________________
આજેલ( ઉત્તર ગુજરાત નું ગૌરવશાળી દંપતીરત્ન
શેઠ શ્રી મુળચંદ દીપચંદ શાહ સ્વર્ગસ્થ અ. સી. ચંપાબહેન મુળચંદ શાહ શેઠe મુળચંદ દીપચંદ શાહ ગુજરાતમાં આજેલ ગામના વતની છે. હાલ મુંબઈ રહે છે. તેઓ શ્રી બાપદાદા વખતથી ગર્ભશ્રીમંત છે. તેઓશ્રીએ પોતાના ગામમાં દેરાસરમાં ભગવાનની પ્રતિષ્ઠા તેમના વડવા શેઠશ્રી અમુલખ માણેકચંદના નામે કરી છે. તે દિવસે સમગ્ર ગામની અઢારે કોમને જમાડીને પુષ્પ ઉપાર્જિત કર્યું છે તેઓશ્રી તથા તેમનાં ધર્મપત્ની અ. સ. ચંપાબેન તથા કુટુંબના ભાઈઓએ ઘણી જ ઉદારવૃત્તિ દાખવી છે. પુણ્ય-દાન કરવામાં શરીર છે. ગામમાં આગેવાનીભર્યો તેમને મેમે છે. તેમનાં ધર્મપત્ની અ. સ. ચંપાબહેન સંવત ૨૦૩૪માં સ્વર્ગવાસ થયા બાદ તેમને નામે પ્રશ્ય-દાનમાં સારામાં સારી રકમ તેઓ વાપરે છે. અ. સિ. ચંપાબહેન મુળચંદ દીપચંદના નામે માતબર રકમ આજેલમાં આપી તેમના નામે હાઈસ્કૂલ બનાવી છે. સંવત ૨૦૩૩ની સાલમાં તેઓશ્રીએ સાડા ચારસે તપસ્વીઓને સમાવેશ કરી મહેસાણુ મુકામે શ્રી સિમંધર સ્વામી જિનમંદિર ધર્મશાળામાં આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી તથા તેમના શિષ્ય આ, ભગવંત કલ્યાણસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ઉપધાન તપની આરાધના પોતાના ખર્ચે કરાવી નાણાંને સવ્યય કર્યો છે. સંવત ૨૦૩૦ના પિષ માસમાં તેઓશ્રી જ્યાં હાલ રહે છે તે મલાડ- ઈસ્ટ દેવચંદ નગરમાં સારી રકમ ભેટમાં આપી અ. સ. ચંપાબહેન મુળચંદ દીપચંદના નામની આયંબીલ શાળા કાયમી શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતું ચાલુ કરેલ છે. તેમને બે પુત્રો પૈકી ચિ.ભાઈ સુમતીલાલ તથા ચિ.ભાઈ ભોગીલાલ તેઓ પણ પિતા જેવા દાનેશ્વરી છે. ધર્મપરાયણ છે. ધર્મ પત્નીના પુણ્ય નામ સાથે આજોલ ગામમાં હાઈસ્કૂલ તથા મલાડ દેવચંદ નગરમાં વર્ધમાન તપ આયંબીલ ખાતુ શરૂ કરી તેમના નામને અમર બનાવ્યું છે. તેઓ પોતે હાલ અડસઠ વર્ષની ઉંમરના છે. હજ ધાર્મિક કાર્યો કરવા માટેની ખેવને ઉદાર ભાવ સાથે ધરાવે છે. હાલમાં તેઓશ્રી મેસર્સ એસ. એમ. શાહ નામની ફર્મ મુંબઈ – ત્રીજ જોઈવાડામાં ચલાવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org