SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ. ભાગ–ર સુધારા કરી શક્તિશાળી લશ્કરની રચના કરી. પહેલાં માત્ર સામુરાઈ વના (ભારતના રાજપૂત લેકે! જેવા લડાયક ) લેાકેાને જ સેનામાં ભરતી કરાતા તેને બદલે દરેક વર્ગના લોકોને લશ્કરમાં દાખલ થવાની તેણે છૂટ આપી અને ૨૦ વર્ષની ઉપરના દરેક જાપાની યુવક માટે ૩ વર્ષની જિયાત લશ્કરી તાલ્રીમ દાખલ કરી, તેણે જાપાનના લશ્કરી જીવનમાં ક્રાંતિ આણી હતી. નૌકાકાફલાની શરૂઆત ૧૮૫૫માં જ ડચ નૌકાધિકારીઓના માદન હેઠળ કર્યા ખાદ ફ્રેંચ પ્રભાવ હેઠળ તેની પુન: રચના કરવામાં આવેલી. ૧૮૬૯માં બ્રિટિશ નૌકાદળની મદદથી નૌકા તાલીમ-શાળા પણ ખેાલવામાં આવી અને ઘણાને ઇંગ્લેંડ તાલીમ લેવા માકલવામાં આવ્યા. ૧૮૭૫ માં જાપાનનુ લાખડનું પહેલું વહાણ તરતું મુકાય. ૨૦ વર્ષ પછી ૧૮૯૫માં ૨૮ વહાણા અને ૨૪ સમમરીન ધરાવતુ જાપાની નૌકાદળ ચીનને હરાવવામાં સમ નીવડયું હતું. સ્થલસેનાની પુનઃ રચના જમન પદ્ધતિએ કરવામાં આવી. તેમણે નવું સૂત્ર ખુલંદ કર્યું": “ સમૃદ્ધ દેશ અને શક્તિશાળી લશ્કર ”. થાડાં વર્ષોમાં તેની નોંધ શક્તિ એશિયામાં શ્રેષ્ઠ ગણાવા લાગી. તેનાં યુદ્ધજહાજે ભયજનક ગણાવા લાગ્યાં. બીજા વિશ્વયુદ્ધ સમયે નૌકા શક્તિમાં અમેરિકા અને ઇંગ્લેંડ પછી તેના ક્રમ જગતમાં ત્રીજો હતા. ઉપરાંત ટાકિયા અને ઓસાકામાં તાપ, 'દૂક અને દાગાળાનાં કારખાનાં પશુ શરૂ થયાં. ૫. વેપાર અને ઉદ્યોગ મેઇજી સરકારે આર્થિક ઉન્નતિ માટે પણ ખૂબ જ જાગૃતિ દાખવી. જાપાન શીખવામાં સમથ હતુ તેથી તેણે પશ્ચિમની વૈજ્ઞાનિક શેાધા અને યંત્રાને એટલી થી અપનાવ્યાં કે તે પેાતાના પાશ્ચાત્ય ગુરુએ કરતાં પણ સવાયુ... નીવડયું. પશ્ચિમની હુરાળમાં આવવા માટે સમ્રાટ મેઇજીએ ઔદ્યોગીકરણને પ્રાત્સાહન આપ્યું. મૂડીવાદી વગને ઉદ્યોગાના ક્ષેત્રે આકÖવા માટે તેણે રાજ્ય તરફથી કારખાનાં માટેનાં મકાના મધાવ્યાં, તેમાં યંત્રો ગાઠવ્યાં, તેને ઉત્પાદન કરતાં કર્યા અને પછી તેને મૂડી પતિઓને વેચવા સરકારે તૈયારી બતાવી. મૂડીવાદી કુટુ'એ આ નવા ક્ષેત્રે આગળ આવ્યા પછી તે કારખાનાં સ્થાપવાની પર’પરા શરૂ થઈ. મિત્સુઈ, મિત્સુખિસી જેવા ધનવાન કુટુાએ પણ આ ક્ષેત્રે ઝંપલાવ્યું. પછી તે ભારતના ટાટા ખિરલા અને મફતલાલ કુટુંબના ઉદ્યોગ Jain Education Intemational ૨૨૩ જૂથાની જેમ મિત્સુઈ, મિત્સુબિસી વગેરેનાં ઉદ્યોગ જૂથે સ્થપાયાં, પરિણામે જાપાનની ઔદ્યોગિક ક્રાંતિ ઝડપી મની. પાશ્ચાત્ય ટેકનિકલ પદ્ધતિવાળા ઉદ્યોગા પણ સ્થપાયા. ૧૮૬૬માં ઇંગ્લેડથી સુતરાઉ કાપડ વણવાની મશીનરી તથા તેના કારીગરા લાવવામાં આવેલા. તેના આધારે માટી કાપડ મિલેા નખાઈ, સફેદ લાદી, સિમેન્ટ, ગરમ કાપડ, સોડિયમ સલ્ફેટ અને બ્લીચિંગ પાવડરનાં કારખાનાં પણ નખાયાં.૪ જાપાન જાણતું હતુ` કે સ્વત"વિકાસની સાથે લશ્કર માટે જરૂરી એવા ઉદ્યોગેાના ત્રતા ટકાવી રાખવા લશ્કરની જરૂર છે. તેથી અર્થતંત્રના વિકાસ તરફ પણ ધ્યાન અપાયું, નાગાસાકીની લાખડની કાઉન્ડ્રીના વિકાસ કરી શસ્ત્રોના ઉત્પાદનને વેગ અપાયા. તાપ અને દારૂગેાળાનાં કારખાનાં પણ કામ કરતાં થઈ ગયાં, ૧૮૭૩માં ખાણ-વિભાગ શરૂ થયા. ૧૮૮૧ માં સેાના અને ચાંદીની ૯૦% ખાણેાના સરકારે કબજો લીધા, ૧૮૮૦માં સરકાર હસ્તક ૩ જહાજવાડા, ૫૧ વહાથેા, પ્ દારૂગેાળાના કારખાનાં, પર ખીજાં કારખાનાં, ૧૦ ખાણા વગેરે હતાં.પ જાપાને ઔદ્યાગિક ક્ષેત્રે એવી ઝડપી પ્રગતિ સાધી કે તે ઇંગ્લેડ જેવા ઉન્નત દેશની હરીફાઈ કરવા લાગ્યુ’. વીસમી સદીમાં તે। જાપાને અસાધારણ આર્થિક પ્રગતિ સાધી. ૧૯૦૩ પછી જાપાન જગતના ઉદ્યોગપ્રધાન દેશ ગણાવા લાગ્યા. ઇંગ્લેડના મમિ ઘમની ખરાખરી કરી શકે તેવા ઓસાકા અને અન્ય ઔદ્યોગિક નગરીના વિકાસ થયે. કાગળ, દીવાસળી, શરાબ, રાસાયણિક ખાતર વગેરેનાં કારખાનાં પણ શરૂ થયાં. દવા અને ઝડપ-રસાયણાની તા તે ૧૯૨૦ પછી જગતમાં નિકાસ કરવા લાગ્યું, ખીજા દેશમાં તે મૂડીરોકાણ કરવા લાગ્યું અને જગતનાં ખજારા જાપાની માલથી ઊભરાવા લાગ્યા. તેથી બીજા રાજ્યેાએ જાપાની માલ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણા મૂકયાં. ૧૯૩૭માં તે સુતરાઉ કાપડની સૌથી વધુ નિકાસ કરનાર ઇંગ્લેડની હરીફાઈ કરવા લાગ્યુ અને રચાનના ઉત્પાદન અને વેચાણુમાં જાપાન જગતનુ પ્રથમ ન’ખરનુ` રાજય બન્યું. વિદેશી વેપારમાં પણ ઝડપી વૃદ્ધિ થઈ. ૧૮૯૫માં જાપાનના વિદેશી વેપાર ૨૩ કરોડ ચેનના હતા તે ૧૯૧૮માં લગભગ ૧૭ ગણા વધીને ૪૦૦ કરોડ ચેતના થઈ ગયા હતા. સુતરાઉ કાપડ, રેશમ, ચાન, લાખડ અને પાલાદના ઉત્પાદનમાં અનેકગણા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy