________________
૧૧૮૮
વિશ્વની અસ્મિતા
ખેતીવાડીક્ષેત્રે જેમણે એસે જેટલાં ઈનામો પ્રાપ્ત કર્યા હતાં
પ્રગતિશીલ ખેડૂત દંપતી
- મુશ્કેલી અને ગરીબાઈમાં પણ અવિરત પરિશ્રમ, ખંત અને જો સાર છે.
ધીરજથી વેરાન અને રેતાળ જમીનને નંદનવન બનાવી શકાય છે અને ધરતીમાતાની ગોદમાં માથું મૂકી સતત સેવાનો સંકલ્પ લેવાથી ધૂળમાંથી તેનું પણ મેળવી શકાય છે એની પ્રતીતિ ડાહ્યાભાઈને જીવને ઝરવારમાંથી મળી રહે છે.
ડાહ્યાભાઈ બોરસદ તાલુકાના ઝારોલા ગામ વતની હતા. તેમના પિતાશ્રી એક સામાન્ય શિક્ષક હતા અને આઠ વર્ષના મૂકી
દેવલેક થયેલા. એવી પરિસ્થિતિમાં ખેતીના કામમાં વિધવા માતાને સ્વ. ડાહ્યાભાઈ ફુલાભાઈ પટેલ સ્વ. સૂરજબેન ડાહ્યાભાઈ પટેલ મદદ કરવાની અને મુસીબતને સામને કરવાની બેવડી જવાબદારી બાળક ડાહ્યાભાઈમાં આવી પડી. ૨૦ વિઘાની બાપીકી જમીન પર એમણે ખેતી કરેલી અને સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો.
૧૯૩૦માં મહાત્મા ગાંધીજીના ધારાસભાના સત્યાગ્રહની શરૂઆત થઈ અને ડાહ્યાભાઈએ અભ્યાસ અને ખેતી બંને છોડી એમાં ઝંપલાવ્યું. ત્રણ વર્ષ એમણે આંદોલનમાં ગુજાર્યા. ત્યાર બાદ ચેડા ગાળા દરમિયાન એમણે કુઆની ઓળખાણથી મિલમાં નેકરી લીધી પરંતુ મિલની ગુલામીને તિલાંજલિ આપવાનું જ એમને મુનાસિબ લાગ્યું
૧૯૩૬ની સાલમાં તેઓએ અમદાવાદમાં ૨૨ એકરની સ્વતંત્ર જમીનના સેટ પર ખેતીની શરૂઆત કરી એટલું જ નહીં પણ ખેતીની સાથે સાથે તેઓએ ડેરી ઉદ્યોગ પણ નાના પાયે શરૂ કર્યો. તેની સાથે તેઓએ નર્સરીની શરૂઆત કરી અને સારાં બી અંગેનું સંશોધન કર્યું.
૧૯૪રમાં ડાહ્યાભાઈએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. એક વર્ષ પછી ડાહ્યાભાઈએ ફરીથી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તે અરસામાં જ તેમણે ફુટ અને વેજિટેબલ વિભાગમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સેવા બજાવી હતી.
તેમણે જમીનની ફળદ્રુપતા વધારવા કંપોસ્ટ ખાતર બનાવવાની શરૂઆત કરી અને ખાતરની સાથે બીજે દ્રો મેળવવા સ્મશાનમાંથી મડદાની રાખ ખેતરમાં નાખવાને પ્રયોગ કર્યો. તેમજ તળાવની ચીકણી માટી નાખીને જમીનને કસ સુધાર્યો. ત્યારબાદ તેમણે તેમાં સી. એ. ટુ, કપાસનું પ્રથમ વાર એ જમીનમાં કર્યું અને તેમાં તેમણે સુંદર સફળતા મેળવી. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં ખેતરમાં પાળા બાંધવાની સૌ પ્રથમ શરૂઆત એમણે કરી અને એમ કરીને જમીનનું ઉત્પાદન વધાર્યું.
ખેતીવાડીનાં પ્રદર્શનમાં આજ લગીમાં ડાહ્યાભાઈ ૧૦૦ જેટલાં ઇનામો જીત્યા છે. એ જ એમની સફળતાની પારાશીશી છે.
આમ ડાહ્યાભાઈ ગરીબ અને અનાથ દશમાંથી પોતાના પરિશ્રમ અને જાત મહેનતથી એક સુખી, સમૃદ્ધ અને પ્રગતિશીલ ખેડૂત તરીકેનું નામ આપણી સમક્ષ મૂકી ગયા છે.
લગ્ન બાદ ડાહ્યાભાઈએ શરૂ કરેલ ડેરીને ઉદ્યોગ સૂરજબેને પોતાને હસ્તક લીધે. આમ ડેરીની જવાબદારી સ્વેચ્છાએ ઉપાડી લઈ ડાહ્યાભાઈને ખેતીમાં વધારે પ્રવૃત્ત કર્યા હતા.
૧૯૪૨માં જ્યારે ડાહ્યાભાઈએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું ત્યારે તેમની ગેરહાજરીમાં સૂરજબેને ખેતી અને ડેરી બંનેની જવાબદારી ઉપાડી લીધી.
સૂરજબેનની સત્ય અને શ્રમની નિષ્ઠા - ડાહ્યાભાઈ અને એમની પ્રગતિમાં ખૂબ જ ઉપયોગી નીવડયાં છે તેમને ખેતીમાં ખૂબ જ શ્રદ્ધા હોવાથી ઉત્સાહથી ખેતી સંભાળવામાં ક્યારેય પાછી પાની કરી નથી. ડાહ્યાભાઈની માફક તેમણે પણ ખેતીના વિકાસને અભ્યાસાથે દિલ્હી તેમજ બીજા સ્થળોના પ્રદર્શને અને કામને ખાસ પ્રવાસ ખેડીને લાભ ઉઠાવ્યો છે અને ઝીણવટભર્યો અભ્યાસ કરીને ઉત્તમ ખેડૂત બનવાની ધગશ રાખી છે.
શ્રી ડાહ્યાભાઈ ઘણી જ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. હિંમતનગર મેતીપુરામાં પ્રાયમરી સ્કૂલ પિતાના ખર્ચે બનાવી આપેલ છે. હિંમતનગર કેળવણી મંડળના કારોબારી સભ્ય હતા. તેઓશ્રીના પુત્ર સારાભાઈ અને પુત્રવધૂ પણું તેમના પગલેજ પરિશ્રમ કરી સાબરકાંઠા જિલ્લામાં અગ્રસ્થાન ભેગવી રહ્યાં છે. તેઓશ્રીની દીકરીઓને પણ સંપૂર્ણ એજ્યુકેશન આપેલ હતું જે હાલ પરદેશ છે
સરનામું :- સારાભાઈ ડાહ્યાલાલ પટેલ, મોતીપુરા, હિંમતનગર.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org