SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વનાં કેટલાંક સ્થાપત્યકીય સ્મારકો સ્થાપત્યકલાના સમાવેશ લલિતકલામાં કરવામાં આવે છે. અંગ્રેજીમાં સ્થાપત્ય માટે વપરાતા શબ્દ Archi ecturet છે, જેમાં Architect શબ્દ પણ રહેલા છે. Architect એટલે વડા કારીગર અને તેની કલા Architecture તરીકે એળખાય છે. અલ'કૃત ખાંધકામના સમાવેશ Architecture શબ્દમાં થાય છે. સર સીડની કોલવીન સ્થાપત્યની વ્યાખ્યા આપતાં જણાવે છે, કે, “સ્થાપત્ય આકાર આપવાની કલા છે. તેનુ' કાર્ય ક્રમબદ્ધ અને અલંકૃત પિડાના સયાજને થી લાગણી વ્યક્ત અને ઉત્તેજિત કરવાનું છે, ” ડબલ્યુ. આર. લેથી સ્થાપત્યની વ્યાખ્યા આ રીતે આપે છે, લાગણીના સ્પર્શ પામેલી ઇમારત એ સ્થાપત્ય’ ” જેના આધારે માનવી આબોહવા સામે આત્મરક્ષા કરી શકે છે તે ગૃહ કે આવાસ માત્રને જ સ્થાપત્ય ન કહી શકાય; પર'તુ જે ગૃહમાં ભારવહનના હેતુ સુંદર રીતે સધાયેલે હોય અથવા એવા ભાવ તેમાં રજૂ કરવામાં આળ્યેા હાય તેને સ્થાપત્ય કહી શકાય. 66 સંસ્કૃતિના ઘડતરમાં સ્થાપત્ય ઘણું અગત્યનુ સ્થાન ભાગવે છે, એટલું જ નહીં, પરતુ સ્થાપત્ય દ્વારા જે તે સમયની સંસ્કૃતિનું દર્શન પણ આપણને થાય છે. સ્થાપત્ય એ સર્વાં યુગાનુ એક મુદ્રણાલય છે અને જે સમયે તે અ'ધાયુ' હોય તે સમયની સામાજિક સ્થિતિના ઇતિહાસ તે રજૂ કરે છે. શ્રી. રત્નમણિરાવ જેટના શબ્દોમાં કહીએ તેા, સ્થાપત્ય પણ સમાજના સંસ્કારનું માપ કાઢવાનુ` એક અગત્યનુ સાધન છે. કવિતા અને સાહિત્ય ની પેઠે એ પ્રજાની રસવૃત્તિ વ્યક્ત કરે છે. ઇંટ, લાકડાં ને પથ્થરમાં મૃત થયેલું એ મહાકાવ્ય કે સાહિત્ય છે. માણસ કેવાં રાચરચીલાં વચ્ચે, કેવા ઘરમાં રહે છે અને કેવા મંદિરમાં શ્વરને પૂજે છે તે ઉપરથી તેના સ'સ્કાર વારસાને જાણી શકાય છે, સમાજ પણ કેવાં ઘર અંધે છે, કેવાં મંદિર બાંધે છે, ગામ, દેશ કે શહેરને કેવી રીતે અલંકૃત કરે છે તે ઉપરથી તેના જીવનના સંસ્કારનું માપ નીકળે છે. ૐ Jain Education International –શ્રી ચેાસસ પરમાર પક્ષીઓને માળા બાંધતાં અને કેટલાંક જીવજં તુઓને દર બનાવતાં જોઈને મનુષ્યને પણ પેાતાને રહેવા માટે પણ કુટી બાંધવાના વિચાર અબ્યા હશે. અને જ્યારે ગુફાનિવાસી મનુષ્ય ગુફામાં રહેવાનું ત્યજીને પણ કુટી ખાંધવાની શરૂઆત કરી હશે ત્યારથી જ સ્થાપત્યકલાનાં બીજ ૨ાપાયાં હશે એમ કહી શકાય. વિશ્વની દરેક પ્રજા છેક પ્રાચીન કાળથી વિવિધ સ્વરૂપના સ્થાપત્યના નમૂનાઓ બાંધતી આવી છે. આમાંનાં કેટલાક સ્થાપત્યના નમૂનાઓ તેા માનવીની સ્થાપત્યકીય સિદ્ધિનાં યશોગાન ગાતા અને તત્કાલીન સસ્કૃતિને પ્રતિષિ`ખિત કરતા સે...કડા વર્ષોથી આજે પણ અડીખમ ઊભા છે. વિશ્વના આ સ્થાપત્યકીય વારસા અન્ય ક્ષેત્રની જેમ સમૃદ્ધ છે. આમાંનુ કાઈ સ્થાપત્ય માનવીની ધાર્મિક શ્રદ્ધાને પ્રતિખિખિત કરે છે તે કાઈ સ્થાપત્ય માનવીની સરક્ષણ સૂઝને પણ પરિચય કરાવે છે. નિર્માણના હેતુની દૃષ્ટિએ આ સમગ્ર સ્થાપત્ય બે વિભાગમાં વહેં'ચી શકાય. (૧) ધર્મને કેન્દ્રમાં રાખીને જે સ્થાપત્ય નિર્માયું તે ધાર્મિક સ્થાપત્ય તરીકે ઓળખાય છે. જેમ કે મદિર, મસ્જિદ, દેવળ, સ્તૂપ, મકખરા વગેરે. (૨) જ્યારે નગર કે નાગરિકને કેન્દ્રમાં રાખીને જે સ્થાપત્ય બંધાયુ તે નાગરિક સ્થાપત્ય તરીકે ઓળખાય છે. કિલ્લાએ, વાવ, કૂવા, તળાવ, કુંડા, રાજપ્રાસાદો વગેરેના સમાવેશ નાગરિક સ્થાપત્યમાં થાય છે. સ્થાપત્યના ખાંધકામની એ પદ્ધતિ જોવા મળે છે. પ્રથમ પદ્ધતિ શૈલેાકીણ કે શૈલાત્મક પ્રકારની છે. અગ્રેજીમાં તેને Rock-cut કહેવામાં આવે છે. કોઈ પંત કે ખડકને અંદરની કે બહારની બાજુથી કારી કાઢીને જે સ્થાપત્ય રચવામાં આવે છે તે શૈલાત્મક પ્રકારનું સ્થાપત્ય છે. સ્થાપત્યના ખાંધકામની બીજી પદ્ધતિ ઇમારતી પ્રકારની છે. અગ્રેજીમાં તેને Structural કહે છે. બાંધકામ માટેના પદાર્થી—ઇંટ, પથ્થર કે લાકડુ ગેાઠવીને જે સ્થાપત્ય રચવામાં આવે છે તે ઇમારતી પ્રકારનુ છે. વિશ્વનું સ્થાપત્ય એ માનવ ઇતિહાસનુ' એક વિસ્તૃત પ્રકરણ છે, વિશ્વના એકેએક દેશમાં સેકડેાની સખ્યામાં સ્થાપત્યકીય સ્મારકા આવેલાં છે. સ્થાપત્યનાં મા એકેએક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy