________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૪૩
પુરુષાર્થની યશસ્વી ગાથા ભારતભરમાં ૮ પ્રભાત” બ્રાન્ડના મશીનરી તથા અન્ય મશીનરી સામગ્રી રજૂ કરી વિકાસની હરણફાળ ભરી રહેલ સત્યવિજય મીકેનીક વર્કસની સ્થાપનાને ૩૭ વર્ષ વીતી ગયાં, કંપનીના આદ્યસ્થાપક સ્વ. મીસ્ત્રી અમૃતલાલ રણછોડદાસ સંતોકબાઈ વીવીંગ ફેકટરીમાં નોકરી કરતાં કરતાં સાઈડ બીઝનેસ તરીકે પોતાના ઘરમાં ભાડેથી લાવેલા નાના એવા લેથથી કામકાજ શરૂ કર્યું. અને એકનિષ્ઠા તથા સંપૂણ ધગશથી કામકાજ આગળ ધપાવવા વડેવા નેરામાં ઘર બેઠા સત્યવિજય મીકેનીક વર્કસના મંગળ નામથી ધંધાની શરૂઆત કરી. આમ માત્ર અમિસૂઝ અને અખંડ શ્રદ્ધાને દીવો પ્રગટાવી ભવિષ્યની પગદંડી પર એકલો પ્રયાણ કર્યું. અને આત્મવિશ્વાસ તથા કઠણ કામગીરીરૂપ તપનું દિવેલ પૂરતાં પૂરતાં મંજિલને સર કરવા આગળ ને આગળ વધતા ગયા. તે પછી તેમના સુપુત્ર સ્વ. પોપટસાઈ એ પિતાની ડિઝાઈન મોટરાઈઝડ ફીલીંગ મશીન શરૂ કરી, ડિઝાઈનીંગ વી, બનાવીને મુંબઈ મારકેટમાં મૂકયા, ત્યારબાદ મુંબઈ બજારમાં આ મશીનના ટુસ માલની *
કરી સ્વ. પોપટલાલ અમૃતલાલ રાઠોડ કવોલીટી ઉત્તમતા પ્રાપ્ત કરતી ગઈ. ડીમાન્ડ વધતા બીજા સર્કલ કટીંગ મશીન મૂકવાં. આમ સત્યવિજયનાં મશીન માત્ર મુબઈ નહી પરંતુ ગુજરાત, કલકત્તા મદ્રાસ વગેરે પ્રદેશોમાં વર્કશોપ શોભાવતા રહ્યાં. આમ પ્રગતિની વણથંભી આગેકૂચમાં નાની સાઈઝના ડીલી’ગ મશીનનું કામ શરૂ કર્યું તેને પણ સારી બજાર મળતી ગઈ અને પછી તે ધીરે ધીરે અવનવા સંજોગોને લક્ષમાં લઈને સુધારા કરતાં કરતાં શરૂઆતમાં દીવાલ ડીલીંગ મશીનની શરૂઆતથી જેડીયલ ડ્રીલીંગ મશીન બનાવવાની કાર્યક્ષમતા સુધી પહોંચ્યા, આ બધી વિકાસની મંજિલો સર કરવામાં સ્વ, અમૃતલાલભાઈની ટેકનીકલ બુદ્ધિના વારસદારો તેમના પુત્ર શ્રી લક્ષમણભાઈ, શ્રી પોપટભાઈ તથા શ્રી ચુનીભાઈએ ૧૯ ૬ થી પિતાશ્રીની રાહબરી નીચે કામ કરતાં રહીને સાથ અને સહકાર આપીને કંપનીની યશકલગીમાં ઉમેરો જ કરતા રહ્યા હતા. આમ ધંધાને વિકાસ થતા જૂની જગ્યા ટૂંકી પડતા કુંભારવાડા નારી રોડ ઉપર ૧૯૬૦-૬૧ માં મોટી ફેક્ટરી બાંધીને કામકાજ આગળ ધપાવ્યું, આમ દિનપ્રતિદિન તેઓની ટેકનીકલ અને વ્યવસાયી સૂઝને લઈને નાનામોટા ડ્રીલ, રેડીયલ મશીને, સકલ કટીંગ મશીન વગેરે બનાવાનું શરૂ કર્યું. અને તેઓના આ ઉત્પાદિત મશીનોને “ પ્રભાતબ્રાન્ડ આપી ભારતભરની મારકેટમાં નામ દીપાવી + દ્યા છે, સૌથી અગત્યની વાત એ છે કે આ કંપનીના આધસ્થાપકથી માંડીને અત્યારે કંપનીને વહન કરી રહેલ સૂત્રધારે મોટા ભણેલાગણેલા તેમજ વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતા નથી પરંતુ પિતાજીની કુશાગ્ર ટેકનીકલ બુદ્ધિના સાચા વારસદાર તરીકે એક આત્મસૂઝના આધારે પરદેશનાં મશીનની હરીફાઈ કરે તેવા એકયુરેટ કોલીટી મશીને ઉત્પાદન કરી રહ્યાં છે તે એક આશ્ચર્ય જ માનવું રહ્યું. સાથે સાથે શરૂઆતથી નાના ભાડેથી લાવેલ લેથથી શરૂ થયેલી કંપનીની શરૂઆતથી અત્યારે આ પબળે આગળ આવી એક પણ પૈસાની લેન વગર ધંધાનો વિકાસ કરી કંપનીને આર્થિક ક્ષેત્રે પશુ પગભર બનાવી છે, તેમાં પણ કંપનીના કુશળ સંચાલન કાર્યની અપૂર્વ ઝાંખી થાય છે, પિતાની માત્ર ૨૦ વર્ષની ઉંમરે સ્વ. શ્રી પોપટભાઈ પિતાજીના વ્યવસાયમાં જોડાઈને પિતાની કુશળ બુદ્ધિનો પર આપીને નવા નવા મશીનો ઉત્પાદિત કરી બજારમાં મૂકીને બજારમાં કંપનીનું નામ રોશન કરેલ છે. મુંબઈમાં મોટા વેપારીને સહકાર સાંપડતાં કંપનીને વધુ પ્રોત્સાહન મળ્યું, જેવી રીતે સ્વ. શ્રી અમૃતલાલ ભાઈને તેમના ત્રણ પુત્રોને સહકાર મળેલ તેવી જ રીતે શ્રી પોપટભાઈ, શ્રી લક્ષ્મણભાઈ તથા શ્રી ચુનીભાઈને તેમના પુત્રોને સહકાર મળેલ છે. તેમના પુત્રો સંપ અને સહકાર તથા મહેનતના ત્રિવેણી સંગમમાં કંપનીનું સફળ સંચાલન કરી રહ્યા છે, કુશળ કારીગરી તથા જાતે દેખરેખ રાખી જુદા જુદા ઘણાં પ્રકારના ઉત્તમ મશીને બનાવવામાં આવે છે. ગુજરાતમાં સર્વ પ્રથમ રેડીયલ તથા પીલર ટાઈપ ડ્રીલ મશીનની પિતાની ડિઝાઈન કરી “પ્રભાત” નામે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે, ડીલ મશીનની મારકેટમાં પ્રભાત” નામ આ રીતે રોશન કરેલ છે, વ્યાપાર ઉદ્યોગ સાથોસાથ તેઓ સ્વભાવે પ્રેમાળ, માયાળું તથા ધાર્મિક કાર્યોમાં પૂરતે સહકાર આપી ભાવનગરમાં નામના મેળવી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org