SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ અને ઝંદ અવેસ્તા ( સામ્ય અને ભિન્નતાનું પરિશીલન ) સાચેલી સૃષ્ટિમાં પરિવર્તન” એ જ સ્વાભાવિક અને સસામાન્ય ધર્મ છે. ભાષાએ પણ, આ જ ન્યાયે પરિવર્તિત થતી રહી છે. ખાર ગાઉએ ખાલી ખદલાય છે, તેમ સમયના પરિવર્તન સાથે, કાલક્રમે પણ એ!લી બદલાય છે. વાતાવરણ, સંસ્કૃતિ, સભ્યતા વગેરેનાં પરિવત નાના સંદર્ભમાં કે સમાગમના સદમાં પણ આવાં પરિવતના સજાઈ જાય છે, કોઈ એક જ પ્રદેશમાં વસતા લેકે આવશ્યકતા અનુસાર, પૃથ્વીના દૂર દૂરનાં સ્થાનામાં પ્રવાસ અને વસવાટ કરવા લાગ્યા. પરિણામે, પરંપરાગત રીતે મૂળ સંબંધ ધરાવતી જે તે ભાષાઓ, પ્રાદેશિક અસર, વિવિધ સપર્ક આદિને કારણે, વિવિધ રીતે વ્યક્ત થવા લાગી. આ ઉપરાંત, શારીરિક કારણા, ( સ્વરતંતુના ભેદ વગેરે), મનોવૈજ્ઞાનિક કારણા ( દા. ‘ શોર્ટ કટ' કરવાની વૃત્તિ-do not ને બદલે don't વગેરે), સામાજિક કારા (ચદૃચ્છા કે મેાભાવાળી વ્યક્તિ ખેલે તે પ્રમાણે બની રહે, પાશાકની જેમ તે અનુસરાય વગેરે) આદિ પણ ભાષામાં પરિવર્તન સજે છે. પેાતાના વ્યક્તિત્વના એક ભાગ તરીકે ભાષાને માનીને, અન્યથી અલગ વ્યક્તિત્વ ઉપસાવવા માટે પણ ભાષા મઠારવામાં આવે છે અને કથારેક તે સમાન રીતે, પ્રયત્નપૂર્વક, ભાષા પરિવર્તન કરવામાં આવે છે. ( દા. ત. ગામડાના વ્યક્તિ શહેરમાં પોતે ગામડિયા ન ગણાય તે ખ્યાલથી વધુ ચીપી ચીપીને ખેલે છે. ) આવાં વિવિધ કારણેાને લીધે આજે ત્રણેક હજાર ભાષાએ જગતમાં બેલાય છે, એમ ભાષાવિદ્યાએ નાંધ્યુ છે. આ ઉપરાંત પણુ, અન્ય અજાણ ભાષાએ વપરાતી હશે એવું અનુમાન પ્રવર્તે છે. આવું વૈવિધ્ય પ્રવતુ હોવા છતાં, જેમાં શક્રમ અને સામ્યની દૃષ્ટિએ બંધારણુની સમાનતા અને ભાષાઓમાં જણાતી ધાતુઓ અને શબ્દરૂપી ‘વાગ્ વસ્તુ ની સમાનતાને આધારે, મૂલતઃ એક હાઈ શકે તેવા, અને પરસ્પરના પાશ ધરાવે છે તેવાં સખ્યામ'ધ ભાષાકુળા, કલ્પવામાં આવ્યાં. ૐ આવાં, ૧૨ મુખ્ય ભાષાકુળા, ઉપકુળા Jain Education Intemational – પ્રા. ચંદ્રિકા વી. પાઠેક શાખાએ, ઉપશાખાઓ અને સમુદાયા સૂચવાયા છે. તેમાં પણ મુખ્યત્વે ચારેક ભાષાકુળ-ખંડ ( ભાષાકીય-ખંડ ) સૂચવી શકાય. (1) અમેરિકન પ્રદેશ. (ર) પ્રશાન્ત મહાસાગરના પ્રદેશ, (૩) આફ્રિકન પ્રદેશ અને (૪) યુરોપઅશિયાના (યુરેશિયાના) પ્રદેશ, આ ભૂભાગેાનાં ખેલાતી એલીએ એટલી તે વિકસતી ચાલી કે કયારેક તે તેમના આનુવાંશિક સંબંધ પણ દુર્ગંધ બની ગયા. અન્ય કોઈ પણ પ્રાદેશિક વિભાગ કરતાં યુરેશિયાના પ્રદેશમાં વધારે ભાષાકુળ વિકસ્યાં છે, દસેક ભાષાકુળને અહી સ્વતંત્ર અને અતિશય વિકાસ સધાયા છે. આ ભાષાકુળામાંનું ભારત-યુરાપીય ભાષાકુળ (Indo-European ) અથવા આ ભાષાકુળ સૌથી વધુ સમૃદ્ધ છે. અતિ વિશાળ વિસ્તારની દૃષ્ટિએ તેમાં સમગ્ર યુપ, એશિયાઈ રશિયા, મધ્ય એશિયા, ઈરાન અફઘાનિ સ્તાન, બલુચિસ્તાન, ભારત આદિના સમાવેશ થાય છે. આ કુળમાં સંસ્કૃત ભાષાની આગવી એવી સાહિત્યસમૃદ્ધિ અને પ્રાચીનતા હોઈને તેનુ વૈશિષ્ય તેની લિંગની ભાષાએકમાં જળવાઇ રહ્યું છે. અન્ય ભાષાઓના તુલનાત્મક અધ્યયનની દૃષ્ટિએ પણ તેનુ મૂલાધાર રૂપે ગણુનાપાત્ર મહત્ત્વ રહ્યું છે. વિશ્વના વિવિધ ભાષા-સ્વરૂપેામાંના સમાન્તર ભાષા સ્વરૂપા જોયા પછી, તે બધાની સમાન ભૂમિકા અને મૂળ ભાષા શેાધવાના યત્નો થયા અને એના પરિણામે પ્રાભારતયુરોપીય અથવા પ્રાચીન કે આદિમ આય કે આદિમ ભારત-યુરે।પીય ( આ. લા. ચુ. Primitive Indo-European) એવી ભૂમિકાને મૂળ તરીકે ધારવામાં આવી. જો કે તેનું ને ંધાયેલ પ્રામાણિક સ્વરૂપ ઉપલબ્ધ થતું નથી. ઉપલબ્ધ અને ક્ષાનુમાનિક વિગતાના આધારે એક ભાષા-શવૃક્ષ, સમયના નિર્દેશ સાથે કલ્પવામાં આવ્યું છે, જે ભાષાના વાચિક વિસ્તારની ગાથા કહી જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy