ગયો હતા. સગાંવહાલાં સૌ જરૂરી ચીજ ધન-ધાન્ય કપડાં લઈ ઘર વખરી થોડી થોડી પહોંચાડી આવ્યા હતા. આ ભાઈને પત્ત મેળવવા ઠેકઠેકાણે તપાસ કરેલી પણ કંઈ વળેલું નહીં. છ મહિના પછી તેમના કોઈ સગા આબુ અચાળગઢ ઉપર જાત્રા કરવા ગયા હશે, જે તેમચંદભાઈના સાળા ભાઈશ્રી મહેતા પોપટલાલ ચુનીલાલને સાથે લઈ ગયા હતા. તે વખતે આચાર્ય મહારાજશ્રી શાંતિસાગરજી મ.સા. ત્યાં બિરાજમાન હતા. તેમને તે અરસામાં મન હતું. તેઓને આ બંનેએ (નમન કરીને) સુખશાતા પૂછી અને પોતે કઈ જિજ્ઞાસાથી ત્યાં આવેલા છે તે મહારાજશ્રીને જણાવ્યું. મહારાજશ્રીએ ભાઈશ્રી પોપટલાલના દયાળુ ચહેરા ઉપર દયા આવી. હાથના ઇશારાથી સૂચવ્યું કે આવતી કાલે આવશો. તે પ્રમાણે બીજે દિવસે તેમની પાસે ગયા. તે દરમિયાન ચોગ સમાધિથી મહરાજશ્રીએ ગુમ થયેલ વ્યક્તિને નાગપુરમાં નિહાળ્યા હતા. તે દુકાન ને સરનામા સાથેનું જ્ઞાન મેળવી લીધું હતું તે પ્રમાણે કાગળમાં લખી આપ્યું કે, તમારા બનેવી શી નેમચંદ બેચરદાસ નાગપુર શહેરમાં જે શેરીમાં પાન બીડીની દુકાન કરી હતી, ત્યાંના પત્તા સાથે હું તમને લખી આપું છું. ત્યાં આ વ્યક્તિ હયાત છે. તે પ્રમાણે સરનામું મેળવી લઈ મહેતા પોપટલાલભાઈ મહુડી ઘરે આવ્યા હતા. આ વાત કંઈ માનવામાં આવતી ન હતી. પરંતુ તેમની બહેન સરસીબહેનના કહેવાથી ને આગ્રહથી તેઓ નાગપુર ગયા. ત્યાં મહારાજશ્રીએ લખી આપેલ સરનામા પ્રમાણે પહોંચ્યા. ત્યાં આ સાળા બનેવીને ભેટ થયા. ત્યારે તે શેઠશ્રી નેમચંદભાઈ બેચરદાસ ઘંટાકર્ણ વીરમાં ઘણી જ શ્રદ્ધા ધરાવતા થઈ ગયા હતાં. કેટલીક માનતાઓ રાખી હતી, તેમને આ સમગ્ર ઘટનાનો આઘાત લાગ્યો હતો. તેઓએ ફરી ગામમાં આવવા માટે ઈચ્છા દર્શાવી નહીં, ત્યારે માંડ માંડ પોપટલાલભાઈ તથા બીજાઓ સમજાવીને તેમને પાછા સરદારપુર લઈ આવ્યા હતા. સરદારપુર આવ્યા બાદ દર પૂનમે મહુડી શ્રી ઘંટાકર્ણ વીરનાં દર્શન કરવા આવવાને તેમને નિયમ થઈ ગયો હતો. કેટલીક વખત તેના કરતાં પણ અનેકવાર આવતા હતા. પાછળથી તેઓશ્રી ઘંટાકર્ણ વીરના ઉપાસક બની ગયા હતા, વેળા હતી તેવી પાછી વળી હતી. પરંતુ શ્રી ઘંટાકણ વીરની ભક્તિમાં તેમનું દિલ એવું જડાયું હતું કે, દુનિયાની દષ્ટિએ તેઓ ઉપાસક ને ચિત્તભ્રમ વાળા દેખાતા હતા. તેઓ કાગ બોલા થઈ ગયા હતા. કોઈના માટે જેવું ભાસે તેવું બોલતા હતા અને તે પ્રમાણે થતું પણ હતું. પાછળથી તેઓએ સરદારપુરમાં જ એક મોટુ નવું ઘર બંધાવ્યું તેમાં “દૂધને બળેલે છાશ ફેંકીને પીવે ' તે રીતે લાકડું ક્યાંઈ પણ ન વાપરતાં બારી-બારણાં મેડી મથાળ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy